હેડલાઈન :
- જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષાદળોનું મોટું આપરેશન
- કુલગામ જિલ્લામાં જવાનોએ પાંચ આંકીઓને ઠાર કર્યા
- ઓપરેશન દરમિયાન સેનાના બે જવાન પણ ઘાયલ થયા
- કુલગામ જિલ્લાના બેહીબાગ પીએસના કદ્દેર ગામમાં એન્કાઉન્ટર
- આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ વિરુદ્ધ ભારતીય સુરક્ષા દળોનું મોટું ઓપરેશન ચાલી રહ્યું છે.આ ઓપરેશનમાં સુરક્ષાદળોએ 5 આતંકીઓને ઠાર કર્યા જ્યારે અબે જવાનો પણ ઘાયલ થયા છે.
નોંધનિય છે કે આ એન્કાઉન્ટર કુલગામ જિલ્લાના બેહીબાગ પીએસના કદ્દેર ગામમાં થયું હતું.બંને તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે.એન્કાઉન્ટર બાદ સુરક્ષાદળોની ટીમ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.માહિતી આપતાં આર્મીના ચિનાર કોર્પ્સે કહ્યું કે આતંકવાદીઓની હાજરી વિશે વિશેષ ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેનાએ કુલગામમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું.સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ.આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો,જેના જવાબમાં સૈનિકોએ અસરકારક જવાબ આપ્યો.
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા.આતંકવાદીઓની શંકાસ્પદ હાજરીની માહિતી મળ્યા બાદ,સુરક્ષા દળોએ બેહીબાગ વિસ્તારના કદ્દરમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.આજુબાજુની પરિસ્થિતિ જોઈને આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કર્યો,જવાબમાં સુરક્ષાદળોએ પણ ગોળીબાર કર્યો.અધિકારીઓ અનુસાર,બગીચામાં પાંચ આતંકવાદીઓના મૃતદેહ પડ્યા છે પરંતુ હજુ સુધી મળી આવ્યા નથી.