Wednesday, July 2, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાત : 2 જુલાઈના રોજ અમદાવાદ સહિત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન,31 ડિસેમ્બર સુધી કાર્યકાળ લંબાવાયો

વિસાવદર પેટાચૂંટણી જીત્યા બાદ અરવિંદ કેજરીવાલ આજે મંગળવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.2 ટકાનો વધારો થયો,ગયા વર્ષે આ મહિનામાં 6.3 ટકા હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 2-3 જુલાઈના રોજ ઘાનાના પ્રવાસે જશે : MEA

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home આંતરરાષ્ટ્રીય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના ટેક લેન્ડસ્કેપમાં નવું સીમાચિન્હ,સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ તેમજ વૈશ્વિક અગ્રણી જેબિલ વચ્ચે MOU સંપન્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ટેક ઇકો સિસ્ટમમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરતા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે વૈશ્વિક અગ્રણી જેબિલ સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર MOU કર્યો.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 14, 2024, 04:54 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વધુ એક યશ કલગી
  • ગુજરાતના ટેક લેન્ડસ્કેપમાં નવું સીમાચિન્હ ઉમેરાશે
  • ગુજરાત સરકાર અને વૈશ્વિક અગ્રણી જેબિલ વચ્ચે MOU
  • PM નરેન્દ્ર મોદીની મેઈક ઇન ઇન્ડિયા પહેલને વેગ મળશે
  • 2027 સુધીમાં યુનિટ શરૂ થઈ શકે-અંદાજે 5000 રોજગાર
  • DSIRમાં 1,000 કરોડ રૂપિયાના સંભવિત રોકાણની નેમ
  • ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ યુનિટ શરૂ કરવા નેમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ટેક ઇકો સિસ્ટમમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરતા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે વૈશ્વિક અગ્રણી જેબિલ સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર MOU કર્યો.

– ભારતની ડિજિટલ ઇનોવેશન માટે વૈશ્વિક હબ બનવા તરફ આગેકૂચ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત ટેકનોલોજી અને ઉદ્યોગોમાં નોંધપાત્ર પરિવર્તનનું વાહક બન્યું છે અને ડિજિટલ ઇનોવેશન માટે વૈશ્વિક હબ બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે.આ સંદર્ભમાં ભારત સેમિકન્ડક્ટર મિશન,ઇન્ડિયા એઆઈ મિશન,નેશનલ ક્વોન્ટમ મિશન જેવી અગ્રણી પહેલો સાથે AI,IOT અને 5 G ટેકનોલોજી સાથે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઉદ્યોગો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા સજ્જ થયા છે. વડાપ્રધાનના દિશાદર્શન અને મુખ્યમંત્રી નેતૃત્વમાં ગુજરાત આ પરિવર્તન યાત્રામાં અગ્રેસર છે તેને વધુ વેગવંતી બનાવવામાં આ MOU એક વધુ સફળ કદમ બનશે.

– ગુજરાત સરકાર અને વર્લ્ડ લિડર જેબિલ વચ્ચે MOU
આ MOU પર જબીલ વતી ઓપરેશન ડાયરેક્ટર બી.એન.શુક્લા અને ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશનના
મનીષ ગુરવાણી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર અને ફ્રેડરિક મેકકોય,એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ,ગ્લોબલ વચ્ચે આ MOUનું આદાનપ્રદાન થયું હતું.
રાજ્યમાં GSEM નોડલ અમલીકરણ એજન્સી તરીકે ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં રોકાણની સુવિધા માટે સહયોગ આપે છે.આ MOU ઉચ્ચ-કુશળ નોકરીની તકો અને વિશ્વ-કક્ષાના ઉત્પાદનોનું ઉત્પાદન કરીને રાજ્યની ટેકનોલોજી ઇકોસિસ્ટમને મજબૂત કરશે. ધોલેરા SIR સરકાર દ્વારા હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગને ટેકો આપવા માટે ઉદ્યોગ-તૈયાર પ્લગ-એન્ડ-પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાર્યક્ષમ લોજિસ્ટિકલ ફ્રેમવર્ક સાથે વિકસાવવામાં આવી છે.તે વડાપ્રધાનની મેક ઇન ઈન્ડિયા પહેલને વેગ આપશે.

– જેબિલ ગુજરાતમાં 2027 સુધીમાં કાર્યક્ષેત્ર વિસ્તારશે
ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ અને એન્જીનિયરીંગ,મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઈન સોલ્યુશન્સ માં વર્લ્ડ લીડર જેબિલ વચ્ચે થયેલા આ MOU અનુસાર ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન DSIRમાં 1,000 કરોડ રૂપિયાના સંભવિત રોકાણોની નેમ જેબિલ ધરાવે છે.આ નવા યુનિટ સાથે જેબિલ અને ગુજરાત સરકાર સાથે મળીને નેટવર્કિંગ, કેપિટલ ગુડસ,ઓટોમોટિવ અને અન્ય વિષયમાં પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા આ MOU અન્વયે જેબિલ આગામી 2027 સુધીમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારવા અને અંદાજે 5,000 થી વધુ રોજગાર અવસરો પૂરા પાડવા પ્રતિબદ્ધ છે.આના પરિણામે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કેપેસિટીને વેગ મળતા નવું સ્કીલ ડેવલપમેન્ટ વિસ્તૃત બનશે.

– વિશ્વની ટોચની બ્રાન્ડ્સ માટે ગુજરાત વિશ્વસનીય ભાગીદાર
વિશ્વની ટોચની બ્રાન્ડ્સ માટે વિશ્વસનીય ભાગીદાર જેબિલ વ્યાપક એન્જિનિયરિંગ,ઉત્પાદન અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સ ઓફર કરે છે.સમગ્ર ઉદ્યોગોમાં 50 વર્ષથી વધુના અનુભવ અને વિશ્વભરમાં 100 થી વધુ સાઇટ્સના વિશાળ નેટવર્ક સાથે,સ્કેલેબલ અને કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ બંનેને પહોંચાડવા માટે સ્થાનિક કુશળતા સાથે તે વૈશ્વિક પહોંચને પણ જોડે છે.ગુજરાતમાં માઈક્રોન,ટાટા ઈલેક્ટ્રોનિક્સ,સીજી પાવર અને ક્રેઈન્સ જેવા ટેક્નોલોજી લીડર્સ દ્વારા સેમિકન્ડક્ટર કામગીરી સ્થાપિત કરવામાં આવી છે.ટાટા ગૃપની કંપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ TEPL ધોલેરા ખાતે ભારતની પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ બનાવી રહી છે.ભારતમાં જેબિલનું આયોજિત વિસ્તરણ ટેક્નોલોજી કંપનીઓ માટે ધોલેરામાં હવે અસાધારણ તકોના વિકાસને વેગ આપવા સાથોસાથ એક મજબૂત અને સિનર્જિસ્ટિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન પૂરૂ પાડશે.

આ MOU સાઈનીંગ અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી,સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અગ્રસચિવ મોના ખંધાર તેમજ વરિષ્ઠ અધિકારીઓ અને જેબિલ ના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Tags: Bhupendra patelCM BHUPENDRA PATELCM GUJARATDIGITEL INDIAGOVERMENT OF GUJARATJABILMOUPm ModiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય
આંતરરાષ્ટ્રીય

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય

ઉચ્ચ શિક્ષણમાં સુધાર અને જ્ઞાન અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ થકી ભારત શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર બનશે
આંતરરાષ્ટ્રીય

ઉચ્ચ શિક્ષણમાં સુધાર અને જ્ઞાન અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ થકી ભારત શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર બનશે

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય
આંતરરાષ્ટ્રીય

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

Latest News

ગુજરાત : 2 જુલાઈના રોજ અમદાવાદ સહિત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન,31 ડિસેમ્બર સુધી કાર્યકાળ લંબાવાયો

વિસાવદર પેટાચૂંટણી જીત્યા બાદ અરવિંદ કેજરીવાલ આજે મંગળવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.2 ટકાનો વધારો થયો,ગયા વર્ષે આ મહિનામાં 6.3 ટકા હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 2-3 જુલાઈના રોજ ઘાનાના પ્રવાસે જશે : MEA

અમરનાથ યાત્રા માટે જમ્મુ-શ્રીનગર હાઇવે પર પોલીસ,સેના અને CRPF દ્વારા મોક ડ્રીલ યોજાઈ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગોરખપુર પહોંચશે,મંગળવારે આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે

પાંચ વર્ષના લાંબા અંતરાલ પછી આજથી પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થશે

વિદેશમંત્રી ડો.એસ.જયશંકર ક્વાડ ગૃપ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠકમાં હાજરી આપવા અમેરિકા જશે

વારાણસી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ પેન્ડિંગ મોનિટરિંગ પિટિશન પર આજે સુનાવણી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.