હેડલાઈન :
- સંસદમાં શાસક અને વિપક્ષ વચ્ચે ઘમાસાણ યથાવત
- શિયાળુ સત્રના છેલ્લા દિવસે પણ મડાગાંઠ યથાવત
- ડો.બાબા સાહેબ આંબેડકરના અપમાન મામલે મડાગાંઠ
- સંસદમાં ધક્કા-મુક્કી કાંડથી રાજકીય માહોલ વધુ ગરમાયો
- ધક્કા-મુક્કીમાં બે સાંસદ પ્રતાપ સારંગી-મુકેશ રાજપૂત ઘાયલ
- સાંસદ નિશિકાંત દુબેએ સ્પિકર ઓમ બિરલા સમક્ષ આપી નોટીસ
- રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ-ગૃહના અપમાનની નોટીસ
- સાંસદે નેતા વિપક્ષ રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવાની માંગ કરી
- બંને પક્ષોએ સામસામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાન માટે નોટિસ આપી છે.સાંસદે રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે.
સંસદમાં ડો.બાબા સાહેબના અપમાનને લઈને શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને છે.શિયાળુ સત્રના અંતિમ દિવસે પણ મડાગાંઠ યથાવત છે.ભાજપ અને કોંગ્રેસ બંને વિરોધ કરી રહ્યા છે અને એકબીજા પર આક્ષેપો અને પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે.ભાજપના સાંસદોએ સંસદ ભવન સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે પ્રદર્શન કર્યું હતું,જ્યારે વિપક્ષી સાંસદોએ વિજય ચોકથી સંસદ સુધી કૂચ કરી હતી.
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાન માટે નોટિસ આપી છે.ભાજપ સાંસદે રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે અને લોકસભા સ્પીકર ઓમ બિરલા સમક્ષ નોટિસ મોકલી છે.દુબેએ આ મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવાનું કહ્યું છે અને એમ પણ કહ્યું છે કે જ્યાં સુધી સમિતિ આ મામલે નિર્ણય ન લે ત્યાં સુધી રાહુલને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવે.નોંધનિય છે કે નિશિકાંત દુબેએ ગૃહમંત્રી શાહના નિવેદનને વિકૃત કરવા અને એક્સ પર ફેલાવવા બદલ વિશેષાધિકાર ભંગની આ નોટિસ આપી છે.
ગઈકાલે વિરોધ પ્રદર્શન દરમિયાન મારામારીના કારણે ભાજપના બે સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા.પ્રતાપ સારંગીએ તેમને ધક્કો મારનાર વ્યક્તિનું નામ રાહુલ ગાંધી જણાવ્યું હતું. આ પછી કોંગ્રેસે પણ મલ્લિકાર્જુન ખડગે સાથે ઝપાઝપીની વાત કરી અને ભાજપના સાંસદો પર આક્ષેપ કર્યો.બંને પક્ષોએ સામસામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે,એક દેશ,એક ચૂંટણી સંબંધિત 129મું બંધારણ સંશોધન બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું.આ પછી લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.