હેડલાઈન :
- યુએસ ફેડરલ રિઝર્વે ત્રીજી વખત વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત
- અપેક્ષા મુજબ વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો
- ઘટાડા બાદ અમેરિકામાં વ્યાજ દર 4.25 ટકાથી 4.50 ટકાની રેન્જમાં
- યુરોપિયન બજારો છેલ્લા સત્ર દરમિયાન મિશ્ર પરિણામો સાથે બંધ થયા
- એશિયન માર્કેટમાં પણ જોવા મળી નબળાઈ બજારોમાં વેચવાલીનું દબાણ
શેર બજાર ખુલાની સાથે જ ધડામ કરી પટકાયુ હતુ.અને મુખ્યો સૂચકાંકોમાં શરૂઆતી ઘટાડો જોવા મળ્યો હતો.અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડાથી ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
યુએસ ફેડરલ રિઝર્વે બુધવારે સતત ત્રીજી વખત વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.આ વખતે અપેક્ષા મુજબ વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.આ ઘટાડા બાદ અમેરિકામાં વ્યાજ દર 4.25 ટકાથી 4.50 ટકાની રેન્જમાં આવી ગયો છે.
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા પોલિસી વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ કરાયેલી ટિપ્પણીને કારણે વિશ્વના મોટાભાગના શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.છેલ્લા સત્ર દરમિયાન યુએસ બજારો નબળાઈ સાથે બંધ થયા હતા.જો કે,ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે તેજી સાથે કારોબાર કરતા જણાય છે.યુરોપિયન બજારો છેલ્લા સત્ર દરમિયાન મિશ્ર પરિણામો સાથે બંધ થયા હતા.એશિયન બજારોમાં આજે ઓલ રાઉન્ડ દબાણ જોવા મળી રહ્યું છે.
યુએસ ફેડરલ રિઝર્વે બુધવારે સતત ત્રીજી વખત વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.આ વખતે અપેક્ષા મુજબ વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.આ ઘટાડા બાદ અમેરિકામાં વ્યાજ દર 4.25 ટકાથી 4.50 ટકાની રેન્જમાં આવી ગયો છે.વ્યાજદરમાં કાપની જાહેરાત કરતા યુએસ ફેડના ચેરમેન જેરોમ પોવેલે સ્પષ્ટ કર્યું હતું કે 2025માં વ્યાજ દરમાં માત્ર બે વાર જ ઘટાડો કરવામાં આવશે, કારણ કે ફુગાવો ફરી એક મોટો પડકાર બની શકે છે.તેમણે સ્પષ્ટ કર્યું કે વ્યાજદરમાં ઘટાડા બાદ યુએસ ફેડને ફુગાવાના આંકડાઓ અંગે સતર્ક રહેવું પડશે.
યુએસ ફેડના આ નિર્ણય બાદ 10 વર્ષની યુએસ યીલ્ડ 4.52 ટકાના સ્તરે પહોંચી ગઈ છે,જ્યારે ડૉલર ઈન્ડેક્સ 108.25 પર પહોંચી ગયો છે, જે નવેમ્બર 2022 પછીનું સર્વોચ્ચ સ્તર છે.યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા 2025માં વ્યાજ દરોમાં ઘટાડો કરવા અંગે કરાયેલી ટિપ્પણીને કારણે છેલ્લા સત્ર દરમિયાન યુએસ માર્કેટમાં નિરાશાવાદનું વાતાવરણ હતું.આ નિરાશાને કારણે ડાઉ જોન્સ 1,100 પોઈન્ટ તૂટ્યો હતો.એ જ રીતે,S&P 500 ઇન્ડેક્સ 178.45 પોઈન્ટ અથવા 2.95 ટકા ઘટ્યો હતો અને છેલ્લા સત્રના ટ્રેડિંગને 5,872.16 પોઈન્ટના સ્તરે સમાપ્ત કર્યો હતો.આ સિવાય નાસ્ડેક 658.90 પોઈન્ટ અથવા 3.28 ટકાના ઘટાડા સાથે 19,450.16 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો, જોકે ડાઉ જોન્સ ફ્યુચર્સ હાલમાં 0.13 ટકાના વધારા સાથે 42,383.60 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
યુરોપિયન બજારો છેલ્લા સત્ર દરમિયાન મિશ્ર પરિણામો સાથે બંધ થયા હતા,જેમાં FTSE ઈન્ડેક્સ 0.05 ટકાના નજીવા વધારા સાથે 8,199.11 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. એ જ રીતે,CACઇન્ડેક્સ 0.26 ટકા ઉછળ્યો હતો અને છેલ્લા સત્રના ટ્રેડિંગને 7,384.62 પોઇન્ટના સ્તરે સમાપ્ત કર્યો હતો. બીજી તરફ, DAX ઈન્ડેક્સ 0.02 ટકાની નજીવી નબળાઈ સાથે 20,242.57 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો.
આજે એશિયન માર્કેટમાં પણ નબળાઈ જોવા મળી રહી છે.એશિયાના તમામ 9 બજારોમાં આજે વેચવાલીનું દબાણ છે.GIFT નિફ્ટી 246 પોઈન્ટ અથવા 1.01 ટકાની નબળાઈ સાથે 24,008.50 પોઈન્ટના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.એ જ રીતે નિક્કી ઈન્ડેક્સ 291.02 પોઈન્ટ અથવા 0.74 ટકાના ઘટાડા સાથે 38,790.69 પોઈન્ટના સ્તરે પહોંચી ગયો છે.તાઈવાન વેઈટેડ ઈન્ડેક્સમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે.હાલમાં આ ઈન્ડેક્સ 416.28 પોઈન્ટ અથવા 1.80 ટકા ઘટીને 22,752.39 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
એ જ રીતે, જકાર્તા કમ્પોઝિટ ઈન્ડેક્સ 117.98 પોઈન્ટ અથવા 1.66 ટકા ઘટીને 6,989.90 પોઈન્ટના સ્તરે આવી ગયો છે.આ સિવાય હેંગસેંગ ઈન્ડેક્સ 198.43 પોઈન્ટ અથવા 1.01 ટકા ઘટીને 19,666.12 પોઈન્ટની સપાટીએ, કોસ્પી ઈન્ડેક્સ 1.45 ટકા ઘટીને 2,448.50 પોઈન્ટની સપાટીએ, શાંઘાઈ કમ્પોઝીટ ઈન્ડેક્સ 0.73 ટકા ઘટીને 3.783 પોઈન્ટની સપાટીએ, કોસ્પી ઈન્ડેક્સ 0.73 ટકા ઘટીને 3.785 પોઈન્ટની સપાટીએ જોવા મળ્યો હતો. ઈન્ડેક્સ 0.56 ટકા ઘટ્યો તેઓ 1,391.53 પોઈન્ટના સ્તરે ટ્રેડ કરી રહ્યા છે અને સ્ટ્રેટ્સ ટાઈમ્સ ઈન્ડેક્સ 0.42 ટકા ઘટીને 3,763.76 પોઈન્ટ પર છે.
SORCE : હિન્દુસ્તાન સમાચાર