હેડલાઈન :
- સંસદ ભવનમાં પ્રિયંકા ગાંધીએ સાંસદ તરીકે શપથ લીધા
- બંધારણની પુસ્તિકા હાથમાં રાખી પ્રિયંકા ગાંધીએ શપથ લીધા
- નાંદેડથી જીતેલા રવિન્દ્ર વસંતરાવ ચવ્હાણે સાંસદ તરીકે શપથ લીધા
- રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા બાદ વાયનાડ બેઠક ખાલી પડી
- પ્રિયંકા ગાંધી 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે વાયનાડની મુલાકાત લેશે
- પ્રિયંકા સાથે હવે સંસદમાં ગાંધી પરિવારના ત્રણ સભ્યો થયા
કેરળની વાયનાડ બેઠકથી પેટા ચૂંટણી જીતેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સંસદ ભવનમાં બંધારણની પુસ્તિકા સાથે શપથ ગ્રહણ કર્યા હતા.બાદમાં 30 નવેમ્બરે વિસ્તારની મુલાકાત લઈ શકે છે.
#WATCH कांग्रेस नेता प्रियंका गांधी वाड्रा ने आज लोकसभा में प्रवेश किया और संसद सदस्य के रूप में अपनी यात्रा की शुरुआत की।
(वीडियो सोर्स: एआईसीसी) pic.twitter.com/Qc4gppu09j
— ANI_HindiNews (@AHindinews) November 28, 2024
#WATCH कांग्रेस नेता प्रियंका गांधी वाड्रा ने लोकसभा में सांसद के रूप में शपथ ली।
(वीडियो सोर्स: संसद टीवी/यूट्यूब) pic.twitter.com/JMkkrbH92O
— ANI_HindiNews (@AHindinews) November 28, 2024
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આજે બુધવારે લોકસભામાં સાંસદ તરીકે શપથ લીધા હતા.તેમણે બંધારણનની પુસ્તિકા હાથમાં રાખીને પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા.શપથ ગ્રહણ સમારોહ પહેલા જ્યારે પ્રિયંકા ગાંધી ગૃહમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે તેમના ભાઈ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રિયંકાનો ફોટો લીધો હતો.આ દરમિયાન કોંગ્રેસના ઘણા સાંસદો પણ હાજર રહ્યા હતા.તો વળી તેમની સાથે નાંદેડ પેટાચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસના નેતા રવિન્દ્ર વસંતરાવ ચવ્હાણે લોકસભામાં સાંસદ તરીકે શપથ લીધા હતા.
#WATCH दिल्ली: कांग्रेस नेता प्रियंका गांधी वाड्रा अपनी मां और राज्यसभा सांसद सोनिया गांधी के साथ संसद पहुंचीं।
सांसद के तौर पर शपथ लेने से पहले उन्होंने कहा, "मैं बहुत खुश हूं।" pic.twitter.com/7ORxcPFsyX
— ANI_HindiNews (@AHindinews) November 28, 2024
પ્રિયંકા ગાંધી 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે તેમના મતવિસ્તાર વાયનાડની મુલાકાત લેશે.કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા વાયનાડમાં રોડ શો પણ કરી શકે છે.આ દરમિયાન રાહુલ ગાંધી પણ તેમની સાથે હાજર રહી શકે છે.નોંધનિય છે કે પ્રિયંકા ગાંધીએ વાયનાડ લોકસભા બેઠક પર પેટાચૂંટણીમાં જંગી મતોથી જીત મેળવી છે.પ્રિયંકા ગાંધીને 6 લાખ 22 હજાર 338 વોટ મળ્યા જ્યારે CPI ઉમેદવાર સત્યમ મોકેરી 2 લાખ 11407 વોટ સાથે બીજા ક્રમે રહ્યા.આ બેઠક પર ભાજપ ત્રીજા ક્રમે રહ્યુ હતુ.ભાજપના ઉમેદવાર નવ્યા હરિદાસને 1 લાખ 99939 મત મળ્યા હતા.
– રાહુલના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી.
લોકસભા ચૂંટણી 2024 માં, રાહુલ ગાંધી યુપીના રાયબરેલી અને કેરળના વાયનાડથી ચૂંટણી લડ્યા હતા અને રાહુલે બંને બેઠકો જીતી હતી. પરંતુ એક જ સાંસદ સીટ રાખી શકે છે. તેથી રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક સ્વીકારી અને વાયનાડથી રાજીનામું આપ્યું. આ બેઠક પર 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાઈ હતી અને 23 નવેમ્બરે જાહેર થયેલા પરિણામોમાં પ્રિયંકા ગાંધીનો વિજય થયો હતો. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધી પહેલીવાર સંસદ પહોંચ્યા છે.
– હવે સંસદમાં ગાંધી પરિવારના 3 સભ્યો થયા
ગાંધી પરિવારના ત્રણ લોકો હાલમાં સંસદમાં છે. જ્યાં રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે. જ્યારે તેમની માતા સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે અને હવે પ્રિયંકા ગાંધી લોકસભામાં પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે લોકસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ફરી વધીને 99 થઈ ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારોએ વાયનાડ અને નાંદેડ બેઠકો પર ફરી જીત મેળવી છે.
#WATCH दिल्ली: कांग्रेस महासचिव प्रियंका गांधी वाड्रा के सांसद के रूप में शपथ लेने पर कांग्रेस के राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खरगे ने कहा, "इससे हमें संसद में एक नई ऊर्जा और शक्ति मिली। वह अच्छी वक्ता हैं, हर चीज को वह अच्छी से समझती हैं और जनता की समस्या को उठाती हैं खासकर… pic.twitter.com/2LHhDpU2km
— ANI_HindiNews (@AHindinews) November 28, 2024
#WATCH दिल्ली: कांग्रेस महासचिव प्रियंका गांधी वाड्रा के सांसद के रूप में शपथ लेने पर कांग्रेस संसदीय दल की अध्यक्ष सोनिया गांधी ने कहा, "हम सभी खुश हैं और हमें गर्व है.." pic.twitter.com/tZWjSIbjR2
— ANI_HindiNews (@AHindinews) November 28, 2024
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સાંસદ તરીકે શપથ લીધા તેના પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “આનાથી અમને સંસદમાં એક નવી ઉર્જા અને શક્તિ મળી છે.તે એક સારા વક્તા છે,દરેક વસ્તુને સારી રીતે સમજે છે અને એક સારા વ્યક્તિ છે. તેઓ ખાસ કરીને મહિલાઓની સમસ્યાઓને ઉઠાવવામાં સક્ષમ છે, તેથી તે અમારા માટે ખુશીની વાત છે અને તેનાથી અમારી પાર્ટી, દેશ અને મહિલાઓને ફાયદો થશે.તો વળી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સાંસદ તરીકે શપથ લેવા પર, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું,”અમે બધા ખુશ છીએ અને અમને ગર્વ છે.