હેડલાઈન :
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે મતદાન
લોકશાહીના પર્વમાં ઉત્સાહ સાથે ભાગ લેવા PM મોદીની અપીલ
પ્રથમ તબક્કામાં 43 બેઠકો માટે સવારથી મતદારો દ્વારા મતદાન
ચંપાઈ સોરેન,બન્ના ગુપ્તા,સરયુ રાય જેવા દિગ્ગજ નેતાઓનું ભાવિ થશે સીલ
પ્રથમ તબક્કામાં 43 બેઠકો માટે 15344 મતદાન મથકો બનાવવામાં આવ્યા
શાંતિપૂર્ણ રીતે મતદાન માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યુ છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને પૂરા ઉત્સાહ સાથે મતદાન કરવાની અપીલ કરી હતી.
– કયા કયા દિગ્ગજોના ભાવી EVM માં કેદ થશે
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે સવારે 43 બેઠકો પર મતદાન શરૂ થયું હતું. મતદાનના પ્રથમ તબક્કામાં ચંપાઈ સોરેન,બન્ના ગુપ્તા,સરયુ રાય,ચંપાઈ સોરેનના પુત્ર બાબુલાલ સોરેન,રામદાસ સોરેન, પૂર્ણિમા દાસ, ડો.અજય કુમાર અને મંગલ કાલિંદી જેવા દિગ્ગજ નેતાઓનું ભાવિ દાવ પર છે.
– પ્રથમ તબક્કામાં કયા કયા મતક્ષેત્ર
પ્રથમ તબક્કામાં કોડરમાબરકાથા, બાર્હી,બરકાગાંવ,હજારીબાગ,સિમરિયા,ચતરા,બહારગોરા,ઘાટશિલા,પોટકા, જુગસલાઈ,જમશેદપુર પૂર્વ,જમશેદપુર પશ્ચિમ, ઇચાગઢ,સેરાઇકેલા,ચાઇબાસા,મઝગાંવ,જગન્નાથપુર,મનોહરપુર, ચક્રધારપુર,કરાધરપુર.,તોરપા,ખુંટી,રાંચી,હટિયા,કાંકે,મંદાર,સિસાઈ,ગુમલા,વિશુનપુર,સિમડેગા,કોલેબીરા, લોહરદગા,મણિકા,લાતેહાર,પંકી,ડાલ્ટેનગંજ,વિશ્રામપુર,છતરપુર,હુસૈનાબાદ,ગઢવા અને ભવનાથપુર વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.
– કેવી છે કાયદો અને સુરક્ષા વ્યવસ્થા
પ્રથમ તબક્કામાં 43 બેઠકો માટે 15344 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.ન્યાયી પારદર્શક અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની 200 કંપનીઓ તૈનાત છે.ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ પ્રથમ તબક્કામાં કુલ 683 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જેમાં 73 મહિલા ઉમેદવારો છે. આ 43 વિધાનસભા બેઠકોમાંથી 17 સામાન્ય છે, જ્યારે 20 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને 6 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે.
– PM નરેન્દ્ર મોદીના મતદારોને અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પણ ઝારખંડના મતદારોને લોકશાહીના આ તહેવારમાં પૂરા ઉત્સાહ સાથે મતદાન કરવાની અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, “આજે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ રાઉન્ડનું મતદાન છે. હું તમામ મતદારોને લોકશાહીના આ તહેવારમાં પૂરા ઉત્સાહ સાથે મતદાન કરવા વિનંતી કરું છું. આ પ્રસંગે, હું મારા તમામ યુવા મિત્રોને અભિનંદન આપું છું જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે! યાદ રાખો – પહેલા મતદાન, પછી નાસ્તો!”
SORCE : હિન્દુસ્તાન સમાચાર