હેડલાઈન :
- મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે સાંજ સુધી થઈ શકે નિર્ણય
- એકનાથ શિંદેએ પોતાને CM પદની રેસ માથી અલગ કર્યા
- એકનાથ શિંદેના નિર્ણય બાદ ભાજપ માટે રસ્તો સાફ થયો
- શિવસેના પ્રમુખ એકનાથ શિંદે આજે સાંજે દિલ્હી પહોંચશે
- દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર પણ દિલ્હી પહોંચશે
- અમિત શાહની મહાયુતિના ત્રણેય નેતાઓની બેઠક યોજાશે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામને આજે મંજૂરી મળી શકે છે,કારણ કે સાંજે મહાયુતિના નેતાઓની અમિત શાહ સાથે મુલાકાત છે તેમાં બાબત સ્પષ્ટ થઈ શકે છે.
#WATCH नागपुर: महाराष्ट्र के पूर्व उपमुख्यमंत्री देवेंद्र फडणवीस ने कहा, " हमारी महायुति में कभी भी एक-दूसरे के प्रति कोई अलग मत नहीं रहा है। हमने हमेशा साथ बैठकर निर्णय लिए हैं…कुछ लोगों के मन में जो शंकाएं थीं, उनको दूर करने का काम एकनाथ शिंदे जी ने किया है। जल्द ही हम अपने… pic.twitter.com/pDj5qzCP6Q
— ANI_HindiNews (@AHindinews) November 27, 2024
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને ચાલતી અટકળો અંગે ગત રોજ થોડુ સ્પષ્ટીકરણ થયુ કારણ કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અકનાથ શિંદેએ પત્રકાર પરિષદ યોજીને પોતાને મુખ્યમંત્રી પદની રેમ માથી અલગ કરી આ અંગેનો નિર્ણય વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર રાખ્યો છે. ત્યારે એક વાત સ્પષ્ટ છે કે હવે ભાજપ માટે મુખ્યમંત્રી પદનો રસ્તો સાફ થઈ ગયો છે.
छत्रपति संभाजी नगर: महाराष्ट्र के पूर्व उपमुख्यमंत्री और एनसीपी प्रमुख अजित पवार ने कहा, "मैं कल दिल्ली जाऊंगा। सारी चर्चाएं वहीं होंगी…कल चर्चा के बाद अंतिम फैसला लिया जाएगा।" pic.twitter.com/lIfSb6DDdf
— ANI_HindiNews (@AHindinews) November 27, 2024
આ સંજોગોમાં હવે મુખ્યમંત્રીના આજે સાંજે નામ પર મંજૂરીની અંતિમ મહોર લાગી શકે છે.તમને જણાવી દઈએ કે શિવસેના પ્રમુખ એકનાથ શિંદે આજે લગભગ 4 વાગે દિલ્હી પહોંચશે.દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ દિલ્હી આવી રહ્યા છે.સાંજે 5.30 વાગ્યે અમિત શાહની સાથે મહાયુતિના આ ત્રણેય મહત્વના નેતાઓની બેઠક યોજાશે.
મહારાષ્ટ્રમાં મહાયુતિની ભવ્ય જીત બાદ હવે મુખ્યમંત્રીના નામ પર સતત મંથન ચાલી રહ્યું છે.ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહને મહારાષ્ટ્રના કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે આજે મુખ્યમંત્રીના નામને આખરી મંજૂરી મળી શકે છે.તમને જણાવી દઈએ કે શિવસેના પ્રમુખ એકનાથ શિંદે આજે લગભગ 4 વાગે દિલ્હી પહોંચશે.દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ દિલ્હી આવી રહ્યા છે.સાંજે 5.30 વાગ્યે અમિત શાહના સ્થાને મહાયુતિના ત્રણેય નેતાઓની બેઠક યોજાશે.આ પહેલા બુધવારે અમિત શાહ અને પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે વચ્ચે મુખ્યમંત્રીના નામ પર ચર્ચા કરવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
-શિંદેના નિવેદન બાદ તે ભાજપના સીએમ બનશે તે નિશ્ચિત
27 નવેમ્બરના રોજ,એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સમાં પોતાને મુખ્યમંત્રીની રેસમાંથી અલગ કરી દીધા છે.તેમણે કહ્યું કે પીએમ મોદી અને અમિત શાહે મને ખૂબ સપોર્ટ કર્યો છે.તેઓ જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું.ભાજપ જેને મુખ્યમંત્રી બનાવવા માંગે છે.શિવસેના તેમને સમર્થન આપશે.શિંદેના આ નિવેદન બાદ દિલ્હીથી મુંબઈ સુધી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મહારાષ્ટ્રના આગામી સીએમ ભાજપના જ હશે.હવે જોવાનું એ રહે છે કે ભાજપ આ જવાબદારી દેવેન્દ્ર ફડણવીસને સોંપે છે કે મહારાષ્ટ્ર,છત્તીસગઢ અને રાજસ્થાન જેવા કેટલાક નવા ચહેરાઓને તક આપે છે.
– મહારાષ્ટ્રની ચૂંટણીમાં મહાયુતિને પ્રચંડ જીત મળી
મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો પર 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને 23 નવેમ્બરે મતગણતરી થઈ હતી.પરિણામોમાં મહાયુતિની જીત થઈ.આ ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી અને 132 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો.શિડેનની શિવસેનાએ 57 બેઠકો અને અજિત પવારની એનસીપીએ 41 બેઠકો જીતી છે.આ ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી ગઠબંધન ખરાબ રીતે હારી ગયું હતું. ઉદ્ધવ જૂથને 20 બેઠકો મળી, કોંગ્રેસને 16 બેઠકો અને શરદ પવારની એનસીપીને માત્ર 10 બેઠકો મળી.