હેડલાઈન :
- મોદી કેબિનેટની ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલને મંજૂરી
- આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવી શકે
- જો બિલ પાસ થશે તો ગુજરાતમાં ચૂંટણી વહેલી આવશે
- કેન્દ્રીય કેબિનેટે ‘એક દેશ, એક ચૂંટણી’ સંબંધિતસમિતિ રચી હતી
- પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિ
- સરકાર આના પર વ્યાપક સમર્થન મેળવવાનો પ્રયાસ કરશે
- જો બિલ પાસ થશે તો ગુજરાતમાં ચૂંટણી વહેલી આવશે
કેન્દ્રીય કેબિનેટે ‘એક દેશ એક ચૂંટણી’ સંબંધિત બિલને મંજૂરી આપી છે.સરકાર તેને આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરી શકે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી હતી. સૂત્રોએ આ માહિતી આપી છે.18 સપ્ટેમ્બરે કેન્દ્રીય કેબિનેટે ‘એક દેશ, એક ચૂંટણી’ સંબંધિત પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને મંજૂરી આપી હતી.માનવામાં આવી રહ્યુ છે કે જો બિલ પાસ થશે તો ગુજરાતમાં ચૂંટણી વહેલી આવશે.
આ સમિતિએ દેશમાં કેન્દ્ર,રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા એકસાથે ચૂંટણી યોજવા સંબંધિત વ્યવસ્થાઓ પર તેની ભલામણો આપી હતી.કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે તે સમયે માહિતી આપી હતી કે સરકાર આ વિષય પર વ્યાપક સમર્થન મેળવવાનો પ્રયાસ કરશે અને જ્યારે સમય આવશે ત્યારે આ મુદ્દે બંધારણ સંશોધન બિલ લાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને મોટી સંખ્યામાં પક્ષોએ ખરેખર વન નેશન વન ઇલેક્શન પહેલને સમર્થન આપ્યું છે.-
નોંધનીય છે કે દેશમાં 1951 થી 1967 સુધી એક સાથે ચૂંટણી યોજાઈ છે.વર્ષ 1999માં કાયદા પંચે તેના 170મા રિપોર્ટમાં ભલામણ કરી હતી કે દેશમાં વિકાસ ચાલુ રહે તે માટે પાંચ વર્ષમાં લોકસભા અને તમામ વિધાનસભાની ચૂંટણીઓ થવી જોઈએ.સંસદીય સમિતિએ 2015માં તેના 79મા અહેવાલમાં સરકારને બે તબક્કામાં એકસાથે ચૂંટણી કરાવવાના માર્ગો સૂચવવા જણાવ્યું હતું. તેના છેલ્લા કાર્યકાળ દરમિયાન, મોદી સરકારે દેશભરમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.
સમિતિએ આ અંગે વિવિધ પક્ષો અને હિતધારકોની સલાહ લીધી હતી અને અગાઉની સરકાર દરમિયાન જ પોતાની ભલામણો આપી હતી.એવી દરખાસ્ત કરવામાં આવી છે કે એક સમયગાળા પછી,તમામ રાજ્યોની વર્તમાન વિધાનસભાઓનો કાર્યકાળ ટૂંકો કરવામાં આવે અને એક સાથે ચૂંટણીઓ યોજવી જોઈએ.મ્યુનિસિપલ સંસ્થાઓ અને પંચાયતોની ચૂંટણીઓ કેન્દ્ર અને રાજ્યોની ચૂંટણીઓ પછી તરત જ યોજવી જોઈએ. બહુમતી ન મળવાના કિસ્સામાં અને લઘુમતીના કિસ્સામાં ફરીથી ચૂંટણી, કાર્યકાળ બાકીના સમયગાળા માટે જ હોવો જોઈએ.
SORCE : હિન્દુસ્તાન સમાચાર