હેડલાઈન :
- કોલકાતા આરજી કર મહિલા ડોક્ટર સાથે દુષ્કર-હત્યા કેસ
- સંજય રોય દોષિત ઠેરવ્યો કોર્ટ 20 જાન્યુઆરીએ સજા સંભળાવાશે
- CBI એ મુખ્ય આરોપી સંજય રાય માટે મૃત્યુદંડની માંગણી કરી હતી
- 9 ઓગસ્ટ 2024એ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાંથી મળ્યો હતો મૃતદેહ
- સીસીટીવી ફૂટેજમાં સંજય રોય સેમિનાર હોલમાં પ્રવેશતો જોવા મળ્યો હતો
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટના રોજ એક તાલીમાર્થી મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયને દોષિત ઠેરવવામાં આવ્યો છે.
अतिरिक्त जिला न्यायाधीश सियालदह कोर्ट ने आरजी कर बलात्कार-हत्या मामले में आरोपी संजय रॉय को दोषी पाया। कोर्ट ने कहा कि सोमवार को सजा सुनाई जाएगी।
आरोपी संजय ने जज से कहा, "मुझे झूठे मामले में फंसाया गया है। मैंने ऐसा नहीं किया है। जिन्होंने ऐसा किया है, उन्हें छोड़ा जा रहा है।… https://t.co/4sXTg7lXbc
— ANI_HindiNews (@AHindinews) January 18, 2025
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટના રોજ એક તાલીમાર્થી મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયને દોષિત ઠેરવવામાં આવ્યો છે.કોલકાતાની સિયાલદહ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ અનિર્બાન દાસે આરોપી નાગરિક સ્વયંસેવકને દોષિત ઠેરવ્યો છે.કોર્ટ 20 જાન્યુઆરીએ દોષિત સંજય રોયની સજાની જાહેરાત કરશે.
आरजी कर बलात्कार-हत्या मामले में सियालदह कोर्ट का फैसला | कोर्ट ने कहा कि आरोपी के खिलाफ BNS धारा 64,66, 103/1 के तहत मामला दर्ज किया गया है। आरोपी के खिलाफ शिकायत है कि वह आरजी कर मेडिकल कॉलेज और अस्पताल गया और सेमिनार रूम में जाकर वहां आराम कर रही महिला डॉक्टर पर हमला किया और… pic.twitter.com/TiQPev3RQ4
— ANI_HindiNews (@AHindinews) January 18, 2025
ન્યાયાધીશ અનિર્બાન દાસે સંજય રોયને ભારતીય દંડ સંહિતાની કલમ 64 (દુષ્કર્મની સજા), કલમ 66 (મૃત્યુનું કારણ બનવાની સજા) અને કલમ 103 / 1(હત્યા) હેઠળ દોષિત ઠેરવ્યા.
કોલકાતાની સરકારી આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની તાલીમાર્થી મહિલા ડોક્ટર પરદુષ્કર્મ અને હત્યાના કેસમાં,કોલકાતાની સિયાલદાહ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અનિર્બાન દાસની કોર્ટે આરોપી નાગરિક સ્વયંસેવકને દોષિત ઠેરવ્યો.ગયા વર્ષે હોસ્પિટલના સેમિનાર હોલમાં એક ડોક્ટર પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યુ અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી.
સિયાલદાહ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અનિર્બાન દાસની કોર્ટે આરોપી નાગરિક સ્વયંસેવકને દોષિત ઠેરવ્યો.કોર્ટ 20 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો આપશે.આ કેસમાં ચુકાદો ટ્રાયલ શરૂ થયાના 59 દિવસ પછી જાહેર કરવામાં આવશે.આ કેસની સુનાવણી 11 નવેમ્બરથી શરૂ થઈ હતી.હાઈકોર્ટના નિર્દેશો પર ઘટનાની તપાસ કરી રહેલી સીબીઆઈએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે.
ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ આરજી કાર હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના ચોથા માળે આવેલા સેમિનાર હોલમાંથી પીડિતાનો મૃતદેહ મળી આવ્યો હતો.ઘટનાના એક દિવસ પછી મુખ્ય આરોપી,નાગરિક સ્વયંસેવક સંજય રાયની ધરપકડ કરવામાં આવી હતી.સીસીટીવી ફૂટેજમાં તે સેમિનાર હોલમાં પ્રવેશતો જોવા મળ્યો હતો. તેના હેડફોન પણ ઘટનાસ્થળેથી મળી આવ્યા હતા. સીબીઆઈએ ચાર્જશીટમાં કહ્યું છે કે સંજય રાય મુખ્ય આરોપી છે.
જોકે, પીડિતાના માતા-પિતાએ કોર્ટને જણાવ્યું છે કે આ ઘટનામાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામેલ હોઈ શકે છે. તેમણે આરોપ લગાવ્યો કે તપાસ અડધી હતી કારણ કે ગુનામાં સામેલ અન્ય લોકો મુક્તપણે ફરતા હતા.કેન્દ્રીય તપાસ એજન્સીએ મુખ્ય આરોપી સંજય રાય માટે મૃત્યુદંડની માંગ કરી છે.તેમણે કોર્ટને એમ પણ કહ્યું કે રાય આ ગુનાનો એકમાત્ર ગુનેગાર હતો.
આ ઘટનાથી દેશભરમાં આક્રોશ ફેલાયો હતો અને સેંકડો લોકો,મુખ્યત્વે ડોકટરો અને તબીબી કર્મચારીઓ દ્વારા લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા.