હેડલાઈન :
- ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો સ્નેહમિલન કાર્યક્રમ
- સી.આર.પાટીલના સ્નેહમિલન પ્રસંગે વડાપ્રધાન મોદી હાજર રહ્યા
- સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ રહ્યા હાજર
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યો પણ સ્નેહ મિલનમાં રહ્યા હાજર
- પાટીલે ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવાના સંકેત આપ્યા
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નિવાસ સ્થાને સ્નેહમિલન યોજાયુ જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ,રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ હાજરી આપી.
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी, केंद्रीय मंत्री सीआर पाटिल के आवास पर गुजरात के सभी सांसदों, विधायकों और NDA नेताओं के साथ "स्नेह मिलन" रात्रिभोज में शामिल हुए। इस दौरान केंद्रीय गृह मंत्री अमित शाह, केंद्रीय मंत्री अश्विनी वैष्णव, एस. जयशंकर और जे.पी. नड्डा भी मौजूद… pic.twitter.com/fGWjuPXwv5
— ANI_HindiNews (@AHindinews) December 4, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના ઘરે સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી.જેમાં ગુજરાતના તમામ સાંસદો,ધારાસભ્યો અને NDA નેતાઓ સાથે “સ્નેહ મિલન” રાત્રિભોજનમાં હાજરી આપી હતી.તો ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના પ્રમુખ જે.પી.નડ્ડા,શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા,કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા.પીએમ મોદીએ મહેમાનો સાથે વાતચીત કરી અને કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકો સાથે ગૃપ ફોટો પડાવ્યો હતો.આ કાર્યક્રમ માટે ગુજરાતના ભાજપના ધારાસભ્ય અને નેતાઓ પણ દિલ્હી ગયા હતા.
– ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવાનો સંકેત
થોડા દિવસ પહેલાં જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠનના માળખામાં ધરખમ ફેરફારના સંકેત મળ્યા હતા.10 દિવસ પહેલા આ સંકેત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા જ આપવામાં આવ્યા હતા. વાવ પેટાચૂંટણીમાં જીત બાદ સુરતમાં એક કાર્યક્રમમાં સંગઠનમાં ફેરફાર અંગેની વાત કરતા સૌ ચોંકી ઊઠ્યા હતા.આ સાથે જ પાટીલે પોતાની વિદાયના સંકેત આપતા કહ્યું હતું કે,મેં બે વાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઇએ.મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે.નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને મળી છે.જેમને તક મળશે એમને એડવાન્સમાં અભિનંદન આપું છું.અને જેમણે મારી સાથે કામ કર્યું તે બધાનો આભાર પણ વ્યક્ત કરું છું.
– ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થઈ શકે!
ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલની વરણી થઈ ગયા બાદ 3 વર્ષ માટે તેમને પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવી હતી,પરંતુ ભાજપના બંધારણ મુજબ 3 વર્ષ બાદ પણ તેમને વધુ કામ કરવાની પ્રદેશ અધ્યક્ષ તરીકે તક મળી હતી.તેમના નેતૃત્વમાં ભાજપને વિધાનસભા,જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને કોર્પોરેશનમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને ભવ્ય વિજય અપાવ્યો હતો.