Friday, May 16, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો.જેમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદી લિખિત ‘એક્ઝામ વોરિયર્સ’ સહિત ચાર પુસ્તકો ડિજિટલ પેમેન્ટથી ખરીદ્યા.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 30, 2024, 02:28 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024’નો પ્રારંભ
  • મુખ્યમંત્રીના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રારંભ
  • શિક્ષણ મંત્રાલય-નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી AMCનું આયોજન
  • PM મોદી લિખિત ‘એક્ઝામ વોરિયર્સ’ સહિત ચાર પુસ્તકો ખરીદ્યા
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડિજીટલ પેમેન્ટ થકી પુસ્તકો ખરીદ્યા
  • છેલ્લા 12 વર્ષથી અમદાવાદ ખાતે યોજાય છે આ પુસ્તક મેળો

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો.જેમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદી લિખિત ‘એક્ઝામ વોરિયર્સ’ સહિત ચાર પુસ્તકો ડિજિટલ પેમેન્ટથી ખરીદ્યા.

अहमदाबाद | गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने अहमदाबाद नगर निगम द्वारा आयोजित साबरमती रिवरफ्रंट पर 'अहमदाबाद अंतर्राष्ट्रीय पुस्तक महोत्सव 2024' का उद्घाटन किया। मुख्यमंत्री ने डिजिटल भुगतान के जरिए प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा लिखी गई 'एग्जाम वॉरियर्स' समेत 4 किताबें… pic.twitter.com/oDpZgWNJDr

— ANI_HindiNews (@AHindinews) November 30, 2024

– અમદાવાદ ખાતે પુસ્તક મેળાનો પ્રારંભ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024’નો પ્રારંભ કરાવ્યો હતો.

– મુખ્યમંત્રીએ ડિજીટલ પેમેન્ટથી પુસ્તકો ખરીદ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ નેશનલ બુક ફેરમાંથી વિવિધ પુસ્તકો ખરીદ્યા હતા. મુખ્યમંત્રીએ મધર ઓફ ડેમોક્રેસી -ઇન્ડિયા,વેદ કલ્પતરુ,સામૂહિક હિત કા દીપ જલે (મન કી બાત @૧૦૦) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિખિત એક્ઝામ વોરીયર્સ જેવા પુસ્તકો ડિજિટલ પેમેન્ટ વડે ખરીદ્યા હતા.આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિદ્યાર્થીઓને ‘સમૃદ્ધ ભારત માટેના પાંચ વચન’નાં પ્રમાણપત્ર તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લિખિત બુક ‘એક્ઝામ વોરિયર્સ’ બાળકોને આપવામાં આવી હતી.

– અમદાવાદના મહાનુભાવોની હાજરી

આ પ્રસંગે અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભા જૈન,શહેરના ધારાસભ્યો અમિત શાહ, હર્ષદ પટેલ, જીતુભાઈ પટેલ, અમિત ઠાકર, અમુલ ભટ્ટ,ડેપ્યુટી મેયર જતીન પટેલ,સ્ટે.કમિટીના ચેરમેન દેવાંગ દાણી,મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસન,ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા,નેશનલ બુક ટ્રસ્ટના ચેરમેન મિલિંદજી તથા મ્યુનિ.કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

– 12 વર્ષથી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન 

અત્રે ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં વાંચન અને સાહિત્યના સુયોગ્ય પ્રસાર થકી આવનારી પેઢી બૌદ્ધિક રીતે સક્ષમ બને અને સશક્ત સમાજનું નિર્માણ થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ‘વાંચે ગુજરાત’ અભિયાનની શરૂઆત કરાવી હતી.જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં 12 વર્ષથી ‘અમદાવાદ નેશનલ બુક ફેર’ નામથી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે.અત્યાર સુધી યોજાયેલા ‘અમદાવાદ નેશનલ બુક ફેર’ના તમામ સંસ્કરણોને અમદાવાદ સહિત રાજ્યભરના પુસ્તકરસિકો અને સાહિત્યપ્રેમીઓનો અનેરો પ્રતિસાદ સાંપડ્યો છે.

– હેરિટેજ સિટીને સાહિત્ય ક્ષેત્રે વિશ્વ ફલક પર મુકવાનો ઉદ્દેશ 

હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ સાથે વાંચે ગુજરાત 2.0 અંતર્ગત 30 નવેમ્બરથી 8મી ડિસેમ્બર સુધી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ યોજાશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટનો સહયોગ સાંપડતા અમદાવાદ નેશનલ બુક ફેર હવે આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરીને પહેલી વખત ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ તરીકે યોજાઈ રહ્યો છે.આ સમગ્ર આયોજનમાં 100થી વધુ સાહિત્યિક કાર્યક્રમો,300થી વધુ પ્રકાશકોના સ્ટોલ સહિત 1000થી વધુ પ્રકાશકોનાં પુસ્તકો સાથે અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ગુજરાત સહિત દેશભરના પુસ્તકરસિકો અને સાહિત્યપ્રેમીઓ માટે સાહિત્યનું સરનામું બની રહેશે. આ સાથે ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં મુલાકાતીઓ માટે લેખક મંચ,પ્રજ્ઞા શિબિર,જ્ઞાન ગંગા,રંગમંચ,અભિકલ્પ સહિતના આકર્ષણો ઉપલબ્ધ રહેશે.

અમદાવાદઅમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં સ્પેન,શ્રીલંકા,પોલેન્ડ,ડેન્માર્ક,સ્કોટલેન્ડ,સિંગાપોર,યુ.એ.ઈ.જેવા દેશોના વક્તાઓ તથા પ્રખ્યાત ગુજરાતી લેખકો શ્રોતાઓનું માર્ગદર્શન કરશે.જેમાં પદ્મશ્રી રઘુવીર ચૌધરી,પદ્મશ્રી કુમારપાળ દેસાઈ,પદ્મશ્રી જગદીશ ત્રિવેદી,પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ,મોનિકા હલાન,રામ મોરી,ઇ. વી.રામાકિશન,સૌરભ બજાજ,વિલિયમ ડેલરિમ્પલ,ગિલેર્મો રોડ્રિગ્ઝ માર્ટિન, મોનિકા કોવાલેસ્કો-સુમોવ્સ્કા અને મેટ્ટ જ્હોન્સન જેવા ખ્યાતનામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાહિત્યકારો, લેખકો અને વક્તાઓ વિવિધ વિષયો પર શ્રોતાઓ સાથે સંવાદ સાધશે.

Tags: AhmedabadBOOK FETIVAL-2024CM BHUPENDRA PATELGOVERMENT OF GUJARATPm ModiSABARMATISLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.