હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી જઈ શકે અમેરિકાની મુલાકાતે
- ફેબ્રુઆરીમાં વડાપ્રધાન મોદી જઈ શકે છે અમેરિકા
- US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને પાઠવ્યુ આમંત્રણ
- ટ્રમ્પનું વડાપ્રધાન મોદીને વ્હાઈટ હાઉસ આવવા આમંત્રણ
- PM મોદી-US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર થઈ વાત
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું છે.જે બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે PM મોદી ફેબ્રુઆરીમાં અમેરિકાના પ્રવાસે જઈ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી અને તેમને ફરીથી ચૂંટાઈ આવવા બદલ અભિનંદન આપ્યા.ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત હતી.ટ્રમ્પે પીએમ મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું છે.જે બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ ફેબ્રુઆરીમાં અમેરિકાના પ્રવાસે જઈ શકે છે.ટ્રમ્પે મીડિયાને એમ પણ કહ્યું કે પીએમ મોદી ફેબ્રુઆરીમાં અમેરિકાની મુલાકાત લે તેવી અપેક્ષા છે.જોકે,ભારતીય વિદેશ મંત્રાલયે હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.
વાતચીત દરમિયાન ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રેશનના મુદ્દા પર પણ વાત કરી.ટ્રમ્પે કહ્યું કે ભારત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા લેવા માટે યોગ્ય પગલાં લેશે.ટ્રમ્પે કહ્યું કે જ્યારે અમે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને તેમના દેશમાં પાછા મોકલીશું,ત્યારે મોદી યોગ્ય નિર્ણય લેશે.તે જ સમયે,રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારત સાથે અમારા ખૂબ સારા સંબંધો છે.અમે ભારતમાંથી આઇટી પ્રોફેશનલ્સને રાખવા તૈયાર છીએ.
બંને રાષ્ટ્રના વડાઓ વચ્ચેની વાતચીત બાદ,વ્હાઇટ હાઉસે વિગતો જાહેર કરી છે.જેમાં એવું કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓ અમેરિકા-ભારત સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા હતા.ટ્રમ્પે ભારત દ્વારા અમેરિકી સુરક્ષા સાધનોની ખરીદી વધારવા અને વાજબી દ્વિપક્ષીય વેપાર સંબંધો તરફ આગળ વધવાના મહત્વ પર ભાર મૂક્યો છે.વ્હાઇટ હાઉસે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે ભારત આ વર્ષના અંતમાં પહેલી વાર ક્વાડ નેતાઓનું આયોજન કરશે.