હેડલાઈન :
- 28 જાન્યુઆરી એટલે લાલા લજપત રાયજીની જન્મ જયંતિ
- દેશ ઉજવા રહ્યો છે લાલા લજપત રાયનજીની 160 મી જન્મ જયંતિ
- 28 જાન્યુઆરી 1865 ના રોજ પંજાબના મોગામાં તેમનો જન્મ થયો
- લાલા લજપત રાયના પિતા લાલા રાધાકૃષ્ણ શાળામાં શિક્ષક હતા
- સ્વતંત્ર સેનાની લાલા લજપત રાયનું હુલામણું નામ ‘પંજાબ કેસરી’
- સ્વતંત્રતા સેનાનીથી લઈ સ્વદેશી બેંકનો પાયો નાખવા સુધીનું કાર્ય
ભારતને આઝાદી અપાવવામાં લાલા લજપત રાયે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.મહાન સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપત રાયના મહત્વપૂર્ણ યોગદાનએ ભારતના ઇતિહાસ પર અમીટ છાપ છોડી છે. તેમને ‘પંજાબ કેસરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
લાલા લજપતે ભારતીય લોકોને બ્રિટિશ શાસકો સામે જાગૃત કરવા માટે અવાજ ઉઠાવ્યો.લાલા લજપત રાયના વિચારો આજે પણ આપણને બધાને આપણા કર્તવ્યના માર્ગ પર ચાલવા પ્રેરણા આપે છે.આજે,28 જાન્યુઆરીના રોજ,સમગ્ર ભારત સૌથી આદરણીય સ્વતંત્રતા સેનાની લાલા લજપત રાયની 160મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે.
લાલા લજપત રાયનો જન્મ 28 જાન્યુઆરી 1865 ના રોજ પંજાબના મોગા જિલ્લામાં થયો હતો. તેમના પિતા લાલા રાધાકૃષ્ણ શાળામાં શિક્ષક હતા અને માતા ગુલાબી દેવી ધાર્મિક મહિલા હતી.લાલા લાજપતે પોતાનું પ્રાથમિક શિક્ષણ મોગા સ્થિત એક શાળામાંથી મેળવ્યું. ત્યારબાદ તેમણે લાહોરની ફોરમેન ક્રિશ્ચિયન કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું.
લાલા લજપત રાયે 1880ના દાયકામાં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં જોડાયા.અને થોડા જ સમયમાં તેઓ કોંગ્રેસના એક અગ્રણી નેતા બની ગયા.તેમણે ભારતની સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિયપણે ભાગ લીધો હતો.લાલા લજપત રાયે બ્રિટિશ સરકાર વિરુદ્ધ અનેક આંદોલનોમાં ભાગ લીધો હતો.તે આંદોલનોમાંનું એક પંજાબ આંદોલન હતું. 1907ના પંજાબ આંદોલનમાં, લાલા લજપતે બ્રિટિશ સરકાર વિરુદ્ધ ઘણા પ્રદર્શનો અને સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું.
– પ્રથમ સ્વદેશી બેંકની સ્થાપના
લાલા લજપત રાયે 1894 માં પ્રથમ સ્વદેશી બેંકની સ્થાપના કરી. જેનું નામ પંજાબ નેશનલ બેંક છે.આ ઉપરાંત, તેમણે પંજાબમાં આર્ય સમાજ અને લક્ષ્મી વીમા નામની કંપનીની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
– સાયમન કમિશનના વિરોધમાં જીવની આહૂતિ
1928 માં ભારતના બંધારણમાં સુધારા માટે સાયમન કમિશન લાવવામાં આવ્યું.પરંતુ લાલા લજપત રાયે તેનો સખત વિરોધ કર્યો કારણ કે તેમાં વિધાનસભાના કોઈપણ ભારતીય પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. લાલા લજપતના નેતૃત્વ હેઠળના વિરોધ અને આંદોલનને રોકવા માટે, બ્રિટિશ સરકારે ક્રૂરતાથી લાઠીચાર્જ કર્યો. જે દરમિયાન લાલા લજપત રાય ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કારણે,17 નવેમ્બર, 1928 ના રોજ લાલા લજપત રાયનું અવસાન થયું.તેમના મૃત્યુના સમાચાર સાંભળીને દેશભરમાં બ્રિટિશ સરકાર સામે ગુસ્સો ફેલાઈ ગયો હતો.