હેડલાઈન :
- દેશના પૂર્ન વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન
- 92 વર્ષની જૈફ વયે AIIMS માં લીધા અંતિમ શ્વાસ
- દિલ્હીની એઈમ્સમાં રાત્રે 9.51 કલાકે અંતિમ શ્વાસ લીધા
- લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા રહેતી હતી
- ડો.મનમોહન સિંહ બે વખત દેશના વડાપ્રધાન રહ્યા
- વર્ષ 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા
- PM નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો
- કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ શોક વ્યક્ત કર્યો
- લોકસભા નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યક્ત કર્યો
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહલસિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. તબિયતના કારણોસર તેમને આ પહેલા પણ ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
पूर्व प्रधानमंत्री मनमोहन सिंह का 92 वर्ष की आयु में इलाज के लिए दिल्ली के एम्स में भर्ती कराए जाने के बाद निधन हो गया। pic.twitter.com/3fDdzHMqHx
— ANI_HindiNews (@AHindinews) December 26, 2024
– દિલ્હીની એઈમ્સમાં રાત્રે 9.51 કલાકે અંતિમ શ્વાસ લીધા
દેશના પૂર્વ વડાપ્રધાન ડોમનમોહન સિંહનું નિધન થયું છે.તેમણે રાજધાની દિલ્હીની એઈમ્સમાં રાત્રે 9.51 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.સાંજે તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.પૂર્વ પીએમ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.તબિયતના કારણોસર તેમને આ પહેલા પણ ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.તમને જણાવી દઈએ કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 92 વર્ષના હતા.મનમોહન સિંહ બે વખત ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેઓ 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા.
#WATCH कांग्रेस सांसद प्रियंका गांधी वाड्रा दिल्ली के एम्स पहुंचीं। https://t.co/kKvwVrskZO pic.twitter.com/s1bYOclsA9
— ANI_HindiNews (@AHindinews) December 26, 2024
#WATCH बीजेपी के राष्ट्रीय अध्यक्ष और केंद्रीय स्वास्थ्य मंत्री जेपी नड्डा दिल्ली के एम्स पहुंचे। pic.twitter.com/eg0cremtKd
— ANI_HindiNews (@AHindinews) December 26, 2024
– દેશભરમાં શોકની લહેર છવાઈ
પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધનથી દેશભરમાં શોકની લહેર છવાઈ ગઈ હતી.દરેક વ્યક્તિ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.મનમોહન સિંહના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ,સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ,કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે,લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજકારણ,રમતગમત અને ઉદ્યોગ જગતના દિગ્ગજ નેતાઓએ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. .
પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધનના સમાચાર મળતા જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દિલ્હી એઈમ્સ પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધી ડૉક્ટર મનમોહન સિંહને મળવા પહેલા જ હોસ્પિટલ પહોંચી ગયા હતા.AIIMS હોસ્પિટલની બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.
राष्ट्रपति द्रौपदी मुर्मू ने कहा, "पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह जी उन राजनेताओं में से एक थे, जिन्होंने शिक्षा और प्रशासन की दुनिया में समान सहजता से काम किया। सार्वजनिक कार्यालयों में अपनी विभिन्न भूमिकाओं में, उन्होंने भारतीय अर्थव्यवस्था को सुधारने में महत्वपूर्ण योगदान… pic.twitter.com/PGzVD6x03C
— ANI_HindiNews (@AHindinews) December 26, 2024
– રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શોક વ્યક્ત કર્યો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું,”ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ જી એવા રાજકારણીઓમાંના એક હતા જેમણે શિક્ષણ અને વહીવટની દુનિયામાં સમાન સરળતા સાથે કામ કર્યું હતું. જાહેર કચેરીઓમાં તેમની વિવિધ ભૂમિકાઓમાં, તેમણે ભારતીય અર્થતંત્રને સુધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા, તેમના દોષરહિત રાજકીય જીવન અને તેમની અત્યંત નમ્રતા માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.
उपराष्ट्रपति जगदीप धनखड़ ने ट्वीट किया, "पूर्व प्रधानमंत्री और भारत के आर्थिक परिदृश्य को बदलने वाले एक प्रतिष्ठित अर्थशास्त्री डॉ. मनमोहन सिंह जी के निधन के बारे में जानकर बहुत दुख हुआ। पद्म पद्म विभूषण से सम्मानित और 1991 में भारत के आर्थिक उदारीकरण के वास्तुकार, उन्होंने… pic.twitter.com/TFAeWkoBti
— ANI_HindiNews (@AHindinews) December 26, 2024
– ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે શોક વ્યક્ત કર્યો
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ટ્વીટ કર્યું, “ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારતના આર્થિક લેન્ડસ્કેપને બદલી નાખનાર પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહ જીના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. પદ્મ વિભૂષણ પુરસ્કાર અને 1991માં ભારતના આર્થિક ઉદારીકરણના શિલ્પકાર.” તેમણે હિંમતપૂર્વક આપણા દેશને એક મહત્વપૂર્ણ પરિવર્તન દ્વારા નેતૃત્વ કર્યું, વિકાસ અને સમૃદ્ધિ માટે નવા માર્ગો ખોલ્યા….”
पीएम मोदी ने ट्वीट किया, "भारत अपने सबसे प्रतिष्ठित नेताओं में से एक डॉ. मनमोहन सिंह जी के निधन पर शोक मनाता है। साधारण परिवार से उठकर वह एक प्रतिष्ठित अर्थशास्त्री बने। उन्होंने वित्त मंत्री सहित विभिन्न सरकारी पदों पर कार्य किया और वर्षों तक हमारी आर्थिक नीति पर एक मजबूत छाप… pic.twitter.com/pnf7hJkpc8
— ANI_HindiNews (@AHindinews) December 26, 2024
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेन्द्र मोदी ने दिवंगत पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह को अंतिम श्रद्धांजलि अर्पित की और उनके परिवार के प्रति संवेदना व्यक्त की।
(सोर्स: डीडी) pic.twitter.com/wQtFMEbuE4
— ANI_HindiNews (@AHindinews) December 27, 2024
– પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે ભારત તેના સૌથી પ્રતિષ્ઠિત નેતા ડો.મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરે છે.એક સામાન્ય પરિવારમાંથી ઉભરીને તેઓ એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી બન્યા.તેમણે નાણાપ્રધાન સહિત વિવિધ સરકારી હોદ્દાઓ સંભાળ્યા હતા અને વર્ષોથી તેમની આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી હતી.આપણા વડાપ્રધાન તરીકે, તેમણે લોકોના જીવનને સુધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યા.તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવંગત પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
#WATCH दिल्ली: केंद्रीय गृह मंत्री अमित शाह और केंद्रीय मंत्री जेपी नड्डा ने पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह को श्रद्धांजलि दी। pic.twitter.com/zVHqyp2Atj
— ANI_HindiNews (@AHindinews) December 27, 2024
– પૂર્વ પીએમ ડો.મનમોહન સિંહની જીવન ઝરમર
મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતમાં થયો હતો.
તેમના પિતાનું નામ ગુરમુખ સિંહ અને માતાનું નામ અમૃત કૌર હતું.દેશના ભાગલા પછી તેમનો પરિવાર ભારત આવી ગયો અને અહીં રહેવા લાગ્યો.મનમોહન સિંહે પંજાબ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચડી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ડી.ફિલ.પૂર્વ પીએમ પંજાબ અને દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર પણ હતા.
1966-1969 દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર પરિષદ માટે આર્થિક બાબતોના અધિકારી તરીકે ચૂંટાયા.
મનમોહન સિંહ આયોજન પંચ (નીતિ આયોગ)ના ઉપાધ્યક્ષ પણ હતા.
- 1982 થી 1986 દરમિયાન ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે પણ સેવા આપી હતી
- મનમોહન સિંહ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે
- 1991માં પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા
- 1995, 2001, 2007 અને 2013માં રાજ્યસભાના સાંસદ પણ હતા
- 1998 થી 2004 સુધી રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે સેવા આપી હતી
- 1999માં દક્ષિણ દિલ્હી લોકસભામાંથી ચૂંટણી લડ્યા પરંતુ ભાજપના વિજય કુમાર મલ્હોત્રા સામે હારી ગયા
- 1991 થી 1996 સુધી નરસિમ્હા રાવ સરકારમાં નાણા મંત્રી હતા
- 2004 થી 2014 સુધી 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા
- ડો.મનમોહન સિંહને પુરસ્કારો મળ્યા
- 1987માં મનમોહન સિંહને બીજા ક્રમનું સર્વોચ્ચ સન્માન પદ્મ વિભૂષણ મળ્યું
- 1993 અને 1994માં વર્ષના શ્રેષ્ઠ નાણામંત્રી માટે એશિયા મની એવોર્ડ આપવામાં આવ્યો
- 1993 માં શ્રેષ્ઠ નાણા પ્રધાન માટે યુરો મની એવોર્ડ એનાયત
ડો.મનમોહન સિંહના નિધન પર ભારત સરકરે રાષ્ટ્રીય શોક જાહેર કરી સરકારી કાર્યક્રમો મોકૂફ રાખી રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ રાખવા નિર્દેશ કર્યો હવાનું પણ જાણવા મળી રહ્યુ છે.