હેડલાઈન :
- દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 ની કવાયત
- ભારતીય જનતા પાર્ટીએ બીજી યાદી જાહેર કરી
- ભાજપે 29 ઉમેદવારોની યાદીની જાહેરાત કરી
- ભાજપે અત્યાર સુધીમાં કુલ 58 ઉમેદવારો જાહેર કર્યા
- દિલ્હી વિધાનભાની કુલ 70 બેઠકો પર યોજાઈ ચૂંટણી
ભારતીય જનતા પાર્ટીએ શનિવારે રાત્રે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.આ યાદીમાં કોને ટિકિટ મળી તે અંગે નજર કરીએ.
भाजपा की केन्द्रीय चुनाव समिति ने दिल्ली में होने वाले विधानसभा चुनाव 2025 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/STdMQZZ2VM
— BJP (@BJP4India) January 11, 2025
ભારતીય જનતા પાર્ટીએ શનિવારે રાત્રે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરીછે. ભાજપે કરાવલ નગરથી કપિલ મિશ્રાને મેદાનમાં ઉતાર્યા છે અને વર્તમાન ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો છે.કપિલ મિશ્રા 2015ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ટિકિટ પર કરાવલ નગર વિસ્તારથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.દરમિયાન,દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મદન લાલ ખુરાનાના પુત્ર હરીશ ખુરાનાને મોતી નગરથી ટિકિટ આપવામાં આવી છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલયના પ્રભારી અરુણ સિંહ દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર,નરેલા વિધાનસભા બેઠક પરથી રાજ કરણ ખત્રી,તિમારપુરથી સૂર્ય પ્રકાશ ખત્રી,મુંડકાથી ગજેન્દ્ર દરલ,કિરાડીથી બજરંગ શુક્લા,સુલતાનપુર મઝરા (SC) થી કર્મ સિંહ કર્મા,શકુર બસ્તીથી કરનૈલ સિંહ,ત્રિનગરથી તિલક રામ ગુપ્તા,સદર બજારથી મનોજ કુમાર જિંદાલ, ચાંદની ચોકથી સતીશ જૈન,મતિયા મહેલથી દીપ્તિ ઇન્દોરા,બલ્લીમારનથી કમલ બાગડી,મોતી નગરથી હરીશ ખુરાનાને ટિકિટ મળી છે.
માદીપુર (SC) વિધાનસભા બેઠક પરથી ઉર્મિલા કૈલાશ ગંગવાલ,હરિ નગરથી શ્યામ શર્મા,તિલક નગરથી શ્વેતા સૈની,વિકાસપુરથી પંકજ કુમાર સિંહ,ઉત્તમ નગરથી પવન શર્મા,દ્વારકાથી પ્રદ્યુમન રાજપૂત,મટિયાલાથી સંદીપ સેહરાવત,નીલમ પહેલવાન,નજફગઢ,પાલમથી કુલદીપ સોલંકી,રાજિન્દર નગરથી ઉમંગ બજાજ,કસ્તુરબા નગરથી નીરજ બસોયા,તુગલકાબાદથી રોહતાસ બિધુરી,ઓખલાથી મનીષ ચૌધરી,કોંડલી (SC)થી પ્રિયંકા ગૌતમ,લક્ષ્મી નગરથી અભય વર્મા,સીલમપુરથી અનિલ ગૌર,કરાવલથી નાગર કપિલ મિશ્રાને ટિકિટ આપવામાં આવી છે.
આ સાથે 70 સભ્યોની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરીને કુલ 58 ઉમેદવારોની જાહેરાત કરી છે.