હેડલાઈન :
- મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો ભાજપે આપ્યો જવાબ
- કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે EVM ને બદલી બેલેટ લાવવું પડશે
- ભાજપનાસંબિત પાત્રાએ મલ્લાકાર્જુન ખડગેને આપ્યો જવાબ
- ” સંબિત પાત્રાએ કહ્યુ હા,અમે EVM થકી જ જીતીએ છિએ “
- “E” એટલે એનર્જી “V” એટલે ડેવલપમેન્ટ “M” એટલે હાર્ડ વર્ક’
- ભાજપ નેતા સંબિત પાત્રાએ કહ્યુ કોંગ્રેસની હાર RBM થી થાય
- “R” એટલે ‘રાહુલ “B”-બેકાર” M” એટલે મેનેજમેન્ટ’ના કારણે હાર
કોંગ્રેસની હારનું કારણ આરબીએમ,આર-રાહુલ,બી- બેકાર અને એમ- મેનેજમેન્ટ…’ભાજપે EVM પર કોંગ્રેસે ઉઠાવેલા સવાલનો જવાબ આપ્યો.
#WATCH दिल्ली: भाजपा सांसद संबित पात्रा ने कहा, "…मल्लिकार्जुन खरगे जी, प्रधानमंत्री मोदी के घर में EVM मशीन है। E-एनर्जी V-विकास M-मेहनत…प्रधानमंत्री मोदी मशीन की तरह काम करते हैं…हम (भाजपा) EVM की वजह से जीत रहे हैं…" pic.twitter.com/zL1pWjqk0e
— ANI_HindiNews (@AHindinews) November 27, 2024
– RBM એટલે રાહુલનું બેકાર મેનેજમેન્ટ : પાત્રા
ભાજપ સાંસદ અને પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે જી,પીએમ મોદીના ઘરમાં EVM મશીન છે.હા,અમે ભાજપવાળા EVM ના કારણે જીતી રહ્યા છીએ. જેમાં “ઈ” એટલે એનર્જી “વી” એટલે ડેવલપમેન્ટ “એમ” એટલે હાર્ડ વર્ક’ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મશીનની જેમ અતૂલનિય કામ કરે છે.જ્યારે કોંગ્રેસ “આર ” એટલે ‘રાહુલ “બી”-બેકાર ” એમ” એટલે મેનેજમેન્ટ’ના આમ કોંગ્રેસ રાહુલના બેકાર મેનેજમેન્ટના કારણે હારી રહી છે અને તેમને બદલવાની જરૂર છે.
– કોંગ્રેસને EVM,CBI,ન્યાયતંત્ર કે સરકાર નથી જોઈતી : પાત્રા
નોંધનિય છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા EVM પર ઉઠાવવામાં આવેલા સવાલ પર ભારતીય જનતા પાર્ટીએ વળતો પ્રહાર કર્યો અને રાહુલ ગાંધીને બદલવાની સલાહ આપી છે.બુધવારે ભાજપ હેડક્વાર્ટર ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં મહાયુતિએ નિર્ણાયક જીત મેળવી છે પરંતુ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. સ્વાભાવિક રીતે જ રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓના ચહેરા પર નિરાશા જોવા મળી રહી છે.જેમ કે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે EVM અમને જોઈતા નથી. ખડગે અને રાહુલ ગાંધીને હું કહું છું કે તમને ન્યાયતંત્ર,ચૂંટણી પંચ કે CBI પણ નથી જોઈતી.તમારા મતે ન્યાયતંત્ર કામ કરી રહ્યું નથી અને તમને તો આ સરકાર પણ જાઈતી નથી.
– EVM એટલે ઉર્જા,વિકાસ અને હાર્ડ વર્ક
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કટાક્ષ કરતા કહ્યું કેતેમની પાસે ઈવીએમ પર સવાલ ઉઠાવવાની ઉર્જા છે અને અમે વિકાસ માટે કામ કરીએ છીએ.આવો વિકાસ જેમાં અનુપમ મહેનતની જરૂર હોય છે.જેના કારણે ભાજપ જીતી રહ્યું છે.સંબિત પાત્રાએ કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે જી,પીએમ મોદીના ઘરમાં ઈવીએમ મશીન છે.હા,અમે ભાજપવાળા EVM ના કારણે જીતી રહ્યા છીએ. જેમાં “ઈ” એટલે એનર્જી “વી” એટલે વિકાર- ડેવલપમેન્ટ “એમ” એટલે હાર્ડ વર્ક’ પીએમ મોદી મશીનની જેમ કામ કરે છે.જ્યારે કોંગ્રેસની હાર RBM થી થાય છે,એટલે કે ” આર ” એટલે ‘રાહુલના “બી”-બેકાર ” એમ” એટલે મેનેજમેન્ટ’ના કારણે હારી રહ્યા છે.ભાજપના નેતાએ કહ્યું કે એટલે એમ કે સમસ્યા મશીનની નથી પરંતુ નેતૃત્વની છે.અમે ઠીક છીએ પણ રાહુલ ઠીક નથી તેથી આ બદલવાની જરૂર છે.
– કોંગ્રેસ એસસી-એસટી-ઓબીસી સમુદાયનું કરે છે અપમાન : પાત્રા
ભાજપ સાંસદ સંબિત પાત્રાએ કહ્યું,26 નવેમ્બરે બંધારણ દિવસ હતો અને બંધારણ દિવસના અવસર પર મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે અમારે ઈવીએમ હટાવીને બેલેટ પેપર પાછા લાવવા પડશે.મલ્લિકાર્જુન ખડગે જી,તમે EVM હટાવો કે ન હટાવો, પરંતુ જનતાએ લગભગ દરેક રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને સાઇડલાઈન કરી છે,જ્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિને જોરદાર જીત મળી છે,તો બીજી તરફ કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે.મને ખૂબ જ આશ્ચર્ય થયું કે મલ્લિકાર્જુન ખડગે જી જેવા વરિષ્ઠ નેતાએ ગઈ કાલે કહ્યું હતું કે ઈવીએમના કારણે એસસી-એસટી-ઓબીસી અને ગરીબોના મત વેડફાઈ રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીના લોકો વિચારે છે કે એસસી-એસટી-ઓબીસી સમુદાય એટલો અશિક્ષિત છે કે તેઓ ડોન છે.EVM માં મતદાન કેવી રીતે કરવું તે ખબર નથી? કોંગ્રેસની આવી વિચારસરણી એ SC-ST-OBC સમુદાયનું અપમાન છે.