હેડલાઈન :
- મહારાષ્ટ્રના શિરલા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન
- મહાવિકાસ આઘાડી સત્તામાં આવશે તો વક્ફ બોર્ડને ખેડૂતોની જમીન આપશે
- ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે ભાજપ મહારાષ્ટ્રના વિકાસ માટે પ્રતિબદ્ધ
- અમે સંકલ્પ પર અડગ ચૂંટણીની જવાબદારી તમારે લેવી પડશે : શાહ
- PM મોદીએ મહારાષ્ટ્રને 10 લાખ 15 હજાર કરોડ રૂપિયા આપ્યા : શાહ
- વક્ફ બોર્ડની કેટલીક જોગવાઈઓથી સમગ્ર દેશ પરેશાન : અમિત શાહ
- તમારી ચાર પેઢી આવે તો પણ કલમ 370 પાછી નહીં આવે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના શિરલા ખાતે જનસભા સંબોધી હતી.જેમાં તેમણે કહ્યું કે ભાજપ મહારાષ્ટ્રના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.અમે આ સંકલ્પ પર અડગ છીએ.
– ભાજપ મહારાષ્ટ્રના વિકાસ માટે પ્રતિબદ્ધ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના શિરલા ખાતે જનસભા સંબોધી હતી.જેમાં તેમણે કહ્યું કે ભાજપ મહારાષ્ટ્રના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.અમે આ સંકલ્પ પર અડગ છીએ.આવનારી ચૂંટણીની જવાબદારી તમારે લેવી પડશે.તમારે સુનિશ્ચિત કરવું પડશે કે વિકાસની યાત્રા ચાલુ રહે.અમિત શાહે કહ્યું કે 20મીએ આખા મહારાષ્ટ્રમાં મતદાન થવાનું છે અને તેમાં તમે લોકોએ નિર્ણાયક ભૂમિકા ભજવવાની છે.હું દોઢ મહિના પહેલા મહારાષ્ટ્રની મુલાકાતે આવ્યો હતો.દરેક જગ્યાએ આ જ વાત છે.લોકો કહી રહ્યા છે કે મહાયુતિની સરકાર બનાવવી પડશે.તેમણે કહ્યું કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે.રાજ્યમાં એનડીએની સરકાર બનશે,બંને સાથે મળીને મહારાષ્ટ્રને નંબર 1 રાજ્ય બનાવવા માટે કામ કરશે.
– જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી નહી આવે
અમિત શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હંગામા વચ્ચે શાહે લોકોને સવાલ કરતા કહ્યું કે તમે જ કહો કે આ કાશ્મીર આપણું છે કે નહીં,? ત્યાંથી કલમ 370 હટવી જોઈએ કે નહીં? આ કોંગ્રેસ,એનસીપી, નકલી શિવસેના.તેઓ કહે છે કે કાશ્મીરમાંથી કલમ 370 હટવી જોઈએ નહીં.અમિત શાહે કહ્યું,”નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પાર્ટીએ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કલમ 370 પાછી લાવવાનો ઠરાવ પસાર કરીને કહ્યું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ નથી.આજે હું મહારાજ સંભાજીની ભૂમિમાં છું પણ હું કહું છું કે શરદ પવાર સાહેબ,તમારી ચાર પેઢી આવે તો પણ અમે કલમ 370 પાછી નહીં આવવા દઈએ.”
– વક્ફ બોર્ડની કેટલીક જોગવાઈઓથી સમગ્ર દેશ પરેશાન
ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવેલી વક્ફ બોર્ડની કેટલીક જોગવાઈઓથી સમગ્ર દેશ પરેશાન છે.તેમાં પરિવર્તન લાવવા માટે પીએમ મોદી સંસદમાં એક બિલ લાવ્યા હતા.તેમણે કહ્યું કે કર્ણાટકમાં મંદિરો સહિત સમગ્ર ગામો અને લોકોની જમીનને વકફ મિલકત જાહેર કરવામાં આવી છે.હું પવાર સાહેબ અને ઉદ્ધવજીને પૂછવા આવ્યો છું કે તમે આ બિલનું સમર્થન કરશો કે વિરોધ કરશો.તેઓ જવાબ નહીં આપે.વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે જો મહાવિકાસ આઘાડી સત્તામાં આવશે તો તેઓ ખેડૂતોની જમીન વકફ બોર્ડના નામે ટ્રાન્સફર કરવાનો પણ પ્રયાસ કરશે.
– તુષ્ટિકરણને રોકવાનો એકમાત્ર ઉપાય મહાયુતિ સરકાર
વધુમાં અમિત શાહે કહ્યું કે ભગવાન શ્રી રામ 500 વર્ષથી તંબુમાં બેઠા હતા.કોંગ્રેસ પાર્ટી રામ મંદિરને લટકાવી રાખ્યુ હતુ.પરંતુ જ્યારે નરેન્દ્ર મોદીજી સત્તામાં આવ્યા અને 5 વર્ષમાં તેમણે ભૂમિપૂજન કર્યું, બાંધકામ કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી.તેમણે કહ્યું કે અમે કાશી વિશ્વનાથ કોરિડોર પણ બનાવ્યો છે,અને સોમનાથ મંદિર પણ સોનાનું બની રહ્યું છે,તેને કોઈ રોકી શકશે નહીં.તેમણે કહ્યું કે અહીં ચાલી રહેલા તુષ્ટિકરણને રોકવાનો એકમાત્ર ઉપાય મહાયુતિ સરકાર છે.નાગ પૂજા ફરીથી શરૂ થશે,તે પૂર્ણ વિધિ સાથે કરવામાં આવશે,તેને કોઈ રોકી શકશે નહીં.
– આઘાડી સરકારે 2004 થી 2014 સુધી મહારાષ્ટ્ર માટે શું કર્યું?
સવાલ પૂછતા અમિત શાહે કહ્યું કે હું શરદ પવારજીને પૂછવા માંગુ છું,તમારી આઘાડી સરકાર 2004 થી લઈ 2014 સુધી સત્તામાં હતી,તમે મહારાષ્ટ્ર માટે શું કર્યું? તેઓ હિસાબ નહીં આપે.10 વર્ષમાં આઘાડી સરકારે મહારાષ્ટ્રને 1.91 હજાર કરોડ રૂપિયા આપ્યા.દરમિયાન,2014થી 2024 વચ્ચે પીએમ મોદીએ મહારાષ્ટ્રને 10 લાખ 15 હજાર કરોડ રૂપિયા આપ્યા છે,અને તેના કારણે સર્વાંગી વિકાસ થયો છે.તેમણે કહ્યું કે મોદીજીના આગમન બાદ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે.આ જિલ્લાના 4.47 લાખ ખેડૂતોને 1400 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.
– નરેન્દ્ર મોદીની NDA સરકારે ગરીબો-ખેડૂતો માટે કામ કર્યુ
અમિત શાહે આગળ કહ્યું કે 4 લાખ ગરીબ લોકોના ઘરે નળ કનેક્શન પહોંચ્યા.આયુષ્માન ભારત હેઠળ,10 લાખ ગરીબ લોકોને 5 લાખ રૂપિયા સુધીનો તમામ ખર્ચ મફત કરવામાં આવ્યો હતો,અને હવે 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને 5 લાખ રૂપિયાનું વધુ કવરેજ મળશે.તેમણે કહ્યું કે અમે 1.24 લાખ ઘરોમાં શૌચાલય બનાવવાનું કામ કર્યું.હવે દેવેન્દ્રજી અને એકનાથજી લાડકી બહેન યોજના લઈને આવ્યા છે,અને સાંગલીની 7 લાખ બહેનોના ખાતામાં પૈસા જમા કરાવવાનું કામ કરવામાં આવ્યું છે.
– આપણા નરેન્દ્ર મોદી જે વચન આપે તે પૂર્ણ કરે છે
વિપક્ષ પર પ્રહાર કરતા શાહે કહ્યું કે ખડગેજીએ કોંગ્રેસીઓને કહ્યું કે તેઓ તેમના વચનો ધ્યાનથી રાખે. ખડગે સાહેબ,ખોટા વચનો આપનારા તમારા નેતાઓ એવા વચનો આપે છે જે ક્યારેય પૂરા થતા નથી.આવું કર્ણાટકમાં નથી થયું,હિમાચલમાં થયું નથી,તેલંગાણામાં નથી બન્યું.તે જ સમયે,આપણા મોદીજી જે પણ વચન આપે છે,તે પૂર્ણ કરે છે.તેમણે કહ્યું કે આ અઘાડી લોકો ન તો દેશને સુરક્ષિત કરી શકે છે અને ન તો દેશનું સન્માન વધારી શકે છે.જો આ કામ કરવું હશે તો મોદીજીના હાથ મજબૂત કરવા પડશે.જો તમે અહીં મહાયુતિને જીતાડો છો તો તેનો અર્થ એ છે કે દેશની જનતા પીએમ મોદીની સાથે છે.