Friday, May 16, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

શાસન વ્યવસ્થામાં ગરીબ-સામાન્ય માનવીને કેન્દ્રસ્થાને રાખીને અટલ બિહારીજીએ સેવા-સુશાસન આપ્યું : CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ 25મી ડિસેમ્બર સુશાસન દિવસે રાજ્યના વન વિભાગમાં 800 ઉપરાંત નવ યુવાઓને નવી નિમણૂંકના નિયુક્તિ પત્રો એનાયત કર્યા હતા.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Dec 26, 2024, 09:11 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • 25 ડિસેમ્બર એટલે અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ
  • અટલજીની જન્મ જયંતિ અવસરે સુશાસન દિવસ તરીકે ઉજવણી
  • અટલ બિહારી વાજપેયીજીની જન્મ શતાબ્દીની દેશ ભરમાં ઉજવણી
  • ગુજરાતના વન વિભાગમાં 800 ઉપરાંત યુવાઓનું વર્કફોર્સ ઉમેરાયું
  • નવી નિમણૂંક પામ્યા 810 વન રક્ષકો 40 મદદનીશ વન સંરક્ષક
  • નવી નિમણૂંક પામનારને નિયુક્તિ પત્રો એનાયત કરવામાં આવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ 25મી ડિસેમ્બર સુશાસન દિવસે રાજ્યના વન વિભાગમાં 800 ઉપરાંત નવ યુવાઓને નવી નિમણૂંકના નિયુક્તિ પત્રો એનાયત કર્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યના વન વિભાગમાં નવી નિમણૂંક પામેલા 810 વન રક્ષકો અને… pic.twitter.com/ocvZySE161

— CMO Gujarat (@CMOGuj) December 25, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.અટલબિહારી વાજપેયીના જન્મદિવસ 25મી ડિસેમ્બરને 2014થી સુશાસન દિવસ તરીકે ઉજવવાની શરૂ કરેલી પરંપરાને નિયુક્તિ પત્ર વિતરણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગળ ધપાવી હતી.

તેમણે કહ્યું કે,શાસન વ્યવસ્થામાં ગરીબ,સામાન્ય માનવીને કેન્દ્રસ્થાને રાખીને અટલ બિહારીજીએ સેવા-સુશાસન આપ્યું છે.વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ આ સુશાસનના લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા સેચ્યુરેશનનો જે કાર્ય મંત્ર અપનાવ્યો છે તેને સાકાર કરવામાં મેનપાવર-વર્કફોર્સની ભૂમિકા મહત્વપૂર્ણ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે,યુવાશક્તિના કૌશલ્ય અને સામર્થ્યને જનસેવામાં જોડવા સરકારે પારદર્શિતાથી સમયબદ્ધ ભરતી પ્રક્રિયાઓ હાથ ધરી છે.યુવાશક્તિના ડેમોગ્રાફિક ડિવિડન્ડને રાજ્યના વિકાસમાં યોગદાન આપવા આપણે સજ્જ બનાવવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ફોરેસ્ટ ફોર્સમાં જોડાઈ રહેલા નવનિયુક્ત યુવાઓને પર્યાવરણ રક્ષા અને વનોના જતન સંવર્ધન સાથે રાજ્યની વિકાસ યાત્રામાં સહભાગી થવા પ્રેરક આહવાન પણ કર્યું હતું.

તેમણે વિકસિત ભારત @ 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં આ નવનિયુક્ત યુવાઓ પ્રકૃતિ અને માનવ જાતના કલ્યાણ માટે સેવારત રહેશે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો.ગુજરાતના વિકાસ રોલ મોડલને નવી વૈશ્વિક ઊંચાઈ આપવામાં પણ આ નવનિયુક્ત વન કર્મીઓના યોગદાનની અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

વન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આજે અટલજીની યાદમાં ગુજરાત સહિત દેશભરમાં સુશાસન દિવસ ઉજવવામાં આવે છે.તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાસન થકી ગુજરાતને આગવી ઓળખ અપાવી છે તેને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ વધારી રહ્યા છે. આજે વન વિભાગમાં મોટી સંખ્યામાં મદદનીશ વન સંરક્ષક અને વનરક્ષકની નવી ભરતી કરીને સુશાસન દિવસને સાચા અર્થમાં ઊજવણી કરવામાં આવી છે.વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતી નવી પેઢી આગામી સમયમાં વન અને વન્ય જીવના રક્ષણ માટે મહત્વની ભૂમિકા ભજવશે તેમ જણાવી વન મંત્રીએ નવનિયુક્ત કર્મયોગીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

વન મંત્રીએઓ જણાવ્યું હતું કે,માનવ અને વન્ય પ્રાણી વચ્ચે ઘર્ષણ અટકાવવા માટે મોરબી,જાંબુઘોડા,કચ્છ, જામનગર અને દ્વારકામાં રેસ્ક્યુ-ટ્રીટમેન્ટ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.વન વિભાગ દ્વારા પ્રવાસીઓને પુરતી સુવિધા ઉપલબ્ધ કરાવવા સિંહ દર્શન માટે બરડા તેમજ આંબરડી ખાતે સફારીની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.સિંહ,દિપડા,રિંછ અને વિવિધ પક્ષીઓની વૈજ્ઞાનિક પદ્ધતિથી ગણતરી પણ કરવામાં આવે છે.વન મંત્રીએ કહ્યું હતુ કે,ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે એગ્રો ફોરેસ્ટ્રી અંતર્ગત વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવે છે.વર્ષ 2023-24 માં શહેરી વિસ્તારમાં 20 થી 25 જેટલા અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે.

રાજ્ય કક્ષા મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,સુશાસનનો અર્થ પારદર્શક કામગીરી સાથે અસરકારક શાસન થાય છે.આજે જ્યારે વન રક્ષકોને નિમણૂક પત્ર એનાયત થયા છે ત્યારે વન રક્ષણ સહિત વનમાં થતા ગેરકાયદેસર શિકારને અટકાવવા તેમજ સ્થાનિક પરિવારો સાથે પારિવારિક ભાવના સાથે કાર્યો કરવા તે દરેક વનરક્ષકની જવાબદારી બને છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ “એક પેડ માં કે નામ” અભિયાનમાં સમગ્ર દેશને વૃક્ષ વાવવા તેમણે આહવાન કર્યું હતું જેનાથી વૃક્ષો અને પ્રકૃતિ સાથે સૌની આત્મીયતામાં વધારો થશે.

‘સુશાસન દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે “સેવા, સંકલ્પ અને સુશાસનના બે વર્ષ”, “Best Practices of Forest” અને ભારતીય વરુની ગુજરાતમાં હાજરી અંગે ‘Atlas of Indian Wolf Habitats in Gujarat” એમ ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. વન અને વન્ય જીવ સંરક્ષણમાં વન રક્ષકની ભૂમિકા દર્શાવતી એક દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.

Tags: CM BHUPENDRA PATELforestGandhinagarGOVERMENT OF GUJARATGujaratMULUBHAI BERASLIDERTOP NEWSworkforceyouth
ShareTweetSendShare

Related News

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.