હેડલાઈન :
- જમ્મુ-કાશ્મીર મામલે દિલ્હી ખાતે મળી ઉચ્ચ સ્તરીય બેઠક
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
- જમ્મુ -કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા હાજર રહ્યા
- વિવધ મામલે સુરક્ષા એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરી
- ઝીરો ટેરર પ્લાનને મિશન મોડમાં લાગુ કરવા પર ભાર મૂક્યો
- આતંકવાદ પર વર્ચસ્વ સ્થાપિત કરવા મોદી સરકાર પ્રતિબદ્ધ
ગૃહમંત્રીએ આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો,ઘૂસણખોરી અને આતંકવાદી સંગઠનોમાં યુવાનોની ભરતી માટે સુરક્ષા એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુરુવારે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીર પર ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મોદી સરકાર તમામ સુરક્ષા દળોના સંયુક્ત પ્રયાસોથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ પર સંપૂર્ણ વર્ચસ્વ સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
ગૃહમંત્રીએ આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો, ઘૂસણખોરી અને આતંકવાદી સંગઠનોમાં યુવાનોની ભરતી માટે સુરક્ષા એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે તમામ સુરક્ષા એજન્સીઓને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવા માટે સંકલિત રીતે કામ કરવાનું ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. શાહે એરિયા ડોમિનેશન પ્લાન અને ઝીરો ટેરર પ્લાનને મિશન મોડમાં લાગુ કરવા પર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા,કેન્દ્રીય ગૃહ સચિવ,ડાયરેક્ટર IB, RAW ચીફ, આર્મી ચીફ GOC-in-C ઉત્તરી કમાન્,DGMO,જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ અને ડિરેક્ટર હાજર હતા.પોલીસ જનરલ,સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ CPFS અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
બેઠકને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ હેઠળ અમે ‘આતંક મુક્ત જમ્મુ અને કાશ્મીર’ના લક્ષ્યને શક્ય તેટલી વહેલી તકે હાંસલ કરીશું અને તમામ સંસાધનો પ્રદાન કરીશું.
અમિત શાહે કહ્યું કે વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરના લોકોની અભૂતપૂર્વ ભાગીદારી દર્શાવે છે કે તેઓને દેશની લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ છે.કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે મોદી સરકારના સતત અને સંકલિત પ્રયાસોને કારણે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની ઇકો-સિસ્ટમ લગભગ ખતમ થઈ ગઈ છે.
SORCE : હિન્દુસ્તાન સમાચાર