હેડલાઈન :
- બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટનો પર્થમાં પ્રારંભ
- પર્થ ટેસ્ટની પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ
- પહેલા દિવસે બંને દેશોના બોલરો છવાયેલા રહ્યા
- ભારત-ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ ધબડકો વાળ્યો
- પ્રથમ બેટિંગ કરતા ભારત 150 રને ઓલ આઉટ
- ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ભારતીય બોલરો સામે ધરાશાયી
- ઓસ્ટ્રેલિયાની ટીમ સાત વિકેટે 67 રન જ બનાવી શકી
પર્થ ટેસ્ટના પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ છે.જેમાં ઓસ્ટ્રેલિયા તેની પ્રથમ ઇનિંગમાં 67 રને 7 વિકેટ ગુમાવી છે,તો પહેલા બેટિંગ કરતા ભારત 150 રનમાં ઓલઆઉચ થયુ હતુ.
– પર્થ ટેસ્ટનો પહેલો દિવસ સમાપ્ત
પર્થમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરને શુક્રવારથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ છે.આ શ્રેણી બંને ટીમો માટે મહત્વપૂર્ણ છેભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.અને મેદાને ઉતરેલી ભારતીય ટીમનું બેટિંગ પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યુ હતુ.અને ધડાધડ વિકેટો પડી અને પ્રથમ દિવના લગભગ મધ્યાંતરે જ 150 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.ભારતીય ટીમ ઓલઆઉટ થયા બાદ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કાંગારુ ટીમના બેટ્સમેનોએ પણ ધબડકો વાળ્યો હતો.અને પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયન ટીમની માત્ર 67 રનમાં 7 વિકેટો પડી ગઈ હતી.ત્યારે કહી શકાય કે શ્રેણીની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે બંને ટીમોમાં બોલરોનો દબદબો રહ્યો હતો.જ્યારે બેટ્સમેનોનો રકાસ થયો હતો.
– ઓસ્ટ્રેલિયા હજુ ભારતથી 83 રનથી પાછળ
આપણે જોયુ તેમ પર્થ ટેસ્ટના પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે.ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં સાત વિકેટ ગુમાવીને 67 રન બનાવ્યા છે.ભારતે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા.આ મામલે ઓસ્ટ્રેલિયા હજુ પણ 83 રન પાછળ છે.ભારતીય બેટિંગ ફ્લોપ રહી અને 150 રનમાં ઓલઆઉટ થઈ ગયા પછી એવું લાગી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા કાબૂમાં છે,પરંતુ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ વધુ ખરાબ હતી.અત્યાર સુધી કોઈ કાંગારૂ બેટ્સમેન 20ના આંકને પાર કરી શક્યો નથી.જસપ્રીત બુમરાહે ભારત તરફથી અત્યાર સુધી ચાર વિકેટ ઝડપી છે.
– ઓસ્ટ્રેલિયાની ટીમનું ખરાબ બેટિંગ પ્રદર્શન
ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી.ત્રીજી ઓવરમાં જ બુમરાહે નાથન મેકસ્વીનીને LBW ઓઉટ કર્યો હતો.તે ફક્ત 10 રન બનાવી શક્યો હતો.આ પછી બુમરાહે ઉસ્માન ખ્વાજાને કોહલીના હાથે કેચ કરાવ્યો, પછીના જ બોલ પર સ્ટીવ સ્મિથને LBW આઉટ કરાવ્યો ખ્વાજાએ આઠ રન બનાવ્યા હતા અને સ્મિથ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો.ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ડેબ્યૂ કરીને ટ્રેવિસ હેડ ક્લીન બોલ્ડ થયો હતો.તે 11 રન બનાવી શક્યો હતો.આ સાથે જ મિશેલ માર્શ છ રન બનાવીને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. સિરાજ પછી લાબુશેનને LBW કર્યો તે 52 બોલમાં બે રન બનાવી શક્યો.ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને ભારતીય કેપ્ટન બુમરાહે પંતના હાથે કેચ કરાવ્યો હતો.તે ત્રણ રન બનાવી શક્યો હતો.હાલમાં એલેક્સ કેરી 19 રન અને મિચેલ સ્ટાર્ક છ રન બનાવીને અણનમ છે.બુમરાહ સિવાય મોહમ્મદ સિરાજે બે અને હર્ષિત રાણાને એક વિકેટ મળી હતી.
– ભારત 150 રનમાં ઓલ આઉટ
આ પહેલા ભારતનો પ્રથમ દાવ 150 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતીય ટીમના 11 બેટ્સમેન મળીને 50 ઓવર પણ બેટિંગ કરી શક્યા ન હતા.આખી ટીમ 49.3 ઓવરમાં સમેટાઈ ગઈ.નીતિશ રેડ્ડીએ સૌથી વધુ 41 રન બનાવ્યા.ઋષભ પંતે 37 રનની અને કે.એલ.રાહુલે 26 રનની ઇનિંગ રમી.ભારતની શરૂઆત ખરાબ રહી હતી.ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિકલ ખાતું ખોલાવ્યા વિના જ પરત ફર્યા હતા.વિરાટ કોહલી પાંચ રન બનાવીને આઉટ થય અને ધ્રુવ જુરેલ 11 રન બનાવીને આઉટ થયો.વોશિંગ્ટન સુંદર પણ ચાર રન બનાવી શક્યો તો પંત અને નીતિશે સાતમી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી હતી.પંતના આઉટ થતા જ ભારતીય દાવ 150 રન પર સમેટાઈ ગયો હતો.ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે ચાર વિકેટ ઝડપી હતી.જ્યારે મિચેલ સ્ટાર્ક,પેટ કમિન્સ અને માર્શને બે-બે વિકેટ મળી હતી.
SORCE : હિન્દુસ્તાન સમાચાર