હેડલાઈન :
- UN માં ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ
- જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતુ,છે અને રહેશે
- UN માં ભારત વતી રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીની વાત
- UN જનરલ એસેમ્બલીમાં શાંતિ રક્ષા મિશનમાં કરી વાત
- પાકિસ્તાને UN ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો
- ભારતે રાઈટ ઓફ રિપ્લાયના વિકલ્પનો ઉપયોગ કર્યો
- UN માં સુધાંશુ ત્રિવેદી 12 સાંસદોની ટીમનો ભાગ
ભારતે યુએનમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ આપતા કહ્યું કે જમ્મુ-કાશ્મીર આપણું અભિન્ન અંગ હતું, છે અને રહેશે.યુએન જનરલ એસેમ્બલીમાં શાંતિ રક્ષા મિશનને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે સુધાંશુ ત્રિવેદીએ આ વાત કરી હતી.
– UN માં ભારતે યુએનમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ
ભારતે યુએનમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ આપતા કહ્યું કે જમ્મુ-કાશ્મીર આપણું અભિન્ન અંગ હતું, છે અને રહેશે.યુએનમાં ભારત વતી રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદીએ આ વાત કહી.જમ્મુ અને કાશ્મીરને લઈને પાકિસ્તાનના ખોટા પ્રચાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પડોશી દેશ પોતાની હરકતોથી હકીકતોને બદલી શકે નહીં.તેમણે કહ્યુ કે જમ્મુ અને કાશ્મીરના લોકોએ તાજેતરમાં તેમના લોકતાંત્રિક અને ચૂંટણી અધિકારોનો ઉપયોગ કર્યો છે અને નવી સરકારની પસંદગી કરી છે. પાકિસ્તાને તેના જુઠ્ઠાણાથી દૂર રહેવું જોઈએ કારણ કે તેનાથી તથ્યો બદલાશે નહીં.
– UN જનરલ એસેમ્બલીમાં શાંતિ રક્ષા મિશનને લઈને ચર્ચા
યુએન જનરલ એસેમ્બલીમાં શાંતિ રક્ષા મિશનને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો.પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના જવાબમાં ભારતે રાઈટ ઓફ રિપ્લાયના વિકલ્પનો ઉપયોગ કર્યો અને કહ્યું કે પાકિસ્તાને એજન્ડાને બિનજરૂરી રીતે વાળવાનો પ્રયાસ કર્યો છે.જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતો,છે અને રહેશે.રાજ્યસભાના સાંસદ ત્રિવેદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આ લોકતાંત્રિક પરિવર્તન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત વિદેશ નીતિને કારણે જ શક્ય બન્યું છે,જે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની કઠિન અને સ્વીકાર્ય છબી દર્શાવે છે.
નોંધનિય છે કે સુધાંશુ ત્રિવેદી 12 સાંસદોની ટીમનો ભાગ છે જે યુએનમાં અલગ-અલગ મુદ્દાઓ પર મીટિંગમાં ભાગ લઈ રહ્યા છે. બાદમાં સુધાંશુ ત્રિવેદીએ પોસ્ટ શેર કરી હતી
SORCE : હિન્દુસ્તાન સમાચાર