હેડલાઈન :
- રાજ્ય સરકારના સેવા,સંકલ્પ અને સમર્પણના બે વર્ષની ઉજવણી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં i-Hubની ઉજવણી
- અમદાવાદમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહિલા ઇનોવેટર્સના યોગદાનની ઉજવણી
- મુખ્યમંત્રની મહિલા સ્ટાર્ટઅપ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી પ્રદર્શનની મુલાકાત
- મહિલા ઉદ્યોગસાહસિકોના વિશિષ્ટ કાર્યને પ્રદર્શિત કરવામાં આવ્યું
- PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડિજિટલ ઇન્ડિયા સ્ટાર્ટ અપ ઇન્ડિયા
- દેશ વૈશ્વિક સ્તરે સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમમાં ત્રીજા સ્થાને રહ્યો
- વડાપ્રધાને સૌ દેશવાસીઓને ‘બેક ટુ બેઝિક’નો મંત્ર આપ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં i-Hub, અમદાવાદ ખાતે સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહિલા ઇનોવેટર્સના યોગદાનની ઉજવણી,આ પ્રસંગે તેમણે મહિલા સ્ટાર્ટઅપ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરીને પ્રદર્શનની મુલાકાત લીધી.
#WATCH अहमदाबाद: गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने गुजरात सरकार के 2 साल पूरे होने पर अहमदाबाद में महिला स्टार्टअप और इनोवेटर्स के लिए आयोजित कार्यक्रम में शिरकत की। pic.twitter.com/434tKMEZdR
— ANI_HindiNews (@AHindinews) December 12, 2024
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના બે વર્ષ પૂર્ણ થવાના અવસર પર સેવા,સંકલ્પ અને સમર્પણના બે વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને i-Hub,અમદાવાદ ખાતે સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહિલા ઇનોવેટર્સના યોગદાનની ઉજવણી કરતી ‘સેલિબ્રેટિંગ વુમન સ્ટાર્ટઅપ્સ એન્ડ ઈનોવેટર્સ’ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે આયોજિત મહિલા સ્ટાર્ટ-અપ પ્રદર્શનનું ઉદઘાટન કરીને ક્લીન ટેક્નોલોજી, એગ્રીટેક, હેલ્થકેર અને ડીપ ટેક સહિત વિવિધ ક્ષેત્રોની મહિલા ઉદ્યોગ સાહસિકોના વિશિષ્ટ કાર્યને પ્રદર્શિત કરતા સ્ટોલ્સની મુલાકાત લઈને રસપૂર્વક જાણકારી મેળવી હતી.#2YearsOfSeva pic.twitter.com/cJdauz8AIT
— CMO Gujarat (@CMOGuj) December 12, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે મહિલા સ્ટાર્ટઅપ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરીને પ્રદર્શનની મુલાકાત લીધી હતી.આ પ્રદર્શનમાં ક્લીન ટેક્નોલોજી,એગ્રીટેક,હેલ્થકેર અને ડીપ ટેક સહિત વિવિધ ક્ષેત્રોની મહિલા ઉદ્યોગસાહસિકોના વિશિષ્ટ કાર્યને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રોના મહિલા સ્ટાર્ટઅપ્સ અને મહિલા ઉદ્યોગસાહસિકોએ આ પ્રદર્શનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ગુજરાત નોલેજ સોસાયટી અને i-Hub દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મહિલા ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ સાધીને તેમની સ્ટાર્ટઅપ સફર વિશે જાણકારી મેળવી હતી.મુખ્યમંત્રીએ ઇન્ટરેક્ટિવ સત્ર દરમ્યાન જણાવ્યું હતું કે, મહિલા સ્ટાર્ટઅપ્સ માટે ટેસ્ટિંગ અને વેલિડેશન અંગેની સુવિધાઓ આપવામાં આવશે. જેના થકી તેમના માઇન્ડ-ટુ-માર્કેટ સુધી પહોંચવાના પ્રયાસોને વેગ મળશે.
‘સેલિબ્રેટિંગ વુમન સ્ટાર્ટઅપ્સ એન્ડ ઈનોવેટર્સ’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડિજિટલ ઇન્ડિયા સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા જેવા અભિયાનોના પરિણામે આજે આપણો દેશ વૈશ્વિક સ્તરે સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમમાં ત્રીજા સ્થાને છે.વધુમાં વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાને સૌ દેશવાસીઓને ‘બેક ટુ બેઝિક’નો મંત્ર આપ્યો છે.જેના પરિણામે આજે રિસાયક્લિંગ અને વેસ્ટમાંથી બેસ્ટ જેવા પ્રકલ્પો વધુને વધુ સફળતા પ્રાપ્ત કરીને આગળ વધી રહ્યા છે.આ ક્ષેત્રે ઘણા યુવા ઉદ્યોગ સાહસિકો સારા સમાધાનો લઈને આગળ આવી રહ્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના સેવા, સંકલ્પ અને સમર્પણના બે વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત ગુજરાત નોલેજ સોસાયટી અને i-Hub દ્વારા અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં મહિલા ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ સાધીને તેમની સ્ટાર્ટ-અપ સફર વિશે જાણકારી મેળવી હતી.… pic.twitter.com/a8U5aSNQGI
— CMO Gujarat (@CMOGuj) December 12, 2024
વિકસિત ભારતના નિર્માણમાં મહિલાઓની ભૂમિકા વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,આજે અર્થતંત્રમાં મહિલાઓનું યોગદાન 42 ટકા જેટલું છે.મહિલા ઉદ્યોગ સાહસિકોને જરૂરી તમામ સુવિધાઓ અને સહાયો થકી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને વિકસિત ભારતના નિર્માણમાં તેમને વધુને વધુ સહભાગી બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે, એમ તેમણે ઉમેર્યું હતું.સાથે જ મુખ્યમંત્રીએ સરકારી વિભાગો મહિલા ઉદ્યોગ સાહસિકોના ઉત્પાદનો અપનાવીને તેમને મદદરૂપ થાય તે માટે પણ વ્યવસ્થા વિચારવામાં આવશે, એમ જણાવ્યું હતું..
મુખ્યમંત્રી વડાપ્રધાનના ‘યહી સમય હૈ,સહી સમય હૈ’ સૂત્રને દોહરાવીને જણાવ્યું હતું કે,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,ડેટા એનાલિટિક્સ સહિતની નવીન ટેકનોલોજી ક્ષેત્રે આજે દેશમાં ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સને વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વમાં પૂરતી સુવિધાઓ અને સહાયો થકી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.ઉદ્યોગ સાહસિકોના સંકલ્પોને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રતિબદ્ધ છે,એમ પણ એમણે ઉમેર્યું હતું..
આજે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેડ ફોર ઓલ’ના મંત્ર સાથે ભારતીય ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ વૈશ્વિક હરીફાઈમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે,એમ જણાવીને મુખ્યમંત્રીએ સ્ટાર્ટઅપ્સ અને મહિલાઓને વિકસિત ભારતના નિર્માણ માટે પોતાનું યોગદાન આપવાનું અનુરોધ કર્યો હતો.આ ઇવેન્ટમાં 10 મહિલા સ્ટાર્ટઅપ્સને સ્ટાર્ટઅપ સૃજન પહેલ હેઠળ ભંડોળ(ગ્રાન્ટ)ની ફાળવણી કરવામાં આવી હતી તેમજ ૫ મહિલા સ્ટાર્ટઅપ્સને તેમના વિકાસ અને નવીન પ્રયાસોને સરળ બનાવવા માટે i-Hub ખાતે કો-વર્કિંગ સ્પેસ અંગેના ફાળવણી-પત્રો પ્રદાન કરવામાં આવ્યા.
આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમરે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, મહિલા ઇનોવેટર્સની સર્જનાત્મકતા અને નવીનતાની ઉજવણી કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમ અંતર્ગત આયોજિત પ્રદર્શન મહિલા ઉદ્યોગ સાહસિકોના ઉત્પાદનોને પ્રદર્શિત કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.
વધુમાં વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતે એક ઇકોસિસ્ટમ બનાવી છે જે WEStart અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી SSIP જેવા કાર્યક્રમો દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવે છે.સાથે જ, તેમણે i-Hub દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકોને પૂરી પાડવામાં આવતી વિવિધ સહાયો અને વિવિધ ઉપક્રમોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, i-Hub મહિલાઓમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવામાં મહત્વનો ભાગ ભજવશે.
આ પ્રસંગે કમિશનર ઓફ ટેકનિકલ એજ્યુકેશન બંછાનિધિ પાનીએ આભારવિધિ કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સાથે મહિલા ઉદ્યોગ સાહસિકોનો આજનો સંવાદ તેમને આગળ વધવા માટે પ્રેરણા આપશે.મહિલા ઉદ્યોગસાહસિકોની સર્જનાત્મકતા,તેમના સંશોધનો અને પ્રેરણાને યોગ્ય મંચ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
‘સેલિબ્રેટિંગ વુમન સ્ટાર્ટઅપ્સ એન્ડ ઈનોવેટર્સ’ કાર્યક્રમમાં કમિશનરેટ ઓફ હાયર એજ્યુકેશનના ડાયરેકટર દિનેશ ગુરવ, i-Hub ના સીઈઓ શ્રી હિરન્મય મહંતા, i-Hub તથા ગુજરાત નોલેજ સોસાયટીના અધિકારીઓ – કર્મચારીઓ તથા મહિલા ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.