હેડલાઈન :
- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધનું વિવાદિત નિવેદન સામે આવ્યુ
- કોંગ્રેસ મુખ્યાલય ‘ઇન્દિરા ભવન’ ના ઉદ્ઘાટન ભાષણમાં નિવેદન
- લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીથી વિવાદ
- “આપણી લડાઈ ફક્ત ભાજપ-RSS સામે જ નહી ‘ભારતીય રાજ્ય’ સાથે”
- “એવું ન વિચારો કે આપણે ન્યાયી લડાઈ લડી રહ્યા છીએ : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા અને લોકસભા નેતા વિપક્ષ રાહુલ ગાંધી અહીં ભાજપ-આરએસએસ અને મોહન ભાગવત પર હુમલો કરી રહ્યા હતા અને તે દરમિયાન કોંગ્રેસના સાંસદે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે પાર્ટીના નવા મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યા પછી એવો પણ દાવો કર્યો હતો કે ભારતની ચૂંટણી પ્રણાલીમાં ગંભીર સમસ્યાઓ છે.પાર્ટીના નવા મુખ્યાલય ‘ઇન્દિરા ભવન’ ખાતે કોંગ્રેસ નેતાઓને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું,”એવું ન વિચારો કે આપણે ન્યાયી લડાઈ લડી રહ્યા છીએ.જો તમે માનતા હોવ કે આપણે ફક્ત ભાજપ અને આરએસએસ નામના રાજકીય સંગઠન સામે લડી રહ્યા છીએ,તો એવું નથી.કારણ કે તેઓએ આપણા દેશની લગભગ દરેક સંસ્થા પર કબજો જમાવી લીધો છે.’
તેમણે કહ્યું, “અમે ફક્ત ભાજપ અને આરએસએસ નામના રાજકીય સંગઠન સામે જ નહીં,પણ ‘ભારતીય રાજ્ય’ સામે પણ લડી રહ્યા છીએ.”તેમણે દાવો કર્યો,”મેં સ્પષ્ટપણે કહ્યું છે કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં કંઈક ખોટું થયું છે. ચૂંટણી પંચ જે રીતે કામ કરી રહ્યું છે તેનાથી અમને અસ્વસ્થતા છે.લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે મહારાષ્ટ્રમાં અચાનક એક કરોડ નવા મતદારોનો ઉદભવ ચિંતાનો વિષય છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરનારાઓના નામ અને સરનામા સાથે મતદાર યાદી પૂરી પાડવાની ચૂંટણી પંચની ફરજ છે,પરંતુ તેણે આ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. તેમણે પૂછ્યું,”ચૂંટણી પંચ મતદારોની યાદીને પારદર્શક બનાવવાનો ઇનકાર કેમ કરશે?”અમને યાદી ન આપવાનો શું હેતુ છે અને તેઓ તેને શા માટે રોકી રહ્યા છે?
રાહુલ ગાંધીના મતે, પારદર્શિતા સુનિશ્ચિત કરવી એ ચૂંટણી પંચની ફરજ છે અને આવું કેમ થયું તે સમજાવવું એ તેની પવિત્ર જવાબદારી છે.કોંગ્રેસના નેતાએ કહ્યું,“આ એવી વાત છે જે દરેક કોંગ્રેસ સભ્ય અને દરેક વિપક્ષી સભ્યએ ધ્યાનમાં રાખવી જોઈએ. આપણી ચૂંટણી પ્રણાલીમાં ગંભીર સમસ્યા છે. પારદર્શક રહેવું એ ચૂંટણી પંચની ફરજ છે.
ભાજપના નેતા પ્રદીપ ભંડારી કહે છે – ‘રાહુલ ગાંધીએ પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે!’તેમણે કહ્યું-અમે ભારતીય રાજ્ય સામે લડી રહ્યા છીએ.રાહુલ ગાંધી એવા પરિબળોના રિમોટ કંટ્રોલમાં છે જે ભારતીય રાજ્યનો નાશ કરવા માંગે છે.તેમના ઇરાદા રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ છે.
#WATCH दिल्ली: केंद्रीय मंत्री हरदीप सिंह पुरी ने राहुल गांधी के बयान पर कहा , "मैं क्या कह सकता हूं? जब उस पार्टी के विपक्ष नेता जो कि ये कहती है कि वह देश के स्वतंत्रता संग्राम में भागीदार थी, जिसने देश को कई प्रधानमंत्री दिए, वे(राहुल गांधी) ये कहते हैं कि हमारी लड़ाई भारत से… pic.twitter.com/ELsuuZqGs0
— ANI_HindiNews (@AHindinews) January 15, 2025
તો કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ રાહુલ ગાંધીના નિવેદન પર કહ્યું, “હું શું કહી શકું? જ્યારે એક પાર્ટીના વિપક્ષી નેતા જે દાવો કરે છે કે તે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં સહભાગી હતી, જેણે દેશને ઘણા વડા પ્રધાનો આપ્યા, ત્યારે રાહુલ ગાંધી કહે છે કે આપણી લડાઈ ભારત સાથે છે.હું સમજી શકું છું કે તમને ભાજપ સાથે સમસ્યા છે.તમે ભારત સાથે કેવી રીતે લડી શકો છો?.કોઈ ભારતીય કેવી રીતે કહી શકે કે તેની લડાઈ ભારત સાથે છે?