હેડલાઈન :
- સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં કડાકો
- કારોબારના પ્રારંભે જ મુખ્યસૂચકાંક નિચા ખુલ્યા
- સેન્સેક્સ 1000 પોઈન્ટ,નિફ્ટિ 278 પોઈન્ટ પર
- શેરબજારમાં ઘટાડાનું કારણ પ્રોફિટ બુકિંગ રહ્યું
- US ડૉલરની મજબૂતીની અસર શેરબજાર પર દેખાઈ
સપ્તાહના અંતિમ દિવસે એટલે શુક્રવારે કારોબારના પ્રારંભે શેર બજારમાં કડાકો નોંધાયો હતો.બજાર ખુલતાની સાથે જ લાલ નિશાન સાથે જોવા મળ્યુ હતુ.તો આગળ વધતા ને વધુ નિચુ ગયુ હતુ.
નબળા વૈશ્વિક પરિબળો અને વિદેશી ભંડોળના ઉપાડને કારણે શુક્રવારે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો નોંધાયો હતો.આ સમયગાળા દરમિયાન BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 412.8 પોઈન્ટ ઘટીને 80,877.16 ના સ્તર પર બંધ થયા છે. NSE નો નિફ્ટી 129.85 પોઈન્ટ ઘટીને 24,418.85 પર ટ્રેડ કરી રહ્યો હતો.
– મુખ્ય સૂચકાંક લાલ નિશાન પર જોવા મળ્યા
શેરબજારમાં આજે ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે.શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે ભારે વેચવાલી જોવા મળી રહી છે.સેન્સેક્સ 1000 પોઈન્ટ અથવા 1.30 ટકાના ઘટાડા સાથે 80,300ની નીચે ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી50ની વાત કરીએ તો તે 278 પોઈન્ટ ઘટીને 24,270 પર છે.જ્યારે નિફ્ટી બેન્ક 783 પોઈન્ટ ઘટીને 52532 ના સ્તર પર કારોબાર કરી રહી છે. તે જ સમયે, મિડકેપ, સ્મોલ કેપ અને અન્ય સૂચકાંકોમાં તીવ્ર ઘટાડો ચાલુ છે.
શેરબજારના ડેટા અનુસાર,વિદેશી સંસ્થાકીય રોકાણકારો FII એ ગુરુવારે રૂ.3,560.01 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.04 ટકા ઘટીને 73.38 ડોલર પ્રતિ બેરલ થયું છે.
રૂપિયો સર્વકાલીન નીચલા સ્તરેથી સુધર્યો, પાંચ પૈસા મજબૂત થયો.
– શું રહ્યુ શેર હજારમાં ઘટાડાનું કારણ ?
શેરબજારમાં આજના ઘટાડાનું મુખ્ય કારણ પ્રોફિટ બુકિંગ રહ્યું છે. આ સિવાય વૈશ્વિક સંકેતો પણ સારા નથી રહ્યા. રિલાયન્સ અને ટાઇટન જેવા કેટલાક હેવીવેઇટ શેરના શેરમાં પણ 1 ટકાથી વધુનો ઘટાડો થયો છે. આ સિવાય HDFC બેંકના શેર પર પણ દબાણ વધી રહ્યું છે.ભારતીય શેરબજારમાં ઘટાડાનું બીજું કારણ એ છે કે ચીનમાં જાહેર કરાયેલા આર્થિક પેકેજ બાદ વિદેશી રોકાણકારોનું વલણ ચીન તરફ વધી રહ્યું છે.તે જ સમયે,યુએસ ડૉલરની મજબૂતીની અસર પણ શેરબજાર પર દેખાઈ રહી છે.
– રોકાણકારોને મોટું નુકસાન
શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને પણ મોટું નુકસાન થયું છે. મોટાભાગના પોર્ટફોલિયો લાલ રંગમાં છે. જો આપણે BSE માર્કેટ કેપ પર નજર કરીએ તો આજે રોકાણકારો રૂ. 6 લાખ કરોડથી વધુના નુકસાનનો સામનો કરી રહ્યા છે. BSE માર્કેટ કેપ હાલમાં રૂ. 452 લાખ કરોડ છે, જ્યારે ગઈ કાલે બજાર બંધ થયું ત્યારે તે રૂ. 458 લાખ કરોડ હતું.
સાનુકૂળ ફુગાવાના ડેટાને કારણે શુક્રવારના શરૂઆતના વેપારમાં રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટીથી રિકવર કરવામાં સફળ રહ્યો હતો.આ સમયગાળા દરમિયાન સ્થાનિક ચલણ પાંચ પૈસા વધીને યુએસ ડોલર સામે 84.83ના સ્તરે પહોંચી ગયું હતું.જોકે ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે ડોલરમાં મજબૂતી અને વિદેશી ફંડના પ્રવાહ વચ્ચે સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં ઘટાડાથી રૂપિયાના ફાયદાને મર્યાદિત કરવામાં આવ્યો છે.