હેડલાઈન :
- દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા
- મહારાષ્ટ્રના આઝાદ મેદાન ખાતે યોજાઈ શપથવિધી
- રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને શપથ લેવડાવ્યા હતા
- અજીત પવાર અને એકનાથ શિંદે બન્યા નાયબ મુખ્યમંત્રી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથવિધિ સમારોહમાં સહભાગી થયા
- રાજકીયફિલ્મ-રમત જગતની અનેક હસ્તીઓ પણ હાજર
- NDA સાશિત રાજ્યોના મુખ્યમંત્રીઓ શપથવિધિમાં હાજર રહ્યા
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડનવીસે હોદ્દો અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા.તો નાયબ મુખ્યમંત્રી તરીકે અજીત પવાર અને એકનાથ શિંદેએ પણ શપથ લીધા હતા.રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને શપથ લેવડાવ્યા હતા.
#WATCH मुंबई: देवेंद्र फडणवीस ने महाराष्ट्र के मुख्यमंत्री पद की शपथ ली।
शपथ ग्रहण समारोह में प्रधानमंत्री नरेंद्र मोदी, केंद्रीय गृह मंत्री अमित शाह, भाजपा के राष्ट्रीय अध्यक्ष जे.पी. नड्डा, रक्षा मंत्री राजनाथ सिंह, उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ और NDA शासित… pic.twitter.com/W3fkVhbFti
— ANI_HindiNews (@AHindinews) December 5, 2024
मुंबई: शिवसेना प्रमुख एकनाथ शिंदे ने महाराष्ट्र के उपमुख्यमंत्री पद की शपथ ली। pic.twitter.com/fTfGSDP85E
— ANI_HindiNews (@AHindinews) December 5, 2024
मुंबई: एनसीपी प्रमुख अजित पवार ने महाराष्ट्र के उपमुख्यमंत्री पद की शपथ ली। pic.twitter.com/DO5k6zvBDQ
— ANI_HindiNews (@AHindinews) December 5, 2024
– દેવેન્દ્ર ફડણવીસે ત્રીજી વખત મુખ્યમત્રી તરીકે શપથ લીધા
ભાજપની આગેવાની હેઠળ મહારાષ્ટ્રમાં હવે નવા મુખ્યમંત્રી તરીકે તાજપોશી થઈ છે અને નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધા હતા.તેમણે ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા.તો નાયબ મુખ્યમંત્રી તરીકે અજીત પવાર અને એકનાથ શિંદેએ પણ શપથ લીધા હતા.શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત NDA સાશિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. સાથે જ ફિલ્મ-રમત જગતની અનેક હસ્તીઓ પણ જોડાઈ હતી.
#WATCH प्रधानमंत्री मोदी ने महाराष्ट्र के मुख्यमंत्री पद की शपथ लेने पर देवेंद्र फडणवीस को बधाई दी। pic.twitter.com/XG3kiymQhJ
— ANI_HindiNews (@AHindinews) December 5, 2024
– આઝાદ મેદાન અભેદ કિલ્લામાં ફેરવાયું
દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે 5 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.ત્યારે આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહને લઈ ફડણવીસના રાજ્યાભિષેક માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.મુંબઈનું આઝાદ મેદાન અભેદ કિલ્લામાં ફેરવાઈ ગયું.4 હજારથી વધુ પોલીસકર્મીઓ ફરજ પર મુકાયા છે.
– ત્રીજી આંખ દ્વારા સતત નજર
શપથ ગ્રહણ સમારોહમાં પાંચ એડિશનલ કમિશનર,15 ડેપ્યુટી એસપી, 700 અધિકારીઓ અને 3 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહ્યા હતા.SRPFની 05 ટીમો પણ તૈનાત કરાયા હતા.આઝાદ મેદાનમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી અને ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું.આ ઉપરાંત 8 હજારથી વધુ સીસીટીવી કેમેરાથી કાર્યક્રમની સુરક્ષા પર નજર રાખવામાં આવી હતી.શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ભીડમાં મહિલાઓની સુરક્ષા માટે મહિલા અધિકારીઓ અને કોન્સ્ટેબલોને પેટ્રોલિંગ વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવી છે.તેમાં 400થી વધુ પેટ્રોલિંગ મોબાઈલ તૈનાત છે.સુરક્ષા માટે SRPF, ક્વિક રિસ્પોન્સ ટીમ, રાયોટ કંટ્રોલ ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ હાજર રહ્યા હતા.