હેડલાઈન :
- “વન નેશન-વન ઇલેક્શન” ને લઈ JPCની પ્રથમ બેઠક મળશે
- આગામી 8 જાન્યુઆરીના રોજ મળશે JPC ની પ્રથમ બેઠક
- JPC ના અધ્યક્ષ પી.પી.ચૌધરીએ બોલાવી મહત્વની બેઠક
- લોકસભા-રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે ચર્ચા
- શિયાળુ સત્રના અંતિમ દિવસે સંસદીય સમિતિમાં મોકલાયુ બિલ
‘એક દેશ-એક ચૂંટણી’ પર સંયુક્ત સંસદીય સમિતિ JPC ની પ્રથમ બેઠક આગામી 8 જાન્યુઆરીએ યોજાશે. JPC ના અધ્યક્ષ પી.પી.ચૌધરીએ આ બેઠક બોલાવી છે.
JPC ના અધ્યક્ષ પી.પી. ચૌધરીએ આ બેઠક બોલાવી છે.આ બેઠકમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે.
સંસદીય સૂત્રો અનુસાર આ બેઠકમાં અધિકારીઓ બે મહત્વપૂર્ણ બિલ -બંધારણ (129મો સુધારો) બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ (કાયદો) સંશોધન બિલ વિશે માહિતી આપશે.આ બિલોનો હેતુ લોકસભા અને રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી એકસાથે કરાવવા માટે જરૂરી ફેરફારો કરવાનો છે.ઉલ્લેખનીય છે કે આ બિલો ગયા સપ્તાહે લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા.આ પછી, તેમને શિયાળુ સત્રના અંતિમ દિવસે સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યા હતા.
આ માટે સંયુક્ત સંસદીય સમિતિ JPC ની રચના કરવામાં આવી હતી.અગાઉ કમિટીમાં સભ્યોની સંખ્યા 31 હતી પરંતુ જ્યારે ઘણા રાજકીય પક્ષોએ તેમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેની સંખ્યા વધારીને 39 કરવામાં આવી હતી.ભાજપના સાંસદ પી.પી.ચૌધરી આ સમિતિના અધ્યક્ષ છે જ્યારે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો અનુરાગ ઠાકુર,પરસોત્તમ રૂપાલા,મનીષ તિવારી અને ઘણા પ્રથમ ગાળાના સાંસદો-પ્રિયંકા ગાંધી,બાંસુરી સ્વરાજ અને સંબિત પાત્રા પણ સમિતિના સભ્ય છે.સમિતિમાં લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સભ્યો એટલે કે કુલ 39 સભ્યો છે.
SORCE : હિન્દુસ્તાન સમાચાર