હેડલાઈન :
- સલમાન ખાન બાદ હવે અભિનેતા શાહરૂખ ખાનને મળી ધમકી
- કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી
- શાહરૂખ ખાનને મળેલી ધમકી અંગે બાંદ્રા પોલીસને જાણ કરવામાં આવી
- ધમકી ભર્યો કોલ આવ્યો હતો તે ફોન નંબર ફૈઝાન નામથી રજીસ્ટર્ડ
અભિનેતા સલમાન ખાનને પણ મારી નાંખવાની મળી હતી ધમકી
સલમાન ખાન બાદ હવે અભિનેતા શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છેજે નંબર પરથી કોલ આવ્યો હતો તે ફૈઝાન નામે રજીસ્ટર્ડ છે.
मुंबई के बांद्रा पुलिस स्टेशन में एक अज्ञात व्यक्ति के खिलाफ अभिनेता शाहरुख खान को कथित तौर पर धमकी देने का मामला दर्ज किया गया है। बीएनएस की धारा 308(4), 351(3)(4) के तहत मामला दर्ज किया गया है। अधिक जानकारी की प्रतीक्षा है।
(फाइल फोटो) pic.twitter.com/Ouzp6NMVcP
— ANI_HindiNews (@AHindinews) November 7, 2024
બોલિવૂડના કોરિડોરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.બોલિવૂડના કિંગથી જાણીતા શાહરૂખ ખાનને ધમકીનો ફોન આવ્યો છે.કહેવામાં આવી રહ્યું છે કે તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.ત્યારે મુંબઈ પોલીસના વરિષ્ઠ સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.હાલ મુંબઈ પોલીસે આ મામલાના તળિયે જવા માટે તપાસ શરૂ કરી છે અને તે અંગે વધુ માહિતી મેળવવામાં વ્યસ્ત છે.કહેવામાં આવી રહ્યું છે કે જે નંબર પરથી ફોન કોલ આવ્યો છે તે ફૈઝાન નામથી રજીસ્ટર્ડ છે.
– પોલીસ પર ફોન આવ્યો
શાહરૂખ ખાનને મળેલી આ ધમકી અંગે બાંદ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસ સ્ટેશનમાં જ ફોન આવ્યો હતો.જો કે,કોલ કરનાર વ્યક્તિએ કોઈ રકમ જાહેર કરી નથી.એનો મતલબ એ થાય કે હજુ સુધી કોઈ પણ પ્રકારના પૈસાની માંગ નથી.હાલમાં પોલીસને શાહરૂખ ખાનની ટીમ તરફથી હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી.મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર રાયપુરના એક વ્યક્તિએ શાહરૂખ ખાનને મારી નાખવાની ધમકી આપી છે. મામલાની તપાસ ચાલુ છે. મુંબઈ પોલીસના વરિષ્ઠ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શાહરૂખ ખાનને રાયપુરના એક વ્યક્તિ તરફથી ધમકીભર્યો ફોન આવ્યો છે.
#WATCH रायपुर, छत्तीसगढ़: सिविल लाइंस CSP अजय कुमार ने बताया, "आज सुबह मुंबई पुलिस पंडरी थाने आई जहां उन्होंने बताया कि बांद्रा थाने में मामला दर्ज हुआ है जहां शाहरुख खान को रंगदारी के लिए धमकाया गया, कुछ पैसे मांगे गए। आरोपी की पहचान हो गई है, वह पंडरी थाना क्षेत्र का रहने वाला… https://t.co/kg1bZgMDLT pic.twitter.com/8CFGlZzIR4
— ANI_HindiNews (@AHindinews) November 7, 2024
– સલમાન ખાન બાદ હવે શાહરૂખ ખાનને ધમકી
ઉલ્લેખનીય છે કે સલમાન ખાનને ધમકી મળ્યા બાદ હવે શાહરૂખને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે.તાજેતરમાં પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યાએ લોકોને ચોંકાવી દીધા હતા.બાબા સિદ્દીકી તેમના પુત્રની ઓફિસમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે તેમના પર ગોળી વાગી હતી અને હોસ્પિટલ પહોંચતા જ ખબર પડી કે તેઓ મૃત્યુ પામ્યા છે.આ સમગ્ર મામલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈએ લીધી હતી,જેણે સલમાન ખાનને સતત ધમકી આપી હતી.લોરેન્સ બિશ્નોઈ જેલમાં બેસીને આવા ગુના કરી રહ્યા છે.
– શાહરૂખને આ પહેલા પણ ધમકીઓ મળી ચુકી છે
નોંધનિય છે કે શાહરૂખ ખાન હંમેશા અંડરવર્લ્ડના હિટ લિસ્ટમાં રહે છે.કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ ‘પઠાણ’ અને ‘જવાન’ ફિલ્મોની સફળતા બાદ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. અભિનેતાએ આ અંગે મહારાષ્ટ્ર પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ તેને Y+ સુરક્ષા આપવામાં આવી હતી.
-ત્યાર સુધી કયા કયા અભિનેતાને મળી છે ધમકી
આ પહેલીવાર નથી જ્યારે સેલેબ્સને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય.આ અગાઉ અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ,કરણ જોહર,સંજય દત્ત અને કંગના રનૌત જેવા કલાકારોને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે.
SORCE : અમર ઉજાલા- પ્રભાસાક્ષી