હેડલાઈન :
- દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025
- આમ આદમી પાર્ટી સામે કપરા ચઢાણ
- CM આતિશી અને સંજય સિંહની વધી મુશ્કેલી
- દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નોટિસ જારી કરી
- પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતની અરજી પર નોટિસ
- આતિશી-સંજય સિંહ સામે માનહાનિની અરજી પર નોટિસ
- બંનેને 27 જાન્યુઆરીએ હાજર થવા માટે સમન્સ
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિત દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી આતિશી માર્લેના અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ વિરુદ્ધ દાખલ કરાયેલી ફોજદારી માનહાનિ અરજી પર નોટિસ જારી કરી છે.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિત દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી આતિશી માર્લેના અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ વિરુદ્ધ દાખલ કરાયેલી ફોજદારી માનહાનિ અરજી પર નોટિસ જારી કરી છે. ચીફ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પારસ દલાલે આતિશી માર્લેના અને સંજય સિંહને 27 જાન્યુઆરીએ હાજર થવા માટે સમન્સ જારી કર્યા છે.
સંદીપ દીક્ષિતે અરજીમાં કહ્યું છે કે આતિશી માર્લેના અને સંજય સિંહે 26 ડિસેમ્બર,2024 ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.સંદીપ દીક્ષિતે ભાજપ પાસેથી કરોડો રૂપિયા લીધા હોવાનો આરોપ હતો.સંદીપ દીક્ષિત આમ આદમી પાર્ટીને હરાવવા માટે ભાજપ સાથે મળીને કાવતરું ઘડવામાં સામેલ છે.અરજીમાં કહેવામાં આવ્યું છે કે આતિશી માર્લેના અને સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સમાં જે કંઈ કહ્યું તે ખોટું અને પાયાવિહોણું છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે આતિશી અને સંજય સિંહે તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સંદીપ દીક્ષિત દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ઉમેદવાર છે.આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આ બેઠક પર ઉમેદવાર છે.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર