હેડલાઈન :
- ગુયાના ખાતે ભારત-કૈરીકોમ સમિટને વડાપ્રધાન મોદીનું સંબોધન
- શિખર સંમેલનને સંબોધતા PM મોદીએ વિવિધ વિષયો પર કરી વાત
- “વિશ્વમાં માનવતાએ તણાવ અને કટોકટીનો સામનો કરવો પડ્યો”
- “વૈશ્વિક દક્ષિણના દેશો પર સૌથી મોટી અને સૌથી નકારાત્મક અસર”
- “ભારતનો કૈરીકોમ સાથે વહેંચાયેલા પડકારોનો સામનો કરવાનો પ્રયાસ”
- “મુખ્ય સાત સ્તંભો C,A,R,I,C,O,M એટલે કૈરિકોમ પર આધારિત પ્રસ્તાવ “
ગુયાના ખાતે ઇન્ડો-કૈરિઆટ સમિટ યોજાઈ હતી.આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં વૈશ્વિક કટોકટી સહિત કૃષ,ઉર્જા,પ્રર્યાવરણ જેવા વિષયો પર વાત કરી હતી.
– ગુયાના ખાતે ઇન્ડો-કૈરિઆટ સમિટમાં PM મોદીનું સંબોધન
ભારત-કૈરિકોમ સમિટને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,કે”હું કેરીકોમ પરિવારના તમામ સભ્યોને હૃદયપૂર્વક સ્વાગત કરું છું.આજે 5 વર્ષ અંતરાલ પછી આપણી આ બેઠક યોજાઈ રહી છે.તેમણે કહ્યુ આ 5 વર્ષમાં વિશ્વ છે ઘણા ફેરફારો જોયા જેમાં માનવતાએ ઘણા તણાવઅને કટોકટીનો સામનો કરવો પડ્યો છે, વૈશ્વિક દક્ષિણના દેશો પર સૌથી મોટી અને સૌથી નકારાત્મક અસર,તેથી ભારતે હંમેશાં કૈરિકોમ સાથે વહેંચાયેલા પડકારોનો સામનો કરવાનો પ્રયાસ કર્યો છે.”
– પ્રાકૃતિક ખેતી પર ભારતનું ધ્યાન
ભારત-કૈરીઆટ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું,” A એટલે કે કૃષિ અને ખાદ્ય સુરક્ષા,ડ્રોન,ડિજિટલ ખેતી,કૃષિ યાંત્રિકરણ,કૃષિમાં જમીનના પરીક્ષણ જેવી તકનીકોએ ભારતમાં કૃષિનું ચિત્ર બદલી નાખ્યું છે.નૈનો ફર્ટિલાઈઝર સાથે સાથે અમે પ્રાકૃતિક ખેતી પર પણ ધ્યાન આપી રહ્યા છીએ.તો R નો મતલબ નવિનિકણીય ઉર્જા અને જળવાયુ પરિવર્તન.પર્યાવરણ સાથે જોડાયેલ પડકારો આપણા સૌ માટે પ્રાથમિક વિષય છે.
– સાત સ્તંભો પર આધારિત પ્રસ્તાવ
ભારત -કૈરિકોમ શિખર સંમેલનમાં બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યુ કે છેલ્લી બેઠકમાં આપણે કેટલીયે નવી અને સકારાત્મક પહેલની ઓળખ છે.તેમણે કહ્યું કે મને ખુશી છે કે એના પર પ્રગતિ થઈ રહી છે. ભવિષ્યમા આપણા સહયોગને વધુ મજબૂત કરવા માટે હું કેટલાક પ્રસ્તાવ મુકવા માંગુ છુ જે મુખ્ય સાત સ્તંભો C,A,R,I,C,O,M એટલે કે કૈરિકોમ પર આધારિત છે.જેમાં C નો અર્થ ક્ષમતા નિર્માણ,ભારત છાત્રવૃત્તિ,પ્રશિક્ષણ અને ટેનિકલ સહાયતાના માધ્યમથી કૈરિકોમ દેશોની ક્ષમતા નિર્માણમાં યોગદાન આપતા રહ્યા છે. આજે હું આગળના 5 વર્ષ માટે ભારત દ્વારા આપવામાં આવી રહેલ હાઈટેક છાત્રવૃત્તિઓ માં 1000 સ્ટોલ વૃદ્ધીનો પ્રસ્તાવ મુકુ છુ.