હેડલાઈન :
- ઉત્તર પ્રદેશના સંભલ જામા મસ્જિદ વિવાદનો મામલો
- સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી
- ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના-સંજય કુમારની ખંડપીઠ
- જામા મસ્જિદ અને હરિહર મંદિરના મુદ્દે સુનાવણી
- સમગ્ર મામલે સુપ્રીમ કાર્ટે આપ્યા મહત્વના નિર્દેશ
- વધુ કોઈ આદેશ ન આપવા ટ્રાયલ કોર્ટને નિર્દેશ
દેશની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદ અને હરિહર મંદિરના મુદ્દા પર સુનાવણી હાથ ધરી હતી.જેમાં કોર્ટે મહત્વના નિર્દેશ આપ્યા.
દેશની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદ અને હરિહર મંદિરના મુદ્દા પર સુનાવણી હાથ ધરી હતી.નીચલી કોર્ટના આદેશ વિરુદ્ધ સુનાવણી દરમિયાન કોર્ટે ઘણી મહત્વપૂર્ણ અને કડક વાતો કહી છે.
દેશની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદ અને હરિહર મંદિરના મુદ્દા પર સુનાવણી હાથ ધરી હતી.નીચલી કોર્ટના આદેશ વિરુદ્ધ સુનાવણી દરમિયાન કોર્ટે ઘણી મહત્વપૂર્ણ અને કડક વાતો કહી છે.સુપ્રીમ કોર્ટે અરજદારને પૂછ્યું કે તે અગાઉ હાઈકોર્ટમાં કેમ ન ગયો, અને નીચલી અદાલતને પણ કોઈ આદેશ ન આપવા સૂચના આપી અને શાંતિ અને વ્યવસ્થા જાળવવાની વાત કરી.
– મસ્જિદ સમિતિની શું હતી દલીલો
ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને સંજય કુમારની ખંડપીઠે આ કેસની સુનાવણી કરતા ઘણા કડક નિર્દેશ આપ્યા છે. સુનાવણી દરમિયાન,મસ્જિદ સમિતિએ દલીલ કરી હતી કે જ્યારે કેસ માટે અરજી કરવામાં આવી હતી તે જ દિવસે સર્વેક્ષણનો આદેશ આપવામાં આવ્યો હતો.તેમજ પ્રથમ સર્વે પણ તે જ સાંજે કરવામાં આવ્યો હતો.જ્યારે મસ્જિદ કમિટી કાનૂની સલાહ લેવાની તૈયારી કરી રહી હતી, ત્યારે બીજા દિવસે સવારે એટલે કે 24 નવેમ્બરે બીજા સર્વેક્ષણ માટેની ટીમ ત્યાં પહોંચી જ્યાં નમાઝ અદા કર્યા પછી નમાઝીઓ એકઠા થયા હતા,તે દરમિયાન તેમને ત્યાંથી ચાલ્યા જવા માટે કહેવામાં આવ્યું અને બધી ઘટના બની.
– કોર્ટની મહત્વપૂર્ણ સૂચનાઓ
સુનાવણી દરમિયાન,સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટને નિર્દેશ આપ્યો કે જ્યાં સુધી મસ્જિદ સમિતિની અરજી સૂચિબદ્ધ ન થાય ત્યાં સુધી આ મામલે આગળ ન વધે.સુપ્રીમ કોર્ટે કમિટીને હાઈકોર્ટમાં ન જવા પાછળનું કારણ પણ પૂછ્યું હતું અને કમિશનરનો રિપોર્ટ સીલબંધ પરબીડિયામાં રાખવાનો કડક આદેશ પણ આપ્યો હતો અને જ્યાં સુધી કોર્ટમાં રજૂ ન થાય ત્યાં સુધી તેને ખોલવા નહીં દેવા જણાવ્યું હતું. હાઈકોર્ટને સૂચના આપવામાં આવી છે કે પિટિશન દાખલ કર્યાના ત્રણ દિવસમાં અરજીની સુનાવણી કરવામાં આવે. મસ્જિદના સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવા અને શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ જાળવવા સૂચના આપવામાં આવી છે.