હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘પઢાઈ ભી,પોષણ ભી’નો ધ્યેય
- પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લઈ રાજ્ય સરકારની યોજના
- મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી સાકાર કરવા અભિગમ
- મધ્યાહન ભોજન ઉપરાંત શાળાના બાળકોને અપાશે અલ્પાહાર
- શાળાના વિદ્યાર્થીઓને કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે
- મધ્યાહ્ન ભોજન યોજનાના માનદ વેતન ધારકોને 50 ટકાનો વધારો
- પૌષ્ટિક અલ્પાહારનો નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
આ યોજના અંતર્ગત રાજ્યની 32,277 સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ…
— CMO Gujarat (@CMOGuj) December 2, 2024
– મધ્યાહન ભોજન સાથે બાળકોને અપાશે પૌષ્ટિક અલ્પાહાર
રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ-8 સુધીના વિદ્યાર્થીઓને પી.એમ.પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” દ્વારા આપવામાં આવશે.મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના નામાભિધાન સાથે શરૂ થનારી આ નવી યોજના હેઠળ રાજ્યની 32,277 શાળાના અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર પીરસવામાં આવશે.
રાજ્યના આદિજાતિ વિસ્તારના બાવન તાલુકા તથા બિન આદીજાતિ વિસ્તારના 29 વિકાસશીલ તાલુકાની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળામાં બપોરના ભોજન ઉપરાંત દૂધ સંજીવની યોજના અન્વયે 200 મિલિગ્રામ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે.આવા 81 તાલુકાઓની 12,522 શાળાઓમાં નોંધાયેલા 15.50 લાખ વિદ્યાર્થીઓને પી.એમ.પોષણના બપોરના ભોજન પછીની નાની રિસેસમાં આ પૌષ્ટિક અલ્પાહાર અપાશે.
– સુપોષિત ગુજરાત મિશન હેઠળ રાજ્ય સરકારની યોજના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં સુપોષિત ગુજરાત મિશન હેઠળ રાજ્યની પોષણલક્ષી યોજનાઓ વધુ સુદ્રઢ કરીને તેનો વ્યાપ વિસ્તારવા આ પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવામાં આવશે.રાજ્યમાં પી.એમ. પોષણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને અપાતા કેલરી-પ્રોટીનયુક્ત ગુણવત્તાસભર બપોરના ભોજન ઉપરાંત આ નવી યોજનામાં સપ્તાહ દરમિયાન ખાંડેલા સીંગદાણા સહિતની સુખડી,ચણા ચાટ,મિક્સ કઠોળ તથા શ્રી અન્નમાંથી બનાવેલી ખાદ્ય સામગ્રી અલ્પાહાર સ્વરૂપે અપાશે.
– મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના
આ હેતુસર મટીરીયલ કોસ્ટ માટે રૂ. 493 કરોડ તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની વધારાની કામગીરી માટે માનદવેતન ધારકોને 50 ટકા માનદવેતન વધારા માટે રૂ. 124 કરોડ મળીને સુપોષિત ગુજરાત મિશન હેઠળમાટે સમગ્રતયા વાર્ષિક રૂ. 617કરોડનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.તદ્અનુસાર,પી.એમ.પોષણ યોજનાના માનદવેતનધારક સંચાલકને હવે રૂ.4500નું માસિક માનદવેતન, 26 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક રૂ.3750 તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક રૂ.1500માનદવેતન આપવામાં આવશે.આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો અમલ થવાથી સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના શિક્ષણ સહ પોષણ,આરોગ્ય અને શારીરિક સૌષ્ઠવના માપદંડો પર મોટી હકારાત્મક અસરો પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત @ 2047ના કરેલા આહવાનમાં વિકસિત ગુજરાતના નિર્માણથી રાજ્યને અગ્રેસર રાખવા ભાવિ સ્વસ્થ-તંદુરસ્ત અને સુપોષિત પેઢી તૈયાર કરવામાં આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી ગુજરાત દેશનું દિશાદર્શક બનશે.