હેડલાઈન :
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક
- આઈલેન્ડ ડેવલપમેન્ટ એજન્સીની બેઠકની કરી અધ્યક્ષતા
- નવી દિલ્હીમાં આઇલેન્ડ ડેવલપમેન્ટ એજન્સીની 7મી બેઠક
- IDAની બેઠકમાં વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે નવી દિલ્હીમાં આઇલેન્ડ ડેવલપમેન્ટ એજન્સી IDA ની 7મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે નવી દિલ્હીમાં આઇલેન્ડ ડેવલપમેન્ટ એજન્સી IDAની 7મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.આઇલેન્ડ ડેવલપમેન્ટ એજન્સીએ ટાપુઓના એકંદર વિકાસ કાર્યક્રમ તરફ થયેલી પ્રગતિની સમીક્ષા કરી.
ગૃહ મંત્રાલયના અનુસાર આ બેઠકમાં આંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર એડમિરલ (આર) ડીકે જોશી,લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ,કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન,ગૃહ,વાણિજ્ય,આદિજાતિ બાબતો,પર્યાવરણ અને વન,પેટ્રોલિયમ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.નેચરલ ગેસ,ટેલિકોમ,શિપિંગ, જળ સંસાધન,પૃથ્વી વિજ્ઞાન,નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયોના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.
હિન્દુસ્તાન સમાચાર