હેડલાઈન :
- પુણેમાં સર સંઘચાલકે કર્યુ હિન્દુ મહોત્સવનું ઉદ્ઘાટન
- સર સંઘચાલક ડો.મોહન ભાગવતે કર્યુ ઉત્સવનું ઉદ્ઘાટન
- હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા કરાયુ આયોજન
- શિક્ષણ પ્રચારક મંડળીના કોલેજ ગ્રાઉન્ડ ખાતે મહોત્સવ
- ઉદ્ઘાટન પ્રસંગે સર સંઘચાલક ડો.મોહન ભાગવનું સંબોધન
- ડો.ભાગવતે માનવતા અને વિશ્વ શાંતિ પર ભાર મુક્યો હતો
પુણેમાં હિન્દુ મહોત્સવનું ઉદ્ઘાટન સર સંઘચાલક ડો,મોહન ભાગવતના હસ્તે કરવામાં આવ્યુ આ મહોત્સવ 22 ડિસેમ્બર સુધી ચાલશે.પોતાના સંબોધનમાં ડો.ભાગવતે માનવતા વિશ્વ શાંતિ પર ભાર મુક્યો.
સર સંઘચાલક ડો.મોહન ભાગવતે સંબોધનમાં માનવતા અને વિશ્વ શાંતિ પર ભાર મુક્યો હતો.તેમણે કહ્યુ કે આપણા તહેવારોનો હેતુ હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કરવાનો છે.સર સંઘચાલક ડો.ભાગવતે વધુમાં કહ્યું કે હિન્દુ ધર્મ શાશ્વત છે અને માનવતાની સેવા એ હિન્દુત્વનો સૌથી મોટો ધર્મ છે.
– હિન્દુ સેવા મહોત્વનું આયોજન
પુણેમાં હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા શિક્ષણ પ્રચારક મંડળીના કોલેજ ગ્રાઉન્ડ ખાતે હિન્દુ સેવા મહોત્વનું આયોજન કરવામા આવ્યુ છે.આ ઉત્સવ 22 ડિસેમ્બર સુધી ચાલશે.આ મહોત્વનું ઉદ્ઘાટન કરતા સર સંઘચાલક ડો. મોહન ભાગવતે એમ પણ જણાવ્યુ કે રામ મંદિર બન્યા બાદ કેટલાક લોકો મંદિ-મસ્જિદ જેવા વિવાદીત મુદ્દાઓ ઉઠાવીને હિન્દુ નેતા બનવા માંગે છે.ત્યારે સર સંઘચાલક ડો.ભાગવત જીએ કહ્યુ કે માનવતાની સેવા કરતી વખતે લોકોએ પ્રચારથી દૂર રહેવું જોઈએ.કારણ કે જે સેવા કરે છે તે દેખાડો કર્યા વિના સતત સેવા કરવાની ઈચ્છા રાખે છે.અને તેથી સેવા કરતી વખતે આપણે ઉગ્રવાદી ન બનવુ જોઈએ.માનવતાનો ધર્મ એ જ વિશ્વ ધર્મ છે ત્યારે સેવા ભાવથી વ્યક્ત થવી જોઈએ.
– લઘુમતીઓની સ્થિતિનું ધ્યાન રાખવુ જરૂરી
સર સંઘચાલક ડો.મોહન ભાગવતે કહ્યુ કે હિન્દુ ધર્મ એ વિશ્વ ધર્મ પર ભાર મુકે છે.આપણે સૌ વિશ્વ શાતિના નારા લગાવીએ છિએ પરંતુ લઘુમતીઓની સ્થિતિ અંગે ધ્યાન રાખવુ પણ એટલુ જ જરૂરી છે.સર સંઘચાલક ડો.ભાગવતજીએ કહ્યું કે આપણે આપણી આજીવિકા કમાવવા માટે ગમે તે કરવું જોઈએ,પરંતુ સમાજ અને રાષ્ટ્રની સેવા તરીકે બમણી રકમ પરત કરવી જોઈએ.તેમણે સંદેશ આપ્યો કે જો આપણે સમજીએ કે વિશ્વ આપણું રક્ષક છે અને માત્ર ઉપભોગનું સાધન નથી તો આપણે પરિવાર,સમાજ,ગામ,દેશ અને રાષ્ટ્રની સેવા કરવાની પ્રેરણા મેળવીશું.
– મંદિર-મસ્જિદના વિવાદો ચિંતા જનક
જ્યારે કાશી અને મથુરામાં મંદિર અને મસ્જિદનો વિવાદ કોર્ટમાં પેન્ડિંગ છે,ત્યારે સંભલનો મામલો હેડલાઇન્સમાં રહે છે.દરમિયાન, આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે જેમાં ધાર્મિક માળખાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહન ભાગવતે અનેક મંદિર-મસ્જિદ વિવાદોના પુનરુત્થાન પર ચિંતા વ્યક્ત કરી છે.તેમણે કહ્યું કે દરરોજ એક નવો મામલો સામે આવી રહ્યો છે,તે યોગ્ય નથી. પૂણેમાં આયોજિત સહજીવન વ્યાખ્યાન શ્રેણીમાં ‘ભારત-વિશ્વગુરુ’ વિષય પર વ્યાખ્યાન આપતાં તેમણે આ વાત કહી.
– રામ મંદિર હિન્દુઓ માટે આસ્થાનો વિષય
ડો.ભાગવતે કહ્યું કે રામ મંદિરનું નિર્માણ એટલા માટે થયું કારણ કે તે તમામ હિંદુઓની આસ્થાનો વિષય છે.”દરરોજ એક નવો વિવાદ ઉભો થઈ રહ્યો છે,” તેમણે કોઈ ચોક્કસ સાઇટનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું.આને કેવી રીતે મંજૂરી આપી શકાય? આ ચાલુ રાખી શકાતું નથી.ભારતે એ બતાવવાની જરૂર છે કે આપણે સાથે રહી શકીએ છીએ.”મંદિરો શોધવા માટે મસ્જિદોના સર્વેક્ષણની અનેક માંગણીઓ તાજેતરના સમયમાં કોર્ટમાં પહોંચી છે,જોકે ભાગવતે તેમના ભાષણમાં કોઈનું નામ લીધું ન હતું.તેમણે કહ્યું કે બહારના કેટલાક જૂથો તેમની સાથે કટ્ટરતા લાવ્યા છે અને તેઓ ઈચ્છે છે કે તેમનું જૂનું શાસન પાછું આવે.
– દેશ હવે બંધારણ અનુસાર ચાલે છે
તેમણે કહ્યું, “પણ હવે દેશ બંધારણ પ્રમાણે ચાલે છે.આ સિસ્ટમમાં લોકો તેમના પ્રતિનિધિઓને ચૂંટે છે,જેઓ સરકાર ચલાવે છે. આધિપત્યના દિવસો ગયા છે.”તેમણે કહ્યું કે મુઘલ સમ્રાટ ઔરંગઝેબના શાસનમાં પણ આવી જ ધર્માંધતા જોવા મળી હતી,જોકે તેમના વંશજ બહાદુર શાહ ઝફરે 1857માં ગૌહત્યા પર પ્રતિબંધ મૂક્યો હતો.તેમણે કહ્યું,“અયોધ્યામાં રામ મંદિર હિંદુઓને આપવાનું નક્કી થયું હતું,પરંતુ અંગ્રેજોને આ વાતનો હવા મળી ગયો અને બંને સમુદાયો વચ્ચે તિરાડ ઊભી કરી.ત્યારથી અલગતાવાદની લાગણી અસ્તિત્વમાં આવી. પરિણામે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું.
– કાયદાઓનું પાલન કરવાની જરૂર
મોહન ભાગવતે કહ્યું કે જો દરેક જણ પોતાને ભારતીય માને છે તો શા માટે સર્વોપરિતાની ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. સંઘ પ્રમુખ ભાગવતે કહ્યું, “કોણ લઘુમતી અને કોણ બહુમતી? અહીં દરેક વ્યક્તિ સમાન છે. આ દેશની પરંપરા એવી છે કે દરેક વ્યક્તિ પોતાની પૂજા પદ્ધતિનું પાલન કરી શકે છે. બસ જરૂર છે સદ્ભાવનાથી જીવવાની અને નિયમો અને કાયદાઓનું પાલન કરવાની.”