હેડલાઈન :
- ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષણ અડવાણીની તબિયત લથડી
- એલ.કે.અડવાણીને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા
- દિલ્હી એપોલો હોસ્પિટલના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી
- લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં વરિષ્ઠ તબિબોની દેખરેખ હેઠળ
- લાલકૃષ્ણ અડવાણીની તબિયત હાલમાં સ્થિર : એપોલો હોસ્પિટલ
દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે તેમની તબિયત બગડ્યા બાદ તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને નવી દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દેશના પૂર્વ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. તેમની તબિયત બગડ્યા બાદ તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.હોસ્પિટલના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.તેમની હાલત હાલમાં “સ્થિર” છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.
ખાનગી ન્યૂઝ એજન્સીઅનુસાર,96 વર્ષીય ડૉ.સિંઘ ન્યુરોલોજી વિભાગના વરિષ્ઠ સલાહકાર ડૉ.વિનીત સૂરીની દેખરેખ હેઠળ છે.પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણને બે દિવસ પહેલા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.આ વર્ષની શરૂઆતમાં લાલ કૃષ્ણ અડવાણીને પણ આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.હજુ સુધી એ બહાર આવ્યું નથી કે લાલકૃષ્ણ અડવાણીને હોસ્પિટલમાં શા માટે દાખલ કરવામાં આવ્યા હતા.
ભારતના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને મેડિકલ મેનેજમેન્ટ અને તપાસ માટે ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.તેઓ ડૉ વિનીત સુરીની દેખરેખ હેઠળ છે અને એપોલો હોસ્પિટલ અનુસાર હાલમાં તેમની તબિયત સ્થિર છે.