હેડલાઈન :
- શિક્ષણવિદ દીનાનાથ બત્રાનું 93 વર્ષની જૈઉ વયે અવસાન
- દીનાનાથ બત્રાજીએ શિક્ષણ ક્ષેત્રે જીવનભર યોગદાન આપ્યુ
- શિક્ષણ બચાવો આંદોલનના પ્રેરણા સ્ત્રોત રહ્યા દીનાનાથ બત્રા
- દીનાનાથ બત્રાના અવસાનથી શિક્ષણ જગતને મોટી ખોટ પડી
- બત્રાજીના નિધનથી દેશભરના શિક્ષણવિદો શોકમાં ગરકાવ
- દીનાનાથ બત્રાનો જન્મ 5 માર્ચ 1930 માં ડેરા ગાઝી ખાન ખાતે થયો
- શૈક્ષણિક કાર્ય પ્રત્યે સમર્પણ માટે ઘણી સંસ્થાઓએ પુરસ્કાર આપ્યા
- રાષ્ટ્રપતિ દ્વારા દીનાનાથ બત્રીજીને શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન
- દીનાનાથ બત્રાનું લખાણ ક્ષેત્રે ખેડાણ અને ગુજરાત કનેક્શન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા આદર્શ શિક્ષક દીનાનાથ બત્રાનું 93 વર્ષની જૈફ ઉંમરે નિધન થયુ છે.તેમના અવસાનથી શિક્ષણ જગતને મોટી ખોટ પડી છે.
જાણીતા શિક્ષણવિદ,આદર્શ શિક્ષક અને શિક્ષણ બચાવો આંદોલનના રાષ્ટ્રીય સંયોજક તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સતત સંકળાયેલા રહેલા દીનાનાથ બત્રાનું 93 વર્ષની વયે અવસાન થયુ છે.તેઓ વિદ્યા ભારતીના મહાસચિવ પણ રહી ચૂક્યા છે.આ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવી સંસ્થા છે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલી છે.તેમના અવસાનથી શિક્ષણ જગતને મોટી ખોટ પડી છે ત્યારે શિક્ષણવિદો શોકમય બન્યા છે.
– શિક્ષણવિદ દીનાનાથ બત્રાનો જન્મ અને શિક્ષા ક્ષેત્રે યોગદાન
શિક્ષણ વચાવવા માટે આંદોલન ચલાવનાર શિક્ષણવિદ દીનાનાથ બત્રાનો જન્મ 5 માર્ચ 1930 માં હાલના પાકિસ્તાનમા સ્થિત ડેરા ગાઝી ખાન ખાતે થયો હતો.લાહોર યુનિવર્સિટીમાં શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે શિક્ષણ ક્ષેત્રમાં અમુલ્ય યોગદાન આપવા શરૂઆત કરી હતી.દીનાનાથજીએ શ્રીમદ ભગવદ ગીતા કોલેજના આચાર્ય તરીકે સેવા આપી હતી.તો 1955 માં D.A.V વિદ્યાલય દેરાબસ્સી પંજાબ તેમજ 1965 થી 1990 સુધી કરુક્ષેત્રની ગીતા ગોષ્ઠી માધ્યિક શાળાના આચાર્ય પણ રહયા હતા. સાથે જ તેઓ હરિયાણા એજ્યુકેશન બોર્ડ ,દિલ્હી મોરલ એજ્યુકેશન કમિટી અને ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન સ્કાઉટ્સ ગાઈડના કાર્યકારી પ્રમુખ જેવી મહત્વની સંસ્થાઓ સાથે પણ સક્રિય રહ્યા હતા.તો વળી રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત દીનાનાથ બત્રાને શૈક્ષણિક કાર્ય પ્રત્યેના સમર્પણ માટે ઘણી સંસ્થાઓ દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો છે.
– શિક્ષણ બચાવો આંદોલનના પ્રેરણા સ્ત્રોત રહ્યા
દીનાનાથ બત્રીજીનું સોથી મોટુ યોગદાન શિક્ષણ ક્ષેત્રમાં રહ્યુ હતુ.તેમણે શિક્ષણ બચાવો આંદોલન હેઠળ તેમણે શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ તેમજ ભારતીય મુલ્યોના સમાવેશ પર ભાર મુક્યો અને અભ્યાસક્રમમાં ફેરફાર માટે આવાજ બુલંદ ક્રયો હતો.તો બત્રાજીને ભારત સ્કાઉટ્સ દ્વારા “મેડલ ઓફ મેરિટ”તો હરિયાણા શિક્ષણ બોર્ડ દ્વારા પ્રમાણપત્ર,રાષ્ટ્રપતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક માટે રાષ્ટ્રીય પુરસ્કાર.સ્વામિ કૃષ્ણાનંદ સરસ્વતી સન્માન,સાહિત્ય શ્રી સન્માન અને વિશિષ્ટ વ્યક્તિત્વ શણગારનો સમાવેશ થાય છે.
– દીનાનાથ બત્રાનું લખાણ ક્ષેત્રે ખેડાણ અને ગુજરાત કનેક્શન
દીનાનાથ બત્રાએ ભારતીય ઈતિહારને વર્ણવતા ઘણાબધા પુસ્તકો લખ્યા છે.વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બત્રાજીના પુસ્તક -“The Hindus : An Alternetive History” સહિત અન્ય પુસ્તકોને અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યા હતા.અને ગુજરાતની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં બાળકોને સપ્લીમેન્ટરી તરીકે ભણાવવામા આવે છે.ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ પુસ્તકોનો અનુવાદ પણ કરવામાં આવ્યો છે.
ભારતીય શિક્ષણ અને સંસ્કૃતિ આધારિત શિક્ષણના સુધારા માટે પ્રતિબદ્ધ અને પ્રેરણાદાયી શિક્ષણશાસ્ત્રી દીનાનાથ બત્રાનું 93 વર્ષે નિધન થયુ છે.તેમના અવસાનથી શિક્ષણ જગતને મોટી ખોટ પડી છે ત્યારે શિક્ષણવિદો શોકમય બન્યા છે.
SORCE : પાંચજન્ય