હેડલાઈન :
- ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો
- વાદળછાયુ વાતાવરણ વચ્ચે થયુ માવઠું
- ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી
- ઠંડીના ચમકારા વચ્ચે હવામાન વિભાગની આગાહી
- કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી
- 26 થી 28 ડિસેમ્બર વચ્ચે કમસમી વરસાદ
- રજ્યમાં ક્યાંક કરા સાથે પણ વરસાદ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળ છાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.સાથે જ વહેલી સવારે ધુમ્મસ પણ છવાયેલો રહે છે.તે વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે.અને આકાશમાં વાદળ છવાયેલા જોવા મળી રહ્યા છે.તો વળી વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલો રહે છે.જેથી વિઝિબિલિટી પણ ઘટી જાય છે.તો વળી આના કારણે રાજ્યમાં ઠંડીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
શિયાળાની ઠંડી વચ્ચે જ્યારે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે હવામાન વિભાગે પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.જે અનુસાર રાજ્યમાં 26 થી 28 ડિસેમ્બરના રોજ કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. નોંધનિય છે કે આજે 26 ડિસેમ્બરની રાત્રે રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠુ થયુ તો ક્યાંક કરા સાથે વરસાદ પણ થયો છે.
રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 26 ડિસેમ્બરથી લઈ સતત ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠુ થવાની શક્યતા છે.ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાત અને અને દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની શકયતાઓ છે.
– હવામાન વિભાગની માવઠાની આગાહી
હવામાન વિભાગે ભારે વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે.આગામી 48 કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે છોટા ઉદેપુર,નર્મદા,તાપી,ડાંગમાં 40થી 50 કિલોમીટર પવન સાથે કરા પડવાની આગાહી છે.જ્યારે આવતીકાલે એટલે કે 28 ડિસેમ્બરે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાની આગાહી છે.
– ઉત્તર ગુજરાતમાં શકે નુકસાન
બીજી તરફ હવામાન નિષ્ણાંતો અનુમાન છે કે માવઠાની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી શકે છે.સાબરકાંઠા અને બનાસકાંઠામાં માવઠું ભારે નુકસાન કરી શકે છે.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ થઇ શકે છે.