હેડલાઈન :
- ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધરખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ
- રાજ્યસભામાં કેન્દ્રીયમંત્રી કિરેન રિજિજુની કોંગ્રેસ પર ટીકા
- “વિપક્ષ અધ્યક્ષની ગરિમા પર હુમલો કરશે તો અમે તેમનું રક્ષણ કરીશું”
- “એક ખેડૂતનો પુત્ર ઉપરાષ્ટ્રપતિ બન્યો છે અને સમગ્ર દેશે જોયું “
- કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાએ પણ કોંગ્રેસની ઝોટકણા કાઢી
- “ઉપરાષ્ટ્રપતિ પર અવિશ્વાસની દરખાસ્ત સાર્વભૌમત્વનો પ્રશ્ન “
- “સ્પીકરનું સન્માન ન કરી શકનારને સભ્ય રહેવાનો કોઈ અધિકાર નથી”
- વિપક્ષના ભારે હંગામા વચ્ચે રાજ્યસભા 12 ડિસેમ્બર સુધી સ્થગિત
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને લઈને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો.જેના કારણે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
राज्यसभा में बोलते हुए केंद्रीय मंत्री किरेन रिजिजू ने कहा, "सोरोस और कांग्रेस के बीच क्या संबंध है? इसका खुलासा होना चाहिए…कांग्रेस को देश से माफ़ी मांगनी चाहिए…"
राज्यसभा की कार्यवाही दोपहर तक स्थगित की गई। pic.twitter.com/R9mM8Bmpth
— ANI_HindiNews (@AHindinews) December 11, 2024
રાજ્યસભામાં વિપક્ષ દ્વારા ભારે હોબાળો થયો છે.વિપક્ષ ઉપાધ્યક્ષ જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે જેના કારણે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર શાબ્દીક ઘર્ષણ ચાલી રહ્યુ છે. હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ 12 ડિસેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસની ટીકા કરી હતી.આ દરમિયાન તેમણે કહ્યું કે જો વિપક્ષ અધ્યક્ષની ગરિમા પર હુમલો કરશે તો અમે તેમનું રક્ષણ કરીશું.ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ કિરેન રિજિજુએ કહ્યું કે ખેડૂતનો પુત્ર ઉપરાષ્ટ્રપતિ બન્યો છે અને સમગ્ર દેશે જોયું છે કે તેણે ગૃહની ગરિમા જાળવી રાખી છે.
#WATCH राज्यसभा में केंद्रीय मंत्री जे.पी. नड्डा ने कहा, "हमारे सदस्य (सांसद) सोनिया गांधी और सोरोस के बीच संबंधों का मुद्दा उठाते रहे हैं। यह देश की संप्रभुता का सवाल है….सभापति के खिलाफ अविश्वास प्रस्ताव लाना देश की संप्रभुता के मुद्दे से देश का ध्यान भटकाने की साजिश… pic.twitter.com/L6afL2Jom9
— ANI_HindiNews (@AHindinews) December 11, 2024
કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાએ રાજ્યસભામાં કહ્યું કે,અમારા સાંસદો સોનિયા ગાંધી અને સોરોસ વચ્ચેના સંબંધોનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે.આ દેશની સાર્વભૌમત્વનો પ્રશ્ન છે.સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવી એ સાર્વભૌમત્વના મુદ્દા પરથી દેશનું ધ્યાન હટાવવાનું ષડયંત્ર છે.આની સૌએ નિંદા કરવી જોઈએ. તેમણે ક્યારેય અધ્યક્ષનું સન્માન કર્યું નથી.અત્રે નોંધનિય છે તે રાજ્યસભાની કાર્યવાહી 12મી ડિસેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે.
राज्यसभा के सभापति जगदीप धनखड़ के खिलाफ विपक्ष के अविश्वास प्रस्ताव पर केंद्रीय मंत्री जे.पी. नड्डा ने कहा, "…इसकी सभी को निंदा करनी चाहिए। उन्होंने(विपक्ष) कभी भी आसन का सम्मान नहीं किया।" pic.twitter.com/oHxKV95Ro9
— ANI_HindiNews (@AHindinews) December 11, 2024
વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે,જો તમે સ્પીકરનું સન્માન ન કરી શકો તો તમને સભ્ય રહેવાનો કોઈ અધિકાર નથી.અમે દેશની સાર્વભૌમત્વની રક્ષા માટે શપથ લીધા છે.રિજિજુએ અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ વચ્ચેના કથિત સંબંધોનો મુદ્દો પણ ઉઠાવ્યો અને દાવો કર્યો કે કોંગ્રેસ ભારત વિરોધી શક્તિઓ સાથે ઉભી છે.તેમણે કહ્યું, તમે દેશ વિરોધી શક્તિઓ સાથે ઉભા છો.ચેરમેન સામે નોટિસ આપવામાં આવી છે.આવો અધ્યક્ષ મળવો મુશ્કેલ છે.તેમણે હંમેશા ગરીબોના કલ્યાણ અને બંધારણની રક્ષાની વાત કરી છે.નોટિસ ડ્રામા અમે સફળ નહીં થવા દઈએ.સોરોસ અને કોંગ્રેસ વચ્ચે શું સંબંધ છે? આનો પર્દાફાશ થવો જોઈએ. કોંગ્રેસે દેશની માફી માંગવી જોઈએ.કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી સભ્યોએ મંત્રીના ભાષણનો વિરોધ કર્યો અને હોબાળા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી.વિરોધ પક્ષ I.N.D.I.A. બ્લોકે મંગળવારે ઉપલા ગૃહના મહાસચિવને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. I.N.D.I.A. બ્લોકના નેતૃત્વમાં કોંગ્રેસ અદાણી મુદ્દે ચર્ચાની માંગ કરી રહી છે અને સંસદ સંકુલમાં વિરોધ પણ કર્યો છે.
મંગળવારે લોકસભા અને રાજ્યસભાના શિયાળુ સત્ર દરમિયાન હંગામા બાદ કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષ અને શાસક પક્ષના સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી,જેના કારણે દિવસની કાર્યવાહી ખોરવાઈ હતી.શિયાળુ સંસદનું પ્રથમ સત્ર 25 નવેમ્બરના રોજ શરૂ થયું હતું, જેમાં વિક્ષેપોને કારણે બંને ગૃહો અગાઉથી સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. શિયાળુ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે.