Saturday, July 5, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 મી ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવતા કહ્યુ કે રાજ્યની ઉન્નતી માટે સામૂહિક અને સર્વગ્રાહી ચિંતન કરવાનો અવસર પૂરો પાડે છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 21, 2024, 08:28 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો સોમનાથમાં પ્રારંભ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો
  • ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પ્રેરક સંબોધન
  • “સામૂહિક અને સર્વગ્રાહી ચિંતન કરવાનો આ શિબિરમાં અવસર”
  • “ગુજરાતે વૈશ્વિક વિકાસની હરણફાળને વધુ ઉન્નત કરવા અભિગમ”
  • “ચિંતન મંથનથી આપણા વાણી-વર્તન-વ્યવહારમાં આવનારું પરિવર્તન”

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવતા કહ્યુ કે રાજ્યની ઉન્નતી માટે સામૂહિક અને સર્વગ્રાહી ચિંતન કરવાનો અવસર પૂરો પાડે છે.

#WATCH सोमनाथ: गुजरात के मुख्यमंत्री भूपेन्द्र पटेल सोमनाथ मंदिर में आयोजित चिंतन शिविर में शामिल हुए। pic.twitter.com/a6r4AR3lwq

— ANI_HindiNews (@AHindinews) November 21, 2024

– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો સોમનાથમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે,ગુજરાતે વિકાસની જે હરણફાળ ભરી છે તેને હજુ વધુ ઉન્નત ઊંચાઈએ પહોંચાડવાનું સામૂહિક અને સર્વગ્રાહી ચિંતન કરવાનો અવસર આ ચિંતન શિબિર પૂરો પાડે છે.મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે,જનકલ્યાણ અને લોકસેવા એ સરકારનો ધ્યેયમંત્ર છે અને નાના કર્મચારીથી માંડીને મંત્રી સુધી સૌ તે દિશામાં અહર્નિશ કાર્યરત છે.આવા કાર્યોને વધુ ઉત્તમ અને સફળ કઈ રીતે બનાવી શકાય તે માટેનું સામૂહિક મનોમંથન આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં થશે.

– લોકોના હિત માટે સાથે મળી કામ થાય તે ચિંતન શિબિરનું હાર્દ
મુખ્યમંત્રીએ કહ્યુ કે,લોકશાહી પ્રણાલીમાં પ્રજાના પ્રતિનિધિઓ,અધિકારીઓ,કર્મયોગીઓ સૌ સાથે મળીને પરિવાર ભાવથી એક બનીને કાર્ય કરે તો કેવા ઉત્તમ પરિણામો મળી શકે તે વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે સામૂહિક તાકાતથી આપણે પુરવાર કર્યુ છે.મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે,જો આફતના કપરા સમયે સૌ એક જૂટ થઈને કામ કરી શકે તો રોજ બરોજના કામકાજમાં પણ ટીમ સ્પિરીટથી પ્રજાના ભલા માટે,લોકોના હિત માટે સાથે મળીને કામકાજ થાય તે જ ચિંતન શિબિરનું સાચું હાર્દ છે. તેમણે વ્યક્તિગત જીવનમાં પણ ચિંતનના લાભાલાભ સમજાવતા કહ્યું કે, સૌએ ચિંતનની આદત કેળવવી જ જોઈએ અને દિવસભરના કામોનું આત્મમંથન, ચિંતન પણ દિવસના અંતે થવું જોઈએ. આના પરિણામે આપણા વાણી,વર્તન,વ્યવહાર અને કામકાજની પદ્ધતિમાં જે બદલાવ આવશે તે ‘સ્વ’ના અને સમાજના હિત માટે ઉપયોગી થશે તેવો મત મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે વ્યક્ત કર્યો હતો.

– મુખ્યમંત્રીએ સૌના મળી રહેલા સહયોગની સરાહના કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ,અધિકારીઓને પ્રેરણા આપતા કહ્યું કે, ત્રિદિવસીય ચિંતન શિબિરમાં સૌ એક થઈને,સાથે રહીને એવું ચિંતન કરીએ કે પ્રજાજનોને લોકોને કોઈ તકલીફ ન પડે,દુવિધા ન રહે તેવી પ્રશાસનિક સુશાસન વ્યવસ્થા સુનિશ્ચિત થાય.તેમણે અધિકારીઓને પોતાના વિભાગના કાર્યોમાં પોતિકા પણાનો ભાવ દાખવી સંપૂર્ણ નિષ્ઠા સાથે પ્રજાહિત માટે કર્તવ્યરત રહેવાની શીખ આપતા ઉમેર્યું કે,આપણી પાસે કોઈ કામ માટે આવતી વ્યક્તિ કે સામાન્ય માનવીને સંતોષ થાય,જો તેનું કામ ન થઈ શકે તેવું હોય તો પણ વિનમ્રતા-વિવેકથી ના કહી શકીએ તેવી કાર્યપદ્ધતિ આપણે ઊભી કરી છે તેને જાળવી રાખવાનું મંથન ચિંતન આ શિબિરના માધ્યમથી થવાનું છે.મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી ચિંતન શિબિરની આ પરંપરામાં ઉતરોત્તર નવા સોપાનો સર કરવામાં મંત્રીઓ,અધિકારીઓ,પદાધિકારીઓ સૌના મળી રહેલા સહયોગની પણ સરાહના કરી હતી.

– ચિંતન શિબિરની 11મી કડીમાં “લર્નિંગ એક્સપિરિયન્સીસ”નો નવો આયામ
ચિંતન શિબિર 2024ના સહભાગીઓને સંબોધતા રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે,આ ચિંતન શિબિર અમૃતકાળમાં યોજાઇ રહી છે.ચિંતન એ સતત ચાલતી પ્રક્રિયા છે કામ સાથે હેતુને જોડવાથી કામ વધુ આનંદદાયક અને પરિણામલક્ષી બની રહે છે. મુખ્ય સચિવે ચિંતન શિબિરમાં સામેલ અધિકારીઓ પાસે અપેક્ષા વ્યક્ત કરતા કહ્યું હતું કે,કર્મયોગ એ જ વિકાસનો પર્યાય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત-2047ના આહ્વાનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વિકસિત ગુજરાતના ધ્યેયને સિદ્ધ કરવા ચિંતન શિબિરના નિષ્કર્ષને સમાજની અંતિમ હરોળ સુધી લઈ જવો આવશ્યક છે.ચિંતન શિબિરની 11મી કડીમાં “લર્નિંગ એક્સપિરિયન્સીસ”નો નવો આયામ ઉમેરાયો છે. સ્થાનિક કક્ષાએ સહભાગિતા વધારીને ‘વર્કર નહીં, પણ લીડર’ના અભિગમથી સંકલ્પ સિદ્ધિ થઈ શકે છે.

વહિવટી સુધારણા પ્રભાગના અગ્રસચિવ હારિત શુક્લાએ ત્રિદિવસીય ચિંતન શિબિરની રૂપરેખા આપીને સૌને ચિંતન શિબિરમાં આવકારી જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં શરૂ કરાવેલ ચિંતન શિબિર લક્ષ્યકેન્દ્રીત વિચારણાની દિશામાં લઈ જાય છે.અગાઉની ચિંતન શિબિરોના મનોમંથનથી આજે વહીવટી તંત્ર દ્વારા રાજ્યમાં અનેક યોજનાઓની સફળ અમલવારી શક્ય બની છે

આ ચિંતન શિબિરના પ્રારંભે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત રાજ્ય સરકારના મંત્રીઓ, મુખ્યમંત્રીની મુખ્ય અગ્ર સલાહકાર ડૉ.હસમુખ અઢિયા,અધિક મુખ્ય સચિવો,વિવિધ ખાતાના વડાઓ,જિલ્લા કલેક્ટરો,જિલ્લા વિકાસ અધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

Tags: CHINTAN SHIBIRCM BHUPENDRA PATELGOVERMENT OF GUJARATPm ModiSLIDERSOMANATHSOMANATH TRUSTTOP NEWS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.