હેડલાઈન :
- હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન
- ગુરુગ્રામ ખાતે 89 વર્ષની જૈફ વયે હાર્ટ એટેકથી અવસાન
- ઈન્ડિયન નેશનલ લોકદળના પ્રમુખ ઓમ પ્રકાશ ચૌટાલા
- ઓમ પ્રકાશ ચૌટાલા ચાર વખત હરિયાણાના મુખ્યમંત્રી રહ્યા
- 87 વર્ષની ઉંમરે 10 અને 12માની બોર્ડની પરીક્ષા પાસ કરી
INLD સુપ્રીમો અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું 89 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે.તેમણે ગુરુગ્રામમાં અંતિમ શ્વાસ લીધા હતા.
પાર્ટી પ્રવક્તાએ આ માહિતી આપતા કહ્યું કે ચૌટાલાને ગુરુગ્રામ સ્થિત તેમના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો,ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા,પરંતુ તેઓ બચી શક્યા ન હતા.
– ગુરુગ્રામમાં અંતિમ શ્વાસ લીધા
INLD સુપ્રીમો અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું 89 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગુરુગ્રામમાં અંતિમ શ્વાસ લીધા.ઓમ પ્રકાશ ચૌટાલાનો જન્મ 1 જાન્યુઆરી,1935ના રોજ હરિયાણાના સિરસાના ચૌટાલા ગામમાં થયો હતો.તેઓ પાંચ વખત હરિયાણાના સીએમ રહી ચૂક્યા છે.ઓમ પ્રકાશ ચૌટાલાની ગણના દેશના દિગ્ગજ નેતાઓમાં થાય છે.તેમના નિધનથી હરિયાણાની રાજનીતિમાં એક વિશાળ શૂન્યાવકાશ સર્જાયો છે, જેને ભાગ્યે જ કોઈ ભરી શકશે.
– ચૌટાલાનું હરિયાણામાં યોગદાન
ચૌટાલા પાંચ વખત હરિયાણાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.તેઓ ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન દેવીલાલના પુત્ર હતા અને રાજ્યના રાજકારણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.તેમના નિધનથી હરિયાણા અને ભારતીય રાજનીતિમાં ખાલીપો સર્જાયો છે.ઓમપ્રકાશ ચૌટાલાના નિધન બાદ તેમના સમર્થકો અને રાજ્યના રાજકીય નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.તેમનું નિધન ભારતીય રાજકારણ માટે એક મોટી ખોટ છે
– 87 વર્ષની ઉંમરે 10-12માની પરીક્ષા પાસ કરી
ઓમ પ્રકાશ ચૌટાલાએ 87 વર્ષની ઉંમરે 10મી અને 12મીની પરીક્ષાઓ ફર્સ્ટ ડિવિઝન સાથે પાસ કરી હતી.2019માં તેણે 10માની પરીક્ષા આપી હતી,પરંતુ અંગ્રેજીનું પેપર ન આપવાને કારણે તેનું 12માનું પરિણામ અટકાવી દેવામાં આવ્યું હતું. આ પછી,ઓગસ્ટ 2021 માં, તેમણે 10માનું અંગ્રેજીનું પેપર આપ્યું અને તેમાં 88 ટકા માર્ક્સ મેળવ્યા.
– ઓમ પ્રકાશ ચૌટાલાની જીવન ઝરમર
- દેવીલાલના સૌથી મોટા પુત્ર ઓમ પ્રકાશ ચૌટાલા
- ઓમ પ્રકાશ ચૌટાલાનો જન્મ 1 જાન્યુઆરી 1935ના રોજ થયો
- ઓમ પ્રકાશ ચૌટાલાએ વર્ષ 1968માં રાજકારણમાં ઝંપલાવ્યું
- પિતા દેવીલાલની બેઠક એલેનાબાદથી ચૂંટણી લડ્યા પણ હાર્યા
- 1970ની પેટાચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યા
- 2 ડિસેમ્બર 1989ના રોજ પ્રથમ વખત હરિયાણાના મુખ્યમંત્રી બન્યા
- ઓમ પ્રકાશ ચૌટાલા ચાર વખત હરિયાણાના મુખ્યમંત્રી રહ્યા
- 1989માં જનતા દળ, 1990માં જનતા દળથી મુખ્યમંત્રી બન્યા
- 1991માં સમાજવાદી જનતા પાર્ટીથી મુખ્યમંત્રી બન્યા
- 1999માં INLD સરકારમાં મુખ્યમંત્રી બન્યા
- 2013માં જેબીટી ભરતી કૌભાંડમાં ઓમ પ્રકાશ ચૌટાલાને 10 વર્ષની જેલ થઈ
- ઓમપ્રકાશ ચૌટાલાએ સજા પૂર્ણ કર્યા બાદ 6 વર્ષ સુધી ચૂંટણીથી દૂર રહ્યા
- 80 વર્ષથી વધુ ઉંમરે બોર્ડની પરીક્ષા પાસ કરી
– ચાર વખત રહ્યા હરિયાણાના મુખ્યમંત્રી
1. પ્રથમ કાર્યકાળ 1989-1990:ઓમ પ્રકાશ ચૌટાલાએ 2 ડિસેમ્બર 1989ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી પદ સંભાળ્યું.જો કે, તેમનો કાર્યકાળ ટૂંકો હતો,તેમની સરકાર બરતરફ કરવામાં આવ્યા બાદ 22 મે 1990 સુધી ચાલ્યો હતો.
2. બીજી મુદત 1990 : રાજકીય ઉથલપાથલ પછી,ચૌટાલા 12 જુલાઈ, 1990ના રોજ ફરીથી મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા,પરંતુ આ કાર્યકાળ તેનાથી પણ નાનો હતો.તેઓ માત્ર પાંચ દિવસ જ મુખ્યમંત્રી રહી શક્યા.
3. ત્રીજી મુદત 1991: વર્ષ 1991માં ચૌટાલાને ફરી એકવાર મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને 22 માર્ચથી 6 એપ્રિલ 1991 સુધી તેઓએ પદ સંભાળ્યુ.
4. ચોથો કાર્યકાળ 1999–2005 : ચૌટાલાનો સૌથી મહત્વપૂર્ણ અને સૌથી લાંબો કાર્યકાળ 24 જુલાઈ 1999 થી 5
માર્ચ 2005 સુધીનો તેમનો ચોથો કાર્યકાળ હતો.આ સમય દરમિયાન,તેમણે રાજ્યની કૃષિ અને ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાના હેતુથી અનેક પહેલો પર કામ કર્યું.
– કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકારજુન ખડગેએ શોક વ્યક્ત કર્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ઓમ પ્રકાશ ચૌટાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષે X પર લખ્યું કે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા સી.એચ. ઓમ પ્રકાશ ચૌટાલા જીના નિધનના સમાચાર દુઃખદ છે. તેમણે હરિયાણા અને દેશની સેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. દુઃખની આ ઘડીમાં અમે તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને મૃત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.