હેડલાઈન :
- ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પેટા ચૂંટણી જંગ
- ગુજરાતની વાવ બેઠકની પેટા ચૂંટણીની મત ગણતરી
- ત્રિ-પાંખિયા જંગ વચ્ચે વાવ બેઠકની મત ગણતરી
- વાવ બેઠક પર રસાકસી ભર્યા જંગને અંતે ભાજપની જીત
- ભાજપના સ્વરૂપજી ઠાકોર પાતળી સરસાઈથી જીત્યા
– વાવ વિધાનસભા પેટા ચૂંટણીની વાત
ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીતી સાંસદ બનતા આ બેઠક ખાલી પડી હતી.જ્યાં હાલમાં જ એટલે કે 13 નવેબમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી.તેમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર,કોંગ્રેસ તફથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ તરીકે ભાજપમાંથી અલગ પડી માવજીભાઈ પટેલ ચૂંટણી લડતા ત્રિ-પાંખિયો જંગ ખેલાયો અને 70.55 ટકા ભારે મતદાન થયા બાદ આજે મત ગણતરી હાથ ધરાઈ હતી.
નોંધનિય છે કે બનાસકાંઠાની આ વાવ બેઠક એ સરહદી વિસ્તારની બેઠક છે.જ્યાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો દબદબો છે.તો બીજી તરફ ગત લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરનું પણ સ્થાનિક નેતા તરીકે પ્રભુત્વ જોવા મળે છે.તો અહીં ઠાકોર મતદારો પણ સવિશેષ છે.સાથે જ મહત્વની બાબાત એ છે કે આ પેટા ચૂંટણીમાં ભાજપથી અલગ પડી માવજીભાઈ પટેલ પણ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા હતા.તેઓ પણ ચૌધરી સમાજમાથી આવે છે.
– વાવ વિધાનસભા બેઠક પર ભાજપની જીત
ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની વાત કરીએ તો વાવ બેઠકની પેટા ચૂંટણીમાં ભારે રસાકસી સર્જાઈ હતી.પહેલાથી જ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ રહ્યા હતા.23 રાઉન્ડમાં થયેલી મત ગણતરીમાં 21 મા રાઉન્ડ સુધી કોંગ્રેના ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા હતા.પરંતુ 22માં રાઉન્ડમાં ચિત્ર બદલાયુ અને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર આગળ નિકળ્યા તો છેલ્લા 23માં રાઉન્ડને અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરે પાતળી સરસાઈથી જીત મેળવી હતી.જેથી ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યુ હતુ.
– વાવ બેઠક હતો ઉમેદવારો માટે પ્રતિષ્ઠાનો સવાલ
અહીં મહત્વની બાબાત એ રહી કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી એ ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ એમ ત્રણેય માટે વર્ચસ્વનો જંગ હતો.કારણ કે લોકસભામાં પછડાટ ખાધા બાદ ભાજપ માટે એ પ્રતિષ્ઠાનો સવાલ હતો.તો કોંગ્રેસ અને ખાસ કરીને સાંસદ ગેનીબેન ઠાકોર માટે વિજય જાળવી રાખવાનો પ્રશ્ન હતો.સાથે જ ભાજપથી અલગ થઈ અપક્ષ તરીકે ઉભા રહી ભાજપને હરાવવા માંગતા માવજીભાઈ પટેલ માટે અસ્તિત્વનો જંગ હતો.તેમા ભાજપે બેઠક પરત મેળવી શાખ મજબૂત કરી છે.તો ગેનીબેન તેમજ માવજીભાઈ પટેલના હાછ હેઠા પડ્યા છે.જોકે ભારે રસાકસી બાદ ભાજપને જીત મળી છે ત્યારે એકવાત સમજાય તેવી છે કે વાવની જનતાએ સરકાર સાથે રહેવાનું પસંદ કર્યુ છે પરંતુ જમીન પર રહી પ્રજાની સેવા કરવાનો સંકેત ત્રણેય ઉમેદવારોને સંકેત આપ્યો છે.