હેડલાઈન :
- વિદશમંત્રી ડો.એસ.જયશંકરની કતારના વડાપ્રધાન સાથે મુલાકાત
- વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથે મુલાકાત
- તાજેતરના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણે વ્યાપક ચર્ચા થઈ
- ડો.એસ.જયશંકર અગાઉ 06 ડિસેમ્બરે જયશંકર કતાર ગયા હતા
- વિદેશમંત્રી ડો.જયશંકરે દોહા ફોરમની 22મી આવૃત્તિમાં ભાગ લીધો
વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે બુધવારે કતારના વડાપ્રધાન અને વિદેશ પ્રધાન મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથે મુલાકાત કરી હતી.જયશંકરે કહ્યું કે બેઠક દરમિયાન અલ થાની અને તેમણે દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી.
વિદેશમંત્રી ડો.એસ.જયશંકરે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, આજે દોહામાં વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીને મળીને આનંદ થયો.2025માં મારી પ્રથમ રાજદ્વારી બેઠક.અમારા દ્વિપક્ષીય સહકારની ઉપયોગી સમીક્ષા.”તાજેતરના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણે વ્યાપક ચર્ચા થઈ હતી.”
અગાઉ 06 ડિસેમ્બરે જયશંકર કતાર ગયા હતા,જ્યાં તેમણે દોહા ફોરમની 22મી આવૃત્તિમાં ભાગ લીધો હતો.ત્યારબાદ,’નવા યુગમાં સંઘર્ષ નિવારણ’ પરની પેનલમાં બોલતી વખતે,વિદેશ મંત્રીએ પશ્ચિમ એશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષની પ્રાદેશિક શિપિંગ અને વેપાર પરની અસર પર પ્રકાશ પાડ્યો હતો. વધુમાં વધુ અને સહભાગી મુત્સદ્દીગીરીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
SORCE : હિન્દુસ્તાન સમાચાર