હેડલાઈન :
- છત્તીસગઢમાં NIAએ મોટી કાર્યવાહી કરી
- ખૂંખાર નક્સલવાદી બાંદ્રા તાતીને ઝડપ્યો
- CRPF અને છત્તીસગઢ પોલીસની મદદ લેવાઈ
- 10 જવાનોની હત્યા કરનાર ખતરનાક નક્સલવાદી
- આ કાર્યવાહીછી સુરક્ષા દળોનું મનોબળ મજબૂત થશે
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA એ ગુરુવારે CRPF અને છત્તીસગઢ પોલીસની મદદથી 10 જવાનોની હત્યા કરનાર ખતરનાક નક્સલવાદી બાંદ્રા તાતીની ધરપકડ કરી હતી.
આ ખૂંખાર નક્સલવાદીની અરનપુર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવે આ સમગ્ર માહિતી આપી હતી.
NIAના રિલિઝ મુજબ બાંદ્રા તાતી અન્ય નક્સલવાદીઓ સાથે મળીને આતંકવાદી હુમલાના કાવતરામાં સીધો સામેલ હતો.તપાસમાં એ પણ સામે આવ્યું છે કે IEDના પરિવહન ઉપરાંત, તાતી ઘાતક હુમલાને અંજામ આપવામાં સહાયક ભૂમિકા ભજવી રહ્યો હતો.તપાસ દરમિયાન ઘણી મહત્વની કડીઓ મળી હતી,જેની મદદથી બાંદ્રા તાતીની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.આ ધરપકડથી સુરક્ષા દળોનું મનોબળ પણ મજબૂત થશે અને નક્સલવાદ સામે ચાલી રહેલી કાર્યવાહી વધુ તેજ થશે.
નોંધનીય છે કે 23 એપ્રિલ 2023ના રોજ તાતીએ અરનપુરના પેડકા ચોક પાસે ઓચિંતો હુમલો કર્યો હતો.જેમાં દસ જવાનોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ છત્તીસગઢ પોલીસે 26 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી,ત્યારબાદ ફેબ્રુઆરી 2024માં તપાસ NIAને સોંપવામાં આવી હતી.
SORCE : હિન્દુસ્તાન સમાચાર