હેડલાઈન :
- દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે ભાજપની કવાયત
- દિલ્હી ચૂંટણી માટે ભાજપનો સંકલ્પ પત્રનો બીજો ભાગ જાહેર
- જરૂરીયાત મંદોને KG થી PG સુધી શિક્ષણ ફ્રી અપાશે
- ઓટો-ટેક્સી ડ્રાઇવરોને 10 લાખ રૂપિયાનો જીવન વીમો
- અનુરાગ ઠાકુરે ભાજપના સંકલ્પ પત્ર વિશે માહિતી આપી
- APના તમામ કૌભાંડોની તપાસ કરવાનું પણ પ્રજાને વચન
- PM મોદીએ આપાલી તમામ ગેરંટી પૂર્ણ કરવાનું વચન
- સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેરૂ.15,000 અપાશે
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્રનો બીજો ભાગ પ્રકાશિત કર્યો છે.જેમાં ‘ KG થી PG સુધી મફત શિક્ષણ અને ઓટો-ટેક્સી ડ્રાઇવરોને 10 લાખ રૂપિયાનો જીવન વીમો આપવા જેવા વચનો સામેલ છે.’
ભાજપે સંકલ્પ પત્રનો બીજો ભાગ બહાર પાડ્યો છેભાજપ નેતા અનુરાગ ઠાકુરે ભાજપના સંકલ્પ પત્ર વિશે માહિતી આપી.તેમણે કહ્યું કે દિલ્હીમાં KG થી PG સુધી મફત શિક્ષણ આપવામાં આવશે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે AAPના તમામ કૌભાંડોની તપાસ કરવામાં આવશે.અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. મોદી ગેરંટી આપે છે કે દિલ્હીમાં દરેક ગેરંટી પૂરી કરવામાં આવશે.
– વિદ્યાર્થીઓ માટે જાહેરાત
આ ઉપરાંત ભાજપે વિદ્યાર્થીઓને લઈને એક મોટી જાહેરાત કરી છે.ભાજપે જાહેરાત કરી છે કે તે દિલ્હીમાં જરૂરિયાતમંદોને KG થી PG સુધી મફત શિક્ષણ આપશે.આ ઉપરાંત, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે 15,000 રૂપિયા આપવામાં આવશે.વિદ્યાર્થીઓના હિતમાં આ એક મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
– કેજરીવાલે ઓટો ચાલકો માટે કંઈ કર્યું નહીં : ભાજપ
ભાજપે કહ્યું કે કેજરીવાલે ઓટો ચાલકો માટે કંઈ કર્યું નથી.ભાજપે દિલ્હી ઓટો-ટેક્સી કલ્યાણ બોર્ડની રચના કરવાનો સંકલ્પ કર્યો છે.ઓટો-ટેક્સી ડ્રાઇવરોને 10 લાખ રૂપિયાનો જીવન વીમો આપવામાં આવશે.ભાજપે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભાજપ સરકારે વચેટિયાઓને દૂર કર્યા છે અને ડીબીટી દ્વારા જન કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી છે.મોદી સરકારની ભ્રષ્ટાચાર પ્રત્યેની નીતિ શૂન્ય સહિષ્ણુતાની છે.એકવાર અમારી સરકાર બની જશે, પછી અમે આરોગ્ય,ટ્રાફિક,વીજળી,પાણી અને પરિવહન વગેરે સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવીશું.અમે દિલ્હીના લોકોને આજે વધુ સારો અને આવતીકાલ વધુ સારો આપવાનો પ્રયાસ કરીશું.
ભાજપે કહ્યું કે ભાજપ જ્યાં પણ સત્તામાં રહ્યું છે,ત્યાં જન કલ્યાણ તેમની પ્રાથમિકતા અને કેન્દ્રબિંદુ રહ્યું છે.કેન્દ્ર સરકારમાં પણ,રાજ્યોના સહયોગથી,અમે નાગરિકોની સમસ્યાઓનું નિરાકરણ જ નથી કર્યું,પરંતુ તેમને સુવિધાઓ પણ પૂરી પાડી છે.
-ભાજપે કઈ જાહેરાતો કરી ?
- અમે દિલ્હીમાં જરૂરિયાતમંદોને KG થી PG સુધી મફત શિક્ષણ આપીશું
- સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે 15 હજાર આપવામાં આવશે
- AAPના તમામ કૌભાંડોની તપાસ કરાશે
- ITI માં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે
- દિલ્હી ઓટો-ટેક્સી કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવશે
- ઓટો-ટેક્સી ડ્રાઇવરોને 10 લાખ રૂપિયાનો જીવન વીમો આપવામાં આવશે
- પાંચ લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો આપવામાં આવશે
- અમે તેમના બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ આપીશું.
- ડિસ્કાઉન્ટેડ ઓટો વીમો પ્રદાન કરશે