હેડલાઈન :
- પુષ્પા ફેમ અભિનેતા અલ્લુ અર્જુન પહોંચ્યા પોલીસ સ્ટેશન
- હૈદરાબાદ પોલીસે લ્લુ અર્જુનને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું
- ભાગદોડમાં થયેલ મહિલાના મોત અંગે તેમની પૂછપરછ કરાશે
- આરોપી નંબર 11 તરીકે અલ્લુ અર્જુનનું નામ નોંધવામાં આવ્યું હતું
- હૈદરાબાદ પોલીસે 13 ડિસેમ્બરે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી
હૈદરાબાદ પોલીસે નાસભાગ કેસમાં પુષ્પા ફેમ એક્ટર અલ્લુ અર્જુનને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.તેમને પૂછપરછ માટે આવવા માટે બોલાવવામાં આવ્યા છે.
હૈદરાબાદ પોલીસે નાસભાગ કેસમાં પુષ્પા ફેમ એક્ટર અલ્લુ અર્જુનને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.મહિલાના મોત અંગે તેમની પૂછપરછ કરવામાં આવશે.4 ડિસેમ્બરે ફિલ્મ ‘પુષ્પા-2’ના સ્ક્રિનિંગ દરમિયાન ફાટી નીકળેલી નાસભાગની તપાસના સંબંધમાં પ્રખ્યાત તેલુગુ ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનને આજે પોલીસ સમક્ષ હાજર થવા માટે નોટિસ આપવામાં આવી છે.અભિનેતા અલ્લુ અર્જુન હાજર થવા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.અલ્લુ અર્જુને પોલીસ સ્ટેશન જતા પહેલા તેની પત્નીને ગળે લગાવી હતી.આ દરમિયાન તેમની પુત્રી પણ ત્યાં હાજર હતી,જે કાર મુકવા આવી હતી.
આરોપી નંબર 11 તરીકે અલ્લુ અર્જુનનું નામ નોંધવામાં આવ્યું હતું.મહિલાના મૃત્યુના સંબંધમાં હૈદરાબાદ પોલીસે 13 ડિસેમ્બરે તેની ધરપકડ કરી હતી.તેલંગાણા હાઈકોર્ટે તે જ દિવસે અભિનેતાને ચાર અઠવાડિયાના વચગાળાના જામીન આપ્યા હતા અને 14 ડિસેમ્બરની સવારે તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
SORCE : હિન્દુસ્તાન સમાચાર