હેડલાઈન :
- અયોધ્યામાં શ્રી રામ મંદિરે રામલલાનો અભિષેક કરાયો
- UP ના મુખ્યમંત્રી યોગી આદિત્યાથે કર્યા રામલલાના દર્શન
- શ્રી રામ મંદિરની પ્રથમ વર્ષ ગાંઠ પર વિશેષ કાર્યક્રમો
- શનિવારથી લઈ ત્રણ દિવસ સુધી યોજાશે મહોત્સવ
- 22 જાન્યુઆરી 2024 ના રોજ રામલલાનો અભિષેક થયો હતો
- મંદિર ટ્રસ્ટ દ્વારા 11 થી13 જાન્યુઆરી એમ ત્રણ દિવસીય કાર્યક્રમો
- હિન્દુ કેલેન્ડર મુજબ આજે શનિવારે રામલલાનો અભિષેક કરાયો હતો
- PM મોદીએ શ્રી રામ મંદિરની પહેલી વર્ષગાંઠ પર શુભેચ્છાઓ પાઠવી
અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી રામ લલ્લાનો મહાભિષેક કરવામાં આવ્યો હતો.તો ભગવાનની આરતી પણ કરવામાં આવી હતી.
#WATCH | Shri Ram Lalla Mahabhishek performed at Ram Janmabhoomi Temple in Ayodhya on the occasion of the first anniversary of 'Pran Pratishtha'
(Source: DD National) pic.twitter.com/ZmetO4ODOE
— ANI (@ANI) January 11, 2025
#WATCH | Ayodhya | UP CM Yogi Adityanath arrives at Shri Ram Temple to offer prayers on the occasion of 'Pratishtha Dwadashi', the first anniversary of the Pran Pratishtha of Sri Ram Janmabhoomi Temple. pic.twitter.com/clDAVuFzSR
— ANI (@ANI) January 11, 2025
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલાના દર્શન કર્યા હતા.ત્યાર બાદ તેમણે શ્રી રામલલાની અરતી પણ કરી હતી,
શ્રી રામ જન્મભૂમિના ભવ્ય મંદિરમાં બિરાજમાન રામ લલ્લાના અભિષેકની પ્રથમ વર્ષગાંઠ,પ્રતિષ્ઠા દ્વાદશી, શનિવારે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે.આજે,પ્રતિષ્ઠા દ્વાદશીના પહેલા દિવસે,રામલલાને સોના અને ચાંદીના દોરાથી શણગારેલા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યુ બાદમાં રામલલાનો અભિષેક કરવામાં આવ્યોતો રામલલાની પૂજા અને અભિષેકની પ્રક્રિયા સવારે 10 વાગ્યે શરૂ થઈ.પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન રામલલાના અભિષેક માટે જે રીતે વિધિઓ કરવામાં આવતી હતી તે જ રીતે,પ્રતિષ્ઠા દ્વાદશીના દિવસે પણ રામલલાનો પંચામૃત,સરયુ જળ વગેરેથી અભિષેક કરવામાં આવી હતી.અભિષેક-પૂજન પછી રામલલાની મહાઆરતી બરાબર બપોરે 12:20 વાગ્યે થઈ હતી.
ભવ્ય કાર્યક્રમોના સાક્ષી બનવા માટે સામાન્ય જનતાને અંગદ ટીલા સ્થળ પર આમંત્રણ આપવામાં આવ્યું છે. અહીં એક જર્મન હેંગર ટેન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે,જેમાં 5,000 લોકો રહી શકશે.સામાન્ય જનતાને ભવ્ય કાર્યક્રમો જોવાની તક મળશે,જેમાં મંડપ અને યજ્ઞશાળામાં દરરોજ આયોજિત શાસ્ત્રીય સાંસ્કૃતિક પ્રદર્શન,ધાર્મિક વિધિઓ અને રામ કથા પ્રવચનોનો સમાવેશ થાય છે.પરિસરની અંદર યજ્ઞસ્થળ પર સજાવટ અને ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.આ ઉત્સવોના મુખ્ય સ્થળો મંડપ અને યજ્ઞશાળા હશે.રામ મંદિર ઉજવણીનો ભાગ બનવાનો આ સામાન્ય લોકો માટે એક દુર્લભ અવસર છે.
Great heritage of our culture, spirituality: PM Modi extends wishes on Ayodhya's Ram Temple 1st anniversary
Read @ANI | Story https://t.co/1LSgk0o2g5#PMModi #Ayodhya #RamTemple #JanmbhoomiTeerthKshetraTrust pic.twitter.com/RNB6Q3Zcj6
— ANI Digital (@ani_digital) January 11, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાના શ્રી રામ મંદિરની પહેલી વર્ષગાંઠ પર શુભેચ્છાઓ પાઠવી,ક્હ્યું આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો મહાન વારસો.
#WATCH | Ayodhya: UP CM Yogi Adityanath says, "I extend best wishes to everyone on the first anniversary of Ram Mandir Prana Pratishtha… A year ago today, the Ram Mandir Prana Pratishtha ceremony was held after ending a wait of 500 years…" pic.twitter.com/dokgSInWki
— ANI (@ANI) January 11, 2025
તો આ પ્રસંગે અયોધ્યાથી સંબોધન કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યાથે કહ્યુ કે “રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર,હું સૌને શુભેચ્છા પાઠવું છું..આજથી એક વર્ષ પહેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,જેનાથી 500 વર્ષની રાહનો અંત આવ્યો…”
#WATCH | Ayodhya: UP CM Yogi Adityanath says, "On an average, 1.5 to 2 lakh devotees are reaching Ayodhya every day… Before 2014, there was no electricity in Ayodhya. There was no cleanliness in Ayodhya… There was no airport in Ayodhya. But today Ayodhya has an international… pic.twitter.com/ytUiH44ZbD
— ANI (@ANI) January 11, 2025
યોગી આદિત્યનાથે કહ્યું, “દરરોજ સરેરાશ 1.5 થી 2 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે..2014 પહેલા, અયોધ્યામાં વીજળી નહોતી.અયોધ્યામાં સ્વચ્છતા નહોતી.એરપોર્ટ નહોતું.અયોધ્યા. પણ આજે અયોધ્યામાં એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે..અયોધ્યામાં ચાર-માર્ગીય અને છ-માર્ગીય રસ્તા બનાવવામાં આવ્યા છે. સરયુ નદીના ઘાટ દેશભરના પ્રવાસીઓને આકર્ષે છે…”