હેડલાઈન :
- જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક સપ્તાહમાં આતંકી હુમલા થયા
- સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી
- જવાનોએ અનેક આતંકીઓને ઠાર કર્યા તો શહીદી પણ વ્હોરી
- રવિવારે શ્રીનગરમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ
- બાતમીના આધારે પોલીસ અને સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન
શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.ચોક્કસ બાતમીના આધારે ઝબરવાન જંગલ વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યુ હતુ.
#WATCH श्रीनगर, जम्मू-कश्मीर: श्रीनगर के जबरवान वन क्षेत्र में आतंकवादियों और सुरक्षा बलों के बीच मुठभेड़ जारी है, जिसके बाद क्षेत्र में सुरक्षा बढ़ा दी गई है।
(वीडियो वर्तमान समयानुसार नहीं है।) pic.twitter.com/5VisHkjigi
— ANI_HindiNews (@AHindinews) November 10, 2024
10 નવેમ્બરને રવિવારે શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.આતંકવાદીઓની હાજરી અંગની ચોક્કસ બાતમી મળ્યા બાદ શરૂ કરવામાં આવેલા કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન ડાચીગામ અને નિશાતના ઉપરના વિસ્તારો વચ્ચેના જંગલ વિસ્તારમાં સવારથી ગોળીબાર શરૂ થયો હતો.જોકે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
માહિતી અનુસાર,આતંકવાદીઓની હાજરી વિશેની ચોક્કસ બાતમીના આધારે શ્રીનગરના ઝબરવાન જંગલ વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.ઓપરેશન દરમિયાન ગોળીબાર થયો હતો.
નોંધનિય છે કે આ સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકી હુમલાઓ થયા છે.જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા છે. તો વળી સુરક્ષા દળોએ પણ શહીદી આપી છે.જેમાં જમ્મુ-કાશ્મીરના સોપોરમાં શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.આ એન્કાઉન્ટર આ વિસ્તારમાં ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન શરૂ થયું હતું.
શુક્રવારે, 8 નવેમ્બરના રોજ,બારામુલ્લામાં એક અલગ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. 2 નવેમ્બરના રોજ,કાશ્મીરમાં બે અલગ-અલગ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં લશ્કર-એ-તૈયબા કમાન્ડર ઉસ્માન લશ્કરી સહિત ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.