Friday, May 16, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે રહેવા તૈયાર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રવી કૃષિ મહોત્સવ-2024 નો રાજ્ય વ્યાપી પ્રારંભ સરદાર કૃષિનગર દાંતીવાડાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો,કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Dec 6, 2024, 04:41 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ગુજરાતમાં આજથી રવી કૃષિ મહોત્સવ-2024 શરૂ
  • બે દિવસીય રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવનો પ્રારંભ
  • CM ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના દાંતિવાડાથી કરાવ્યો પ્રારંભ
  • ખેડૂતોનું સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માન કરાયુ
  • પ્રગતિશીલ ખેડૂતોનું આત્મા બેસ્ટ ફાર્મરના એવોર્ડ મન્માન થયુ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2005થી શરૂ કરાવ્યો હતો કૃષિ મહોત્સવ
  • ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા
  • રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે : CM ભૂપેન્દ્ર પટેલ
  • “કૃષિ ક્રાંતિમાં દેશનું દિશાદર્શન કરનારું રાજ્ય બનાવવાનો ધ્યેય”

રવી કૃષિ મહોત્સવ- 2024 નો રાજ્ય વ્યાપી પ્રારંભ સરદાર કૃષિનગર દાંતીવાડાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના ધરતીપુત્રોને આધુનિક ખેતી પદ્ધતિ અંગેના માર્ગદર્શન તેમજ સરકારની કૃષિલક્ષી અને ખેડૂત કલ્યાણ માટેની યોજનાઓ અંગેની માહિતીનો સ્ત્રોત એટલે 'કૃષિ મહોત્સવ'.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં સમૃદ્ધ ખેતી, ખુશહાલ ખેડૂતના સંકલ્પ સાથે આજથી સમગ્ર રાજ્યમાં શરૂ થયો… pic.twitter.com/Knsbq3SEMX

— CMO Gujarat (@CMOGuj) December 6, 2024

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, બનાસકાંઠાથી બે-દિવસીય 'રવિ કૃષિ મહોત્સવ-2024'નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે કૃષિ વિભાગની વિવિધ યોજનાકીય… pic.twitter.com/LYshsCbGpK

— CMO Gujarat (@CMOGuj) December 6, 2024

– રવી કૃષિ મહોત્સવ-2024 નો રાજ્ય વ્યાપી પ્રારંભ 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવી કૃષિ મહોત્સવ-2024 નો રાજ્ય વ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિ નગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે,રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે.તેમણે કહ્યું કે,ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસની ઈચ્છાશક્તિ હોય તો કેવા મોટા બદલાવો લાવી શકાય તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં ગુજરાતે જ્યોતિગ્રામ યોજનાથી સતત વીજળી, સિંચાઈ વ્યવસ્થાપનથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી વગેરે આપીને પુરવાર કર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘લેબ ટુ લેન્ડ’ના એપ્રોચ સાથે ગુજરાતમાં શરૂ કરેલ કૃષિ મહોત્સવથી ધરતીપુત્રોને સમૃદ્ધિની નવી દિશા પ્રાપ્ત થઈ છે. તેમણે સર્વે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લઈને ગાય આધારિત પ્રાકૃતિક… pic.twitter.com/uPLhyBgGLE

— CMO Gujarat (@CMOGuj) December 6, 2024

– વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલા કૃષિ મહોત્સવની સફળતાથી સાકાર 

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે,કૃષિ ક્રાંતિમાં દેશનું દિશાદર્શન કરનારું રાજ્ય બનાવવાનો ધ્યેય વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલા કૃષિ મહોત્સવની સફળતાથી સાકાર થયો છે.ખેડૂત પોતાના ખેતરમાં કયો પાક લઈ શકે તેમજ કૃષિમાં વેલ્યુ એડિસન સહિતની સમજ તથા માર્ગદર્શન આવા કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સામે ચાલીને આપે છે.આ ઉપરાંત ડ્રોનનો ખેતીમાં ઉપયોગ અને ફાર્મ મિકેનીઝમને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી ખેડૂતોને આ માટે પણ સહાય આપે છે તેનો લાભ લેવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.
એટલું જ નહીં,કમોસમી વરસાદ-વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે ખેડૂતોના પાકને થતા નુકશાન સામે પણ રાજ્ય સરકાર કૃષિરાહત પેકેજની ઉદારતમ સહાયથી સતત મદદરૂપ થાય છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

– કુદરતી આફતથી પાકને થયેલા નુકશાન સામે ખેડૂતોને રૂ.1419 કરોડનું જે પેકેજ 

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે,તાજેતરમાં કમોસમી વરસાદ-વાવાઝોડાની આફતથી પાકને થયેલા નુકશાન સામે ખેડૂતોને રૂ.1419 કરોડનું જે પેકેજ સરકારે આપ્યું છે તેમાંથી 1200 કરોડ જેટલી રકમ ચૂકવી પણ આપી છે.મુખ્યમંત્રી કૃષિએ મહોત્સવો ટેકનોલોજી યુક્ત આધુનિક ખેતી માટે દિશાદર્શક બન્યા છે તેની ભૂમિકા આપવા સાથે એમ પણ જણાવ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમય કરતાં આગળનું વિચારીને પ્રાકૃતિક ખેતી માટે આહવાન કર્યું છે.

– પ્રાકૃતિક ખેતી વધુને વધુ ધરતીપુત્રો અપનાવે તેવું પ્રેરક સૂચન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને એક-બે એકરથી શરૂ કરીને આ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારતા જઈ જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વધુને વધુ ધરતીપુત્રો અપનાવે તેવું પ્રેરક સૂચન પણ કર્યું હતું.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીનું જે અભિયાન ચલાવ્યું છે તેના પરિણામે અત્યાર સુધીમાં રાજ્યના અંદાજે 9.85 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ ખેતી માટે સિંચાઈ અને વીજળીની મહત્તા વર્ણાવતા એમ પણ જણાવ્યું કે,દિવસે વીજળી આપવાની ખેડૂતતોની માંગણી અંગે રાજ્ય સરકાર આયોજન બદ્ધ રીતે આગળ વધી રહી છે.આગામી 6 થી 8 મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવાની નેમ પણ ભૂપેન્દ્ર પટેલે દર્શાવી હતી.

– રવી કૃષિ મહોત્સવ રાજ્યના 246 થી વધુ તાલુકામાં યોજાશે

રવી કૃષિ મહોત્સવ 6 અને 7 ડિસેમ્બર દરમિયાન રાજ્યના246 થી વધુ તાલુકામાં યોજાવાનો છે. આ કૃષિ મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને પોતાની આગવી કોઠાસુઝથી કૃષિ ક્ષેત્રે કરેલા સંશોધન માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.આ અવસરે કૃષિ ક્ષેત્રે નવીનતમ ટેકનોલોજીની જાણકારી આપતી માહિતી પુસ્તિકાનું વિમોચન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓના 11.48 લાખના લાભ-સહાય વિતરણ પણ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ કર્યા હતા.

– સરકારે ખેડૂતોના હિતમાં અનેક નિર્ણય લીધા

કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે,સરકારે ખેડૂતોના હિતમાં અનેક નિર્ણય લીધા છે. અનેક યોજનાઓ અમલી બનાવી નાણાંકીય સહાય સહિત કૃષિ મેળાઓ થકી માર્ગદર્શન પણ આપવામાં આવે છે. કૃષિ તજજ્ઞો દ્વારા નવા સંસાધનો,નવા બિયારણો,ખેતીમાં વધુ ઉપજ,ઓછા ખર્ચે થતી ખેતી સહિત પ્રાકૃતિક ખેતીને સરકારે પ્રોત્સાહન આપ્યું છે.ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવ જાહેર કરીને પડતર કિંમતના 50 ટકાથી વધુ રકમ ચૂકવે છે. તાજેતરમાં મગફળી,મગ,અડદ અને સોયાબીનની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે.મગફળીની ખરીદી માટે160 ખરીદ કેન્દ્રો ઉભા કરીને ટેકાના ભાવે ખરીદી ચાલું કરી છે.ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા તમામ યાંત્રિક સાધનો પર સહાય આપવામાં આવે છે.તેમણે કહ્યું કે,સરકારે પ્રાકૃતિક કૃષિના અભિયાનને વેગવંતુ બનાવવા પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી અને બોર્ડની રચના કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અનેકવિધ આયામો ઉપાડ્યા છે.

આ કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય અનિકેત ઠાકર,સ્વરૂપજી ઠાકોર,કેશાજી ચૌહાણ,માવજીભાઈ દેસાઈ,પૂર્વ કેન્દ્રિય મંત્રી હરીભાઈ ચૌધરી પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી અને જિલ્લાના પદાધિકારીઓ,અધિકારીઓ ઉપરાંત સરદાર કૃષિ યુનિર્વિસટીના વાઇસ ચાન્સેલર આર.એમ.ચૌહાણ,ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કે.સી.ટીમ્બડીયા,પશુપાલન અને સહકાર વિભાગના સચિવ સંદીપ કુમાર,સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Tags: AGRICULTUREBANASKANTHACM BHUPENDRA PATELDANTIVADAGOVERMENT OF GUJARATGujaratPm ModiRAGHAVAJI PATELravi krishi mohotsav 2024SLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.