હેડલાઈન :
- ઉત્તરપ્રદેશના સંભલમાં આજનો દિવસ તંત્ર માટે પડકારરૂપ
- શુક્રવારની નમાજને લઈ તંત્ર સાબદુ,ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
- સંભલની જામા મસ્જિદ વિવાદ બાદ સર્વે દરમિયાન ભડકી હતી હિંસા
- સંભલમાં પોલીસ રાખી રહી છે તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર
- સ્થાનિક તંત્ર,નેતાઓ અને અગ્રણીઓની લોકોને શાતિ જાળવવા અપીલ
ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદ વિવાદ બાદ ભડકેલી હિંસા પછી આજનો દિવસ સ્થાનિક સરકાર અને વહિવટી તંત્ર માટે પડકાર રૂપ છે.ત્યારે શુક્રવારની નમાજને લઈ બંદોબસ્ત ગોઠવાયો છે.
#WATCH संभल, उत्तर प्रदेश: 24 नवंबर को शाही जामा मस्जिद सर्वे को लेकर हुई पत्थरबाजी की घटना के बाद उत्तर प्रदेश के संभल में शुक्रवार की नमाज से पहले इलाके में सुरक्षा बढ़ा दी गई है। RAF के जवान तैनात हैं। pic.twitter.com/gt4ARycXRU
— ANI_HindiNews (@AHindinews) November 29, 2024
#WATCH 24 नवंबर को शाही जामा मस्जिद सर्वे को लेकर हुई पत्थरबाजी की घटना के बाद उत्तर प्रदेश के संभल में सुरक्षा बढ़ा दी गई है। pic.twitter.com/YWRB6XK6Hu
— ANI_HindiNews (@AHindinews) November 29, 2024
– શુક્રવારની નમાજને લઈ ચુસ્ત બંદોબસ્ત
સંભલમાં શુક્રવારની નમાજને લઈને પોલીસ અને પ્રશાસન સંપૂર્ણપણે સતર્ક છે.કોઈપણ જગ્યાએ કોઈ શંકાસ્પદ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ શકે નહીં અને ભ્રામક અથવા ભડકાઉ ભાષણ સિવાયની કોઈ પોસ્ટ કરી શકાતી નથી. આ માટે,જિલ્લા મેજિસ્ટ્રેટે પહેલાથી જ જિલ્લામાં ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 163 હેઠળ પ્રતિબંધિત હુકમ લાદ્યો છે અને હવે જિલ્લા મેજિસ્ટ્રેટે શુક્રવારની નમાઝ અંગે પોલીસ અધિકારીઓ સાથે લગભગ 70 મેજિસ્ટ્રેટ તૈનાત કર્યા છે.
#WATCH उत्तर प्रदेश: चंदौसी के सर्किल ऑफिसर संतोष कुमार सिंह ने कहा, "पर्याप्त बल तैनात किया गया है। केवल अधिवक्ताओं को ही कोर्ट में प्रवेश की अनुमति होगी। निगरानी के लिए ड्रोन, कैमरे, हर चीज का इस्तेमाल किया जा रहा है।" pic.twitter.com/D4xIJdoykj
— ANI_HindiNews (@AHindinews) November 29, 2024
– પોલીસની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર
રેપિડ એક્શન ફોર્સની 2 કંપનીઓ અને ટેરિટોરિયલ આર્મ્ડ કોન્સ્ટેબલરી એટલે કે પીએસીની 15 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.10 જિલ્લાની પોલીસે સંભલમાં પડાવ નાખ્યો છે.એટલું જ નહીં એન્ટી રાઈટ સ્ક્વોડની ટીમ ખાસ તકેદારી રાખી રહી છે.આ વિસ્તારની દરેક ગતિવિધિઓ પર ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે.સંવેદનશીલ વિસ્તારોમાં બોડી કેમેરા સાથે પોલીસકર્મીઓ તૈનાત છે.પોલીસકર્મીઓ મસ્જિદની આસપાસના ઘરોની છત પર પણ દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે.પોલીસે સંભલમાં BNSની કલમ 163 લાગુ કરી છે. આ મુજબ 4 થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઈન્ટરનેટ સેવા પણ હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવી છે.
शुक्रवार की नमाज के लिए लोगों के एकत्र होने से पहले उत्तर प्रदेश के संभल में शाही जामा मस्जिद के प्रवेश द्वार पर मेटल डिटेक्टर लगाए गए। pic.twitter.com/46Wahp2uPr
— ANI_HindiNews (@AHindinews) November 29, 2024
– માત્ર સ્થાનિક લોકોને જ મસ્જિદમાં પ્રવેશ
શાહી જામા મસ્જિદની બહાર નમાઝ પઢવાની પરવાનગી આપવામાં આવી નથી.અધિકારીઓના જણાવ્યા અનુસાર,ફક્ત સ્થાનિક લોકોને જ મસ્જિદની અંદર પ્રવેશવાની અને પૂજા કરવાની મંજૂરી છે.મસ્જિદના તમામ દરવાજા પર મીટર ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે.
– સંભલમાં જન-જીવન પટરી પર આવ્યુ
યુપી પોલીસ આ બદમાશોની ઓળખ કરીને કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. સમાચાર છે કે આ બદમાશો પર NSA લાદવામાં આવી શકે છે.જો કે હિંસા બાદ સંભલમાં જનજીવન પાછું પાટા પર આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. બજારો ખુલી રહ્યા છે પરંતુ પહેલા જેવી ધમાલ દેખાતી નથી
– શાંતિ જાળવવા લોકોને અપીલ
નોંધનિય છે કે 24મી નવેમ્બરે સંભલમાં થયેલા હંગામા બાદ શહેરમાં સામાન્ય જનજીવન ધીમે ધીમે પાટા પર આવવાનું શરૂ થઈ રહ્યું છે.તે જ સમયે,ધાર્મિક નેતાઓએ પણ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપીને શાંતિ જાળવવાની અપીલ કરી છે, જેથી કામ તેના પાછલા સ્તર પર પાછા આવી શકે.તો વળી શહેર ઈમામ આફતાબ હુસેન વારસીએ પણ શાતિની અપીલ કરતા કહ્યુ કે હું તમામ લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવા અપીલ કરું છું. તમારી નજીકની મસ્જિદોમાં શુક્રવારની નમાજ અદા કરો. શહેર અને દેશ માટે પણ અલ્લાહને પ્રાર્થના કરો. અહીં-તહીંની વાતો પર ધ્યાન ન આપો, જેથી ત્યાં શાંતિ જળવાઈ રહે –
– સર્વે બાદ મસ્જિદમાં હિંસા ફાટી નીકળી હતી
સંભલની જામા મસ્જિદ અંગે હિન્દુ પક્ષનો દાવો છે કે અહીં હરિહર મંદિર હતું. હિન્દુ પક્ષે કોર્ટમાં અરજી દાખલ કરી અને કોર્ટે મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો.મસ્જિદનું સર્વેક્ષણ રવિવારે સવારે શરૂ થયું હતું અને 2 કલાકમાં પૂર્ણ થયું હતું. ત્યારબાદ મસ્જિદની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ અને આ લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો. બદમાશોએ ગોળીબાર કર્યો અને પોલીસ અને વહીવટી અધિકારીઓના વાહનોને પણ આગ ચાંપી દીધી.પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી.