હેડલાઈન :
- બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો
- રાજ્યભરમાં બે દિવસથી વાદળછાયુ વાતાવરણ સર્જાયુ
- રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી
- રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે હવામાન વિભાગની આગાહી
- ડિસેમ્બરના અંત ભાગમાં કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી
- રાજ્યમાં 26 થી 28 ડિસેમ્બર વચ્ચે કમાસમી વરસાદ પડી શકે
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાદળ છાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.સાથે જ વહેલી સવારે ધુમ્મસ પણ છવાયેલો રહે છે.તે વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે.અને આકાશમાં વાદળ છવાયેલા જોવા મળી રહ્યા છે.તો વળી વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલો રહે છે.જેથી વિઝિબિલિટી પણ ઘટી જાય છે.તો વળી આના કારણે રાજ્યમાં ઠંડીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
આમ શિયાળાની ઠંડી વચ્ચે જ્યારે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે હવામાન વિભાગે પણ ડિસેમ્બરના અંતભાગમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. જે અનુસાર રાજ્યમાં 26 થી 28 ડિસેમ્બરના રોજ કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.
રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 26 ડિસેમ્બરથી લઈ સતત ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠુ થવાની શક્યતા છે.જેથી આગળના પાંચ દિવસ સુધી રાજ્યના તાપમાનમાં કોઈ બદલાવ થવાની શક્યતાઓ જોવાઈ રહી નથી.અને સમગ્ર રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે સાથે જ કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ છવાયેલો રહેશે.
હવામીન વિભાગ મુજબ નલિયામાં સૌથી ઓછુ 7.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.તો વડોદરામાં 14.2,ડીસામાં 12.8,અમરેલીમાં 11.8,રાજકોટમાં 13.5,ભૂજમાં 10.6,અમદાવાદમાં 12.7,સુરતમાં 16.8,કંડલા પોર્ટ ખાતે 13.0 આ પ્રમાણે રાજ્યના બાકીના વિસ્તારોમાં પણ તાપમાનનો પારો ગગળતા ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે.
નોંધનિય છે કે આ પ્રકારના બદલાતા વાતાવરણને લઈને કૃષિ પાકોને નુકસાન થવાની સંભાવના વધી જાય છે.જેમાં ખાસ કરીને રવિ રાકો જેવાકે રાયડો.તુવર,જીરુ,વરીયાળી,તલ જેવા પાકોમાં જીવાત પડવા સંભવ વધે છે.ત્યારે રાજ્યના ખેડુતોમા વાતાવરણમા આવેલ પલટાને લઈ ચિંતાતૂર બન્યા છે.