હેડલાઈન :
- ભારત શેખ હસીનાનું બાંગ્લાદેશ પ્રત્યાર્પણ નહી કરે
- ભારત સરકારે શેખ હસીનાની શરણાગતિ અવધી લંબાવી
- બાંગ્લાદેશની વચગળાની સરકારે પ્રત્યાર્પણની કરી છે માંગ
- બાંગ્લાદેશની વચગાળાની મુહમ્મદ યુનુસ સરકારે માંગ કરી
- મુહમ્મદ યુનુસ સરકારે શેખ હસીનાનો પાસપોર્ટ કર્યો રદ્દ
- પાસપોર્ટ રદ્દ કરવા છતા પણ ભારત સરકારે લંબાવ્યા વિઝા
- વિઝા માટે પાસપોર્ટની માન્યતા હોવી છે ખૂબ જ જરૂરી
મુહમ્મદ યુનુસના નેતૃત્વ વાળી બાંગ્લાદેશની વચગળાની સરકારે ભારત સરકાર પાસે ઔપચારિક રીતે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી છે.
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ગયા વર્ષે 5 ઓગસ્ટે પોતાની બહેન શેખ રેહાના સાથે દેશ છોડીને ભાગી ગયા હતા.દેશની હકાલપટ્ટી કરાયેલ શેખ હસીના પોતાની બહેન સાથે બાંગ્લાદેશથી ભારત આવ્યા હતા.અને ત્યારથી તે ભારત સરકારના આશ્રય હેઠળ જીવી રહ્યા છે.મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે શેખ હસીનાને બાંગ્લાદેશ મોકલવાની ભારત સરકારની માંગ ઘણી વખત ઉઠાવી છે.
મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારે 23 ડિસેમ્બરે ઔપચારિક રીતે હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી હતી.ઢાકામાં સત્તાવાળાઓએ દાવો કર્યો હતો કે હસીનાને 2024ના વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા અને ગુમ થવામાં તેની કથિત સંડોવણી સંબંધિત આરોપોનો સામનો કરવો પડશે,જેમાં 500 થી વધુ લોકો માર્યા ગયા હતા.બાંગ્લાદેશમાં શેખ હસીના વિરૂદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું છે અને તેમની સામે ઘણા કેસ પણ લગાવવામાં આવ્યા છે.પરંતુ શેખ હસીનાના પ્રત્યાર્પણ કેસમાં ભારત સરકારે બાંગ્લાદેશની વચગાળાની સરકારને મોટો ઝટકો આપ્યો છે.
શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ વચ્ચે ભારત સરકારે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાનના વિઝા લંબાવ્યા છે.આમ કરવાથી,સરકારે સ્પષ્ટ કર્યું છે કે શેખ હસીનાને બાંગ્લાદેશ પ્રત્યાર્પણ કરવામાં આવશે નહીં.નોધનિય છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકારના પાસપોર્ટ વિભાગે શેખ હસીનાનો પાસપોર્ટ રદ કરી દીધો છે. વિઝા માટે પાસપોર્ટની માન્યતા પણ જરૂરી છે,પરંતુ તેમ છતાં ભારત સરકાર તેમના વિઝા લંબાવ્યા છે.
જો કે શેખ હસીનાના લાંબા સમય સુધી રોકાવાથી દ્વિપક્ષીય સંબંધો માટે તાત્કાલિક કોઈ ખતરો નથી,બાંગ્લાદેશની પ્રત્યાર્પણની માંગે પરિસ્થિતિને જટિલ બનાવી છે.પ્રત્યાર્પણની વિનંતી એવા સમયે આવી છે જ્યારે બાંગ્લાદેશની વચગાળાની સરકાર વિપક્ષી નેતાઓને સંભાળવાને લઈને ટીકાનો સામનો કરી રહી છે.ટીકાકારોએ એવી દલીલ કરી છે કે હસીનાનો પાસપોર્ટ રદ્દ કરવો અને તેમની સામેના આરોપો આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા સત્તાને મજબૂત કરવાના રાજકીય પ્રેરિત પ્રયાસો હતા.